6 મહિનાના બાળકે પાણીમાં કરેલા આ સ્ટંટને જોઈ ભલાભલાને પરસેવો છૂટી જશે

છ મહિનાના બાળકે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે અને સૌથી નાની ઉમરમાં વોટર સ્કીઇંગમાં કરવાવવો વ્યક્તિ (Youngest Person Ever To Go Water Skiing) બની ગયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અમેરિકાના. રાજ્ય ઉટાહ (Utah)માં છ મહિનાના બાળકે વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે અને તે સૌથી નાની ઉમરમાં વોટર સ્કીઇંગ કરવાવાળો વ્યક્તિ બની ગયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લેક પોવેલમાં રિચ વોટર સ્કીઇંગ બતાવે છે, જેના ઇન્ટરનેટ પર ચર્ચા ગરમ થઈ ગઈ છે. ન્યુઝ વેબસાઇટ યુપીઆઈના અહેવાલ મુજબ, આ વીડિયો સૌ પ્રથમ બાળકના માતાપિતા કેસી અને મિન્ડી હમ્ફ્રીઝ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

બાળકના નામે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

માતાપિતાએ બાળકના નામે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે. આ વિડિયો તે જ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે બાળકે બોટ સાથે જોડાયેલ લોખંડના સળિયાને સખ્તાઇથી પકડી રાખ્યો છે. બીજી તરફ, તેના પિતા બીજી બોટ પર હતા અને બાળકને જોઈ રહ્યા છે. બાળકે લાઇફ જેકેટ પણ પહેર્યું છે. બાળકને સંપૂર્ણ સલામતી સાથે પાણીમાં ઉતારવામાં આવ્યું હતું.

મેં એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

વીડિયો શેર કરતી વખતે માતા-પિતાએ કેપ્શનમાં લખ્યું કે, ‘હું મારા છઠ્ઠા મહિનાના જન્મદિવસ પર વોટર સ્કીઇંગ કરવા ગયો હતો. આ એક મોટુ કામ છે કારણ કે મેં એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

વિડિયો 13 સપ્ટેમ્બરના રોજ શેર કરવામાં આવી

આ વિડિયો 13 સપ્ટેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો હતી, જેના લાખો વ્યૂ અને કમેન્ટો મળી છે. આ વિડિયોને ટ્વિટર પર પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 7.6 મિલિયન વ્યૂ થઈ ચૂક્યા છે.

વોટર સ્કીઇંગ કરવા માટે ખૂબ જ નાનો

લોકો સોશ્યલ મીડિયા પર વિવિધ પ્રકારના અભિપ્રાય આપી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે તે વોટર સ્કીઇંગ કરવા માટે ખૂબ જ નાનો છે, જ્યારે કેટલાક લોકોએ કહ્યું હતું કે પિતાએ પુત્રને સંપૂર્ણ સુરક્ષા સાથે નદીમાં ઉતાર્યો હતો જે બરાબર હતું. જુઓ કે બાળક પાણીમાં કેટલી મજા લઇ રહ્યું છે.

અગાઉનો અનધિકૃત વર્લ્ડ રેકોર્ડ ઓબર્ન એબ્શેરનો હતો

એબીસી ન્યૂઝ અનુસાર, અગાઉનો અનધિકૃત વર્લ્ડ રેકોર્ડ ઓબર્ન એબ્શેરનો હતો. તે જ્યારે છ મહિના અને 10 દિવસનો હતો ત્યારે તે તેના માતાપિતા સાથે વોટર સ્કીઇંગ માટે ગયો હતો અને 6 મહિનાની ઉંમરે બાળકએ આ રેકોર્ડ કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "6 મહિનાના બાળકે પાણીમાં કરેલા આ સ્ટંટને જોઈ ભલાભલાને પરસેવો છૂટી જશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel