જાણી લો તમે પણ ઘરે બેઠા કેવી રીતે મેળવી શકશો આધાર પીવીસી કાર્ડ, સાથે જાણો આ માટે શું કરવી પડશે પ્રોસેસ

PVC આધાર કાર્ડમાં આપવામાં આવે છે ક્યુઆર કોડ, એને સ્કેન કરીને ઓળખને તાત્કાલિક થઈ જશે ઓફલાઈન વેરીફિકેશન.

ભારતમાં ઓળખ અને સરનામાંનો સૌથી વિશ્વસનીય દસ્તાવેજ આધાર કાર્ડને માનવામાં આવે છે. જો આપને બેંક, પોસ્ટ ઓફીસ કે પછી અન્ય કોઈપણ સરકારી કાર્યાલય સાથે સંબંધિત એવું કોઈ કામ છે જેમાં ઓળખ નાને સરનામાંની જ્રુરીય્ત હોય છે તો આપની પાસે આધાર કાર્ડની માંગ કરવામાં આવશે.

image source

એવામાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધાર કાર્ડને સતત સારું બનાવી રહી છે. આ જ ક્રમમાં થોડાક સમય પહેલા ઓથોરીટી દ્વારા વધારે ટકાઉ PVC આધાર કાર્ડ (Aadhar PVC Card) રજુ કરવામાં આવ્યું હતું. એને કોઇપણ ભારતીય નાગરિક ૫૦ રૂપિયા ચૂકવીને પ્રાપ્ત કરી શકે છે. આધાર PVC કાર્ડને આપ એટીએમ કે પછી ડેબિટ કાર્ડની જેમ પોતાના પર્સમાં સાથે રાખી શકો છો.

image source

UIDAIએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, નવા આધાર PVC કાર્ડ પર આપવામાં વેલ ક્યુઆર કોડને સ્કેન (QR Code Scan) કરીને આપની ઓળખ તાત્કાલિક ઓફલાઈન વેરીફિકેશન (Instant Verification) કરી શકાય છે. આની પહેલા ઓથોરીટીએ જણાવ્યું હતું કે, નવા આધાર પીવીસી કાર્ડ પહેલાના કાર્ડની તુલનાએ સુરક્ષાની સાથે સાથે ડયુરેબીલીટીમાં પણ સારા છે.

image source

આધાર પીવીસી કાર્ડ આધુનિક સિક્યોરીટી ફીચર્સની સાથે આવે છે. નવા આધાર કાર્ડની પ્રિન્ટીંગ ક્વોલીટી સારી કરી દેવામાં આવી છે. UIDAI એ પીવીસી આધાર કાર્ડમાં કેટલાક સિક્યોરીટી ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે, જેમાં ગિલોચ પેટર્ન, હોલોગ્રામ, ઘોસ્ટ ઈમેજની સાથે માઈક્રોટેક્સ્ટ લગાવવામાં આવ્યા છે.

આવી રીતે બનાવો આધાર પીવીસી કાર્ડ.

  • -નવું આધાર પીવીસી કાર્ડ માટે આપે UIDAIની વેબસાઈટ પર જાવ.
  • -અહિયાં આપને ‘My Aadhar’ સેક્શનમાં જઈને ‘Order Aadhar PVC Card’ પર ક્લિક કરો.
  • -ત્યાર બાદ આપે આધાર કાર્ડનો ૧૨ ડીજીટનો નંબર કે પછી ૧૬ ડીજીટનો વર્ચ્યુલ આઈડી કે પછી ૨૮ ડીજીટનો આધાર એનરોલમેન્ટ આઈડી (EID) નાખવો.
  • -ત્યાર બાદ આપને સિક્યોરીટી કોડ કે પછી કેપ્ચા ભરવું અને ત્યાર બાદ ઓટીપી માટે Send OTP પર ક્લિક કરવું.
  • -ત્યાર બાદ આપે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ ઓટીપીને આપવામાં આવેલ ખાલી જગ્યામાં ભરી દેવો અને સબમિટ કરી દેવું.
  • -હવે આપને આધાર પીવીસી કાર્ડનો એક પ્રિવ્યુ આપની સામે આવશે.
  • -ત્યાર બાદ નીચે આપવામાં આવેલ પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
  • -ત્યાર બાદ આપે પેમેન્ટ પેજ પર ચાલ્યા જશો, અહિયાં આપને ૫૦ રૂપિયાની ફીસ જમા કરાવાની રહેશે.
image source

પેમેન્ટ પૂરું કરી દીધા પછી આપને આધાર પીવીસી કાર્ડનો ઓર્ડર પ્રોસેસ પૂરી થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "જાણી લો તમે પણ ઘરે બેઠા કેવી રીતે મેળવી શકશો આધાર પીવીસી કાર્ડ, સાથે જાણો આ માટે શું કરવી પડશે પ્રોસેસ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel