કોરોનાએ ગુજરાતને બાનમાં લીધું, કુલ કેસ સવા લાખની ઉપર પહોંચ્યા, અમદાવાદમાં ફરી ઉથલો માર્યો, જાણો માહિતી
ગુજરાતમાં હવે કોરોરાને પોતાનું અસલી રૂપ બતાવ્યું છે. રોજ બરોજ 1300 ઉપર લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે બુધવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61,907 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાંથી 1372 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 127541 પર પહોંચ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 84.44 ટકા છે. આજે દર્દીઓ 1289 સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 107701 પર પહોંચ્યો છે. આજે 15 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3370 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 16470 છે.
અમદાવાદમાં કોરોનાનું રૌદ્ર સ્વરુપ

રાજકોટ સુરતની લથડતી સ્થિતિ સાથે હવે અમદાવાદમાં પણ ફરીવાર કોરોનાએ માથું ઉચક્યું છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગ, એકેડેમિક વિભાગ, એસ્ટેટ વિભાગ સહિત અન્ય કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. યુનિવર્સિટી ટાવરમાં કામ કરતા અનેક જોબ ટ્રેઇનીંને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના વિસ્ફોટ થતાં યુનિવર્સિટી ટાવર બંધ કરાયો છે. સોમવાર સુધી ટાવરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો છે.

અમદાવાદ રીવરફ્રન્ટ હાઉસના 4 કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. કર્મચારી અને સંપર્કમાં રહેલા કર્મચારી આઈસોલેટ કરાયા છે. રીવરફ્રન્ટ હાઉસમાં મેયર, મ્યુ. કમિશનર ઉપરાંત અધિકારીઓની બેઠક યોજાઇ હતી. ગાર્ડન વિભાગના ફિલ્ડમાં કામ કરતા 4 કર્મી કોરોના સંક્રમિત થયા છે. AMCમાં બે સપ્તાહમાં કુલ 13 લોકો પોઝિટિવ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આજે કુલ 61,907 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 39,86,370 ટેસ્ટ કરવામાં આવ્યા.
કયા જીલ્લામાં કેટલા કેસ
અમદાવાદ 185
સુરત 294
વડોદરા 134
ગાંધીનગર 38
ભાવનગર 37
બનાસકાંઠા 51
આણંદ 7
રાજકોટ 141
અરવલ્લી 8
મહેસાણા 45
પંચમહાલ 27
બોટાદ 9
મહીસાગર 13
ખેડા 14
પાટણ 22
જામનગર 94
ભરૂચ 22
સાબરકાંઠા 18
ગીર સોમનાથ 13
દાહોદ 12
છોટા ઉદેપુર 5
કચ્છ 27
નર્મદા 11
દેવભૂમિ દ્વારકા 8
વલસાડ 7
નવસારી 3
જૂનાગઢ 38
પોરબંદર 7
સુરેન્દ્રનગર 22
મોરબી 26
તાપી 7
ડાંગ 0
અમરેલી 27
આટલા દર્દીઓનાં મોત

આજે વધુ 15 દર્દીના મોત થયા છે. આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 3, સુરત 3, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર કોર્પોરેશન 1, ભાવનગર 1, મોરબી 1, સુરત કોર્પોરેશન, વડોદરા 1 વ્યક્તિએ દમ તોડ્યો હતો.

આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3370એ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 107701 નાગરીકો સાજા થઈ ગયા છે. 3370ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,470 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 86 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,384 સ્ટેબલ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કોરોનાએ ગુજરાતને બાનમાં લીધું, કુલ કેસ સવા લાખની ઉપર પહોંચ્યા, અમદાવાદમાં ફરી ઉથલો માર્યો, જાણો માહિતી"
ટિપ્પણી પોસ્ટ કરો