જાણો ડેન્ગ્યુથી બચવા માંગો છો જરૂર કરો આ ઉપાય, જેનાથી મળશે ઘણી સુરક્ષા…

ડેન્ગ્યુ એ એડિસ ઇજિપ્તિ નામના મચ્છર કરડવાથી થતો વાઇરલ ચેપ છે. વરસાદની ઋતુમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા ફેલાવવા અને મચ્છરોના આતંકનો ડર લાગે છે. આ મચ્છરો મેલેરિયા ના મચ્છર થી વિપરીત ચોખ્ખા પાણી માં જ પેદા થાય છે. કારણકે આ ઋતુમાં મચ્છરોના તારણે ફેલાતા રોગ અને તાવ ખતરનાક રૂપ લે છે. આજે અમે તમને એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના ઉપયોગથી તમને ડેન્ગ્યું થી ઘણી સુરક્ષા મળી શકે છે. તો ચાલો જાણી લઈએ એના વિશે…

image source

પપૈયાના પાન

પપૈયાના પાંદડાને ડેન્ગ્યુના તાવ માટે સૌથી અસરકારક દવા માનવામાં આવે છે. પપૈયાના પાંદડામાં હાજર પપૈયા એન્જાઈમ શરીરના પાચનતંત્રને ઠીક કરે છે. ડેન્ગ્યુના ઉપચાર માટે પપૈયાના પાંદડાનો જ્યુસ કાઢીને દર્દીને પીવડાવાથી પ્લેટ્સની માત્રા ઘણી ઝડપથી વધે છે. કારણકે પપૈયાના પાનથી બનેલો ઉકાળો અને જ્યૂસ પીવાથી ઘટતા પ્લેટલેટ્સને વધારી શકાય છે.

એ માટે પપૈયાના બે પાનને બરાબર ધોઇને કટ કરી લેવા, એ પછી મધ્યમ આકારનું અડધુ પપૈયુ લઈને તેના નાના ટૂકડા કરી લેવા, પછી તેમા ત્રણ ચમચી લીંબુનો રસ કે અડધો કપ નારંગીનો જ્યૂસ મિક્સ કરી લેવું. આ દરેક વસ્તુ મિક્સ પીસી લેવું.

image source

નારિયેળ પાણી

ડેન્ગ્યુ સામાન્ય રીતે શરીરમાં ડિહાઇડ્રેશન પેદા કરે છે. આ સ્થિતિમાં શરીરને ડ્રાય રોગથી બચાવવા માટે નારિયેળ પાણીનું સતત સેવન કરવું જોઇએ. નારિયેળ પાણી પ્રાકૃતિક પોષક તત્વોનો ખજાનો છે ડેન્ગ્યુના દર્દીઓ સામાન્ય રીતે મન ખરાબ થવું, ઉલટી આવવી જેવી સમસ્યા થાય છે. નારિયેળ પાણી આ સમસ્યાથી બચાવે છે.

image source

તુલસીના પાન

તુલસીના પાંદડાને ગરમ પાણીમાં ઉકાળીને દર્દીને પીવડાવી દો. તુલસીની ચા પણ ડેન્ગ્યુના દર્દીને ખુબ જ આરામ આપે છે. આ ચા દિવસમાં ત્રણથી ચાર વાર પી શકાય છે. તુલસીના પાંદડાને ઉકાળીને તેમાં મધની સાથે પીવો. તેનાથી ઈમ્યુનિટી સિસ્ટમ ખુબ જ સારી બને છે.

image source

આ બાબતો નું રાખવું ધ્યાન

ડેંગ્યુ ન થાય એ માટે ઘર પાસે કુંડા માટલા નાના ખાબોચિયા વોટર કુલર વાસણ વગેરે માં પાણી ભરાઈ ન રહે અને મચ્છર પેદા ન થાય તેનું ધ્યાન રાખો. ફૂલ સ્લિવ ના કપડાં પહેરો. પગ પણ આખા ઢંકાય તેવા કપડાં પહેરો. મચ્છર ભગાડતા ઓલ આઉટ જેવા મશીનો અને કાચબા છાપ જેવી ગૂંચલા અગરબતીઓ મચ્છર તો ભગાડે પણ તેનો કેમિકલ ધુમાડો સસણી અને કફ કરી મૂકે તેથી તેનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

Related Posts

0 Response to "જાણો ડેન્ગ્યુથી બચવા માંગો છો જરૂર કરો આ ઉપાય, જેનાથી મળશે ઘણી સુરક્ષા…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel