આ 5 Eating Mistakes તમારા સ્વાસ્થ્યને કરે છે ખરાબ કરવાનું કામ, જાણો અને બદલો આ આદતો, નહિં તો વહેલા દવાખાન દોડવું પડશે
હંમેશા આપણે સ્વાસ્થ્યપ્રદ ખોરાકનો ઉપયોગ કોઈપણ સમયે એ વિચારીને કરીએ છીએ કે તે સ્વાસ્થ્ય માટે સારું રહેશે.પરંતુ શું તમે જાણો છો કે ખોટા સમયે યોગ્ય ખોરાક લેવાથી તમારા સ્વાસ્થ્યને ખુબ જ નુકસાન થઈ શકે છે.તો ચાલો અમે તમને એવા આહાર વિશે જણાવીએ જે આહારનું સેવન ખોટા સમય પર કરવાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન પોહચી શકે છે.
ખાલી પેટ પર કેળાનું સેવન

કેળા તમારા સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેનું ધ્યાન રાખે છે.આ હોવા છતાં ખાલી પેટ પર કેળાનું સેવન કરવું તમારા સ્વાસ્થ્યને નુકસાન પોહચાડી શકે છે.ખાલી પેટ પર કેળા ખાવાથી શરીરની ઉર્જા ઓછી થવા સાથે આંતરડામાં નુકસાની અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે.જો તમારે સવારના નાસ્તામાં કેળાંનું સેવન કરવું હોય તો કેળાનું જ્યુસ બનાવો અને પીવો.
રાત્રે ભાત ખાવા

ચોખામાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધારે હોય છે,તેથી તે પચવામાં લાંબો સમય લે છે.આ સિવાય તેમાં વધુ કેલરી હોય છે.જે તમારા વજનમાં વધારો કરી શકે છે.તેથી તમારા વજનને નિયંત્રણમાં રાખવા માટે રાત્રે ભાત ખાવાનું ટાળો.
વધુ ગરમ દૂધનું સેવન-

દૂધમાં હાજર લેક્ટોઝની માત્રા વધારે હોવાથી તા પાચનમાં સમસ્યા ઉભી કરે છે અને તમારા ચેહરા પર કરચલી થવાનું કારણ પણ બને છે.તેથી હંમેશા હળવું દૂધ પીવું જોઈએ.હળવું દૂધ પીવાથી રાત્રે ઊંઘ પણ સારી આવે છે અને તમારું વજન પણ નિયંત્રણમાં રહે છે.તેથી તમારા વજનને કાબુમાં રાખવા માટે ગરમ દૂધનું સેવન ટાળો.
જમ્યા પહેલા દહીં ખાવી-

દહીંમાં લેક્ટિક એસિડ હોય છે,તેથી દહીંનું ખાલી પેટ પર સેવન કરવાથી આપણા શરીરમાં નુકસાન પોહચી શકે છે.તેથી દહીં હંમેશા ભોજન કર્યા બાદ જ ખાવું જોઈએ.તે તમારા પેટની એસિડિટીને ઘટાડે છે.રાત્રે પણ ભોજન કર્યા પછી અને સુવાના એક કલાક પેહલા દહીં ખાવાથી શરીરમાં પ્રોટીનની માત્રા અને સ્નાયુઓનો વિકાસ વધે છે.
રાત્રે ભોજનમાં ડબલ ચીઝ ફૂડ

ટોસ્ટ અથવા પીઝા આ બંનેનો સ્વાદ ચીઝ વિના અપૂર્ણ છે.પરંતુ શું તમે જાણો છો કે ખોટા સમયે ચીઝનું સેવન કરવાથી તમારા પેટને નુકસાન થઈ શકે છે.ચીઝમાં વધુ માત્રામાં ચરબી હોવાને લીધે તેને પચવામાં ખુબ મુશ્કેલી પડે છે.આ જ કારણ છે કે રાત્રે અથવા સાંજે ચીઝનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
જાણો વજન ઓછું કરવા માટે રાત્રે કઈ ચીજોનું સેવન કરવું જોઈએ.

જો તમારે વજન ઓછું કરવું હોય તો ગ્રીન ટી પીવાનું શરૂ કરો.વજન ઘટાડવા માટે ગ્રીન ટી ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે.તે મેટાબિલિઝમને વધારવા માટે મદદ કરે છે.તેથી રાત્રે સૂતા પહેલા ગ્રીન ટી પીવાથી તમારું વજન ઝડપથી ઓછું થઈ શકે છે.

બ્રોકલી કહેવા માટે વનસ્પતિ છે,પરંતુ તે ગુણોનો ખજાનો છે.તમારા ભોજનમાં બ્રોકલીનો સમાવેશ જરૂરથી કરો.ખાસ કરીને જેઓએ તેમનું વજન ઘટાડવું છે,તેમને બ્રોકલી જરૂરથી ખાવી જોઈએ.જો તમને કાચી બ્રોક્લીભાવે છે,તો આનાથી વધુ સારું કઈ નથી.તેને સલાડ તરીકે ખાવાથી તમે શક્ય તેટલું ઝડપથી વજન ઘટાડી શકો છો.

વજન ઘટાડવા માટે તમારા આહારમાં બદામનો સમાવેશ જરૂરથી કરો.બદામમાં ઘણા પોષક તત્વો હોય છે, તેમાં હાજર પ્રોટીન પણ તમારા શરીર માટે ફાયદાકારક છે.આ સિવાય તે તમારું વજન ઘટાડવા માટે ખુબ જ મદદગાર છે.તેથી રાત્રે સુતા પેહલા બદામનું સેવન જરૂરથી કરવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "આ 5 Eating Mistakes તમારા સ્વાસ્થ્યને કરે છે ખરાબ કરવાનું કામ, જાણો અને બદલો આ આદતો, નહિં તો વહેલા દવાખાન દોડવું પડશે"
ટિપ્પણી પોસ્ટ કરો