શું તમને પણ ખુલ્લા વાળ રાખવાનો શોખ છે,પણ તમારા વાળ પાતળા હોવાના કારણે તમે તમારો શોખ પૂરો કરી શકતા નથી ? તો આજે જ અપનાવો અહીં જણાવેલા ઉપાયો
વાળને જાડા અને મજબૂત કરવાનો સૌથી મોટો ફાયદો એ સ્ત્રીને છે,જેમના વાળ ખુબ જ પાતળા હોય.લોકોને પાતળા વાળની સમસ્યા થવી સામાન્ય છે,સ્ત્રીઓ અથવા પુરુષો બંનેની ફરિયાદ છે કે દિવસેને દિવસે તેમના વાળ પાતળા થતા જાય છે.ખાસ કરીને જેઓ વ્યસ્તતાને કારણે વાળની બરાબર સંભાળ રાખવામાં અસમર્થ હોય છે,તેઓને વાળ પાતળા થવાની ઘણી સમસ્યા રહે છે.આવા લોકોએ વાળને જાડા અને મજબૂત બનાવવા માટે ઘણી ખર્ચાળ વાળની સારવાર અથવા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે,પરંતુ આ વસ્તુઓ વાળને લાંબા સમય સુધી સ્વસ્થ રાખતી નથી.આ લેખ દ્વારા અમે તમને એવા કેટલાક ઘરેલું ઉપાયો જણાવીશું,જે ઉપાય અજમાવવામાં તમને થોડો જ સમય લાગશે,પણ તમારા વાળ ખુબ મજબૂત અને ચમકદાર થશે.
1. મેથીમાં મોટી માત્રામાં રહેલા પ્રોટીન,નિકોટિનિક એસિડ અને લેસિથિનરી વાળના મૂળોને મજબૂત કરવામાં અને વાળની ગંભીર સમસ્યાઓના દૂર કરવામાં ખૂબ અસરકારક છે.એક ચમચી મેથીની પેસ્ટમાં બે ચમચી નાળિયેર તેલ નાંખો.ત્યારબાદ તેને વાળ પર લગાવો અને 30 મિનિટ સુધી તેને વાળ પર રહેવા દો.ત્યારબાદ તમારા વાળને શેમ્પૂથી સાફ કરો.1 મહિના સુધી આ ઉપાય સતત કરવાથી,વાળ મજબૂત થશે અને સાથે વાળનો વિકાસ પણ થશે.
2. એલોવેરા અને મધ વાળ માટે વરદાન માનવામાં આવે છે.એલોવેરામાં વિટામિન,સેલેનિયમ અને અન્ય ઘણા પૌષ્ટિક ઘટકો હોય છે જે વાળમાં થતા ડેન્ડ્રફ દૂર કરે છે.એલોવેરા જેલ અને મધ સરખા પ્રમાણમાં લો.ત્યારબાદ આ પેસ્ટને પેસ્ટ વાળમાં લગાવો.આ ઉપાય કરવાથી વાળ સ્વસ્થ,મજબૂત અને લાંબા થાય છે.
3.લીમડાના પાનમાં વિટામિન સી,ફોસ્ફરસ,આયરન,કેલ્શિયમ અને નિકોટિનિક એસિડ હોય છે.લીમડાના પાંદડા તમારા વાળ માટે આશ્ચર્યકારક કામ કરી શકે છે અને વાળને ઝડપથી વધારવામાં પણ મદદ કરી શકે છે.જો તમે તમારા નાળિયેર તેલમાં લીમડાના પાંદડા ઉમેરો,તો તે વાળને મજબૂત અને ઘાટા બનાવશે.આ માટે તમારે નાળિયેર તેલમાં લીમડાના પાંદડાં નાખો અને તેને ગરમ કરો.હવે તેને ત્યાં સુધી ગરમ કરો ત્યાં સુધી લીમડાના પાંદડા સંપૂર્ણપણે કાળા થાય.આ પછી તેને ઠંડુ થવા દો.ત્યારબાદ આ તેલને યોગ્ય રીતે સંગ્રહિત કરો અને તેને સામાન્ય તેલ તરીકે વાપરો.
4.વાળ માટે ડુંગળીના ફાયદાઓ વિશે ઘણા લોકો જાણે છે.વાળમાં ડુંગળીનો રસ લગાવવાથી ઘણા ફાયદાઓ થાય છે.વાળને મજબૂત કરવા માટે ઘરેલું ઉપાય તરીકે ડુંગળીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે.વાળની સમસ્યા રોકવા માટે ડુંગળીનો રસ ઘણી રીતે ઉપયોગમાં લેવાય છે.જો તમે ઈચ્છો,તો તમે તમારા વાળ મજબૂત બનાવવા માટે તમારા તેલમાં ડુંગળીના ગુણ પણ ઉમેરી શકો છો.આ માટે તમે તમારા ડુંગળીને કાપી લો અને તેને ગરમ નાળિયેર તેલમાં નાંખો.આ સાથે તમે તેમાં લીમડાના પાન પણ ઉમેરી શકો છો.આગળ જણાવેલી પદ્ધતિની જેમ જ તમે તેને સારી રીતે ગરમ કરી લો.તે પછી તેને ગાળીને સંગ્રહિત કરો અને તેને સામાન્ય તેલની જેમ લગાવો.
5. જાસુદ એક રંગીન ફૂલ છે,જે વાળના વિકાસ માટે ફાયદાકારક માનવામાં આવે છે.જાસુદ માથાની ઉપરની ચામડી માટે પણ સારું માનવામાં આવે છે.વાળ માટે જાસુદનું તેલ બનાવવા માટે તમે થોડા જાસૂદના ફૂલો લો અને તેને ગ્રાઈન્ડ કરો,તેને ત્યાં સુધી ગ્રાઈન્ડ કરો જતા સુધી તેની ચીકણી પેસ્ટ ન થાય.
ત્યારબાદ થોડુંક નાળિયેર તેલ ગરમ કરો અને તેમાં આ પેસ્ટ ઉમેરો.તેને થોડા સમય માટે ગેસ પર રાખો.ત્યારબાદ તેલને ઠંડુ થવા દો અને તેલમાંથી ફૂલની પેસ્ટને અલગ કરો.વાળ ધોવાનાં થોડા કલાકો પહેલાં આ તેલનો ઉપયોગ કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શું તમને પણ ખુલ્લા વાળ રાખવાનો શોખ છે,પણ તમારા વાળ પાતળા હોવાના કારણે તમે તમારો શોખ પૂરો કરી શકતા નથી ? તો આજે જ અપનાવો અહીં જણાવેલા ઉપાયો"
ટિપ્પણી પોસ્ટ કરો