જે વ્યક્તિની કુંડળીમાં હોય આ યોગ, તો એમનું નામ નોંધાય છે ઇતિહાસમાં અને બને છે ખુબ જ મહાન વ્યક્તિ
જ્યોતિષશાસ્ત્રમાં હજારો યોગ બતાવવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક શુભ ફળ આપતાં તો કેટલાક અશુભ ફળ આપતા હોય છે. દુનિયામાં કરોડો લોકો જીવન જીવી રહ્યા છે. સામાન્ય અને સફળ જીવન જીવતા લોકો રોજિંદા કામમાં વ્યસ્ત રહે છે. એવુ કહેવાય છે કે જેમની કુંડળીમાં એવા યોગ હોય છે તે વ્યક્તિ ગરીબ પરિવારમાં પણ જન્મ લઈને પણ એક દિવસ ધનવાન બની જાય છે.
સફળ-મહાન વ્યક્તિ બનનારની કુંડળીમાં કેટલાક વિશિષ્ઠ જ્યોતિષયોગો હોવા જરૂર હોય છે. અને આવા યોગના બળે તેઓ અનોખા યાદગાર સદ્કાર્યો કરી ઇતિહાસમાં હંમેશા પોતાનું નામ નોંધાવી જાય છે. આજે અમે તમને એવા જ યોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમની જન્મ કુંડળીમાં પંચમહાપુરૂષ યોગના યોગમાંથી કોઇ એક યોગ હોય તો સામાન્ય વ્યક્તિ પણ મહાન બની જાય છે. તો ચાલો જાણી લઈએ એ યોગ વિશે..
image source
રુચક યોગ
આ યોગ પંચમહાપુરુષ યોગમાથી એક મહત્વનો યોગ છે. જેમની કુંડલીમાં આ યોગ થતો હોય અને એ યોગ રચનાર ગ્રહની મહાદશા જીવનમાં આવતી હોય તે વ્યક્તિ લાખોમાં એક એવી મહાન વ્યક્તિ બને છે.
image source
રુચક યોગ નો મતલબ?
જન્મ કુંડળીમાં મંગળ ઉચ્ચ રાશિમાં (મકર રાશિમાં) 1લા, 4થા – 7મા કે 10મા સ્થાને હોય અર્થાત્ કેન્દ્ર સ્થાને હોય અને તેની ઉપર કોઇ અશુભ ગ્રહની દૃષ્ટી ન હોય તથા તેની સાથે કોઇ અશુભ ગ્રહ બેઠો ન હોય તથા મંગળ સાથે સાથે 6,8 કે 12મા સ્થાનનો સ્વામી બેઠો ન હોય ત્યારે શુધ્ધ રુચક યોગ અર્થાત્ પંચમહાપુરૂષ હોય રચાય છે.
આ યોગ કર્તા ગ્રહ મંગળની દશા જો જીવનમાં આવતી હોય તો તે સમયમાં તે વ્યક્તિ પોતાના મહાનકાર્ય કે પ્રદાનથી મહાન બની હંમેશા તેનું નામ અમર બની જાય છે. જન્મ કુંડળીમાં મંગળ મારક ન બનવો જોઇએ. તેમજ મંગળ સ્થાનબળી થવો જોઇએ. મોટા ભાગે લગ્ને – 10મા સ્થાને તેનું ઉત્તમ ફળ જોવા મળે છે.
image source
યોગનું ફળ: આ યોગમાં જન્મનાર વ્યક્તિ શક્તિશાળી, સહનશીલ, હિંમતવાન, સાહસિક, શત્રુને યુદ્ધમાં પરાજિત કરનાર સેનાપતિ અથવા નેતા અગ્રીમ વ્યક્તિ તથા મંત્ર-તંત્ર શાસ્ત્ર જાણનાર, જમીન જાગીરનો સ્વામી, ધાતુવિદ્યાનો જાણકાર બને છે. વિજ્ઞાન ટેક્નોલોજી, ધર્મ, યુદ્ધ ક્ષેત્રે મહાન બને છે..
image source
ઉચ્છિષ્ટ ગણપતિ મંત્રઃ લાલ ચાંદનના વૃક્ષના મુળિયા માંથી અંગુઠાના માપ જેટલી ગણપતિની મૂર્તિ બનાવીને એ મૂર્તિનું પૂજન કરીને નીચેના મંત્રના એક લાખ જાપ કરવાથી બધી જ ઇચ્છાઓની પૂર્તિ થાય છે.
“ૐ હસ્તિ પિશાચિ લિખે સ્વાહા”
ગણપતિનો વિનાયક મંત્ર: સાધક નીચેના મંત્રના છ માસમાં છ લાખ જાપ પૂર્ણ કરે તો તેને સર્વકાર્ય સિદ્ધિ જરૂર પ્રાપ્ત થાય છે.
“ૐ વક્રતુણ્ડાય ર્હું”
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "જે વ્યક્તિની કુંડળીમાં હોય આ યોગ, તો એમનું નામ નોંધાય છે ઇતિહાસમાં અને બને છે ખુબ જ મહાન વ્યક્તિ"
ટિપ્પણી પોસ્ટ કરો