માતાની થઇ ડિલીવરી, પણ પૈસા ના હોવાને કારણે ડોક્ટરે નવજાતને છીનવું લીધું માતા પાસેથી, અને વેંચીને..જાણો ક્યાં બની આ ઘટના
ડીલીવરી ફીસ ચુકવવા માટે ના હતા ૩૫ હજાર રૂપિયા, ડોક્ટર્સએ નવજાત બાળકને માતા પાસેથી છીનવી લીધું અને વેચી દીધું.
પૃથ્વી પર ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ તે ભગવાન કોઈ માતા પાસેથી તેમના નવજાત બાળકને છીનવી લઈને વેચી શકે છે. આવું સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે પરંતુ આવી જ ઘટના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા જીલ્લામાં સામે આવી છે. જ્યાં ડીલીવરી પછી એક દંપતિને લગભગ ૩૫ હજાર રૂપિયાની ફીસ આપવામાં પોતાની અસમર્થતા દર્શાવી. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, હોસ્પિટલ વાળાઓએ તેમની પાસેથી જબરદસ્તી બાળક છીનવી લીધું અને એક કાગળ પર અંગુઠો લગાવડાવી દીધો.
ડીલીવરી ફીસ ચુકવવા માટે ના હતા ૩૫ હજાર રૂપિયા, ડોક્ટર્સએ નવજાત બાળકને માતા પાસેથી છીનવી લીધું અને વેચી દીધું.

આ ઘટના કઈક આવી બની, ૩૬ વર્ષની ઉમર ધરાવતી બબિતાએ ગયા અઠવાડિયે એક બાળકને જન્મ આપ્યો હતો, આ ડીલીવરી સર્જરી દ્વારા કરવામાં આવી હતી. આ દંપત્તિની પાંચમી સંતાન છે અને તેઓ ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા જીલ્લામાં શંભુ નગર વિસ્તારમાં ભાડના રૂમમાં પોતાના પતિ શિવચરણની સાથે રહે છે. આપને જણાવીએ કે, શિવચરણ રીક્ષા ચાલક છે. રીક્ષા ચલાવીને તેઓ દિવસના ૨૦૦ થી ૩૦૦ રૂપિયા કમાઈ લે છે. તેમના સૌથી મોટા દીકરાની ઉમર ૧૮ વર્ષનો છે. તેઓ એક ચપ્પલ કંપનીમાં મજુરી કરે છે. કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે દેશમાં લોકડાઉન લાગુ હોવાથી તેમની ફેક્ટરી બંધ થઈ ગઈ તો તેઓ બેરોજગાર થઈ ગયા.

હિંદુસ્તાનની ખબર મુજબ, તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ એક આશા વર્કર તેમના ઘરે આવે છે અને બબિતાને તે ફ્રીમાં ડીલીવરી કરાવી દેશે. શિવચરણનું કહેવું છે કે, આ લોકોનું નામ આયુષ્યમાન ભારત યોજનામાં હતું નહી, પરંતુ આશા વર્કરનું કહેવું છે કે, ફ્રી ઉપચાર કરાવી દેશે. જયારે બબિતા હોસ્પિટલ પહોચે છે તો હોસ્પિટલ વાળા કહે છે કે, સર્જરી કરવી પડશે. તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૨૦ની સાંજે ૬:૪૫ વાગે તેણે એક દીકરાને જન્મ આપ્યો. હોસ્પિટલ વાળાઓએ એ લોકોને લગભગ ૩૫ હજાર રૂપિયાનું બીલ થમાવી દીધું.
ડીએમએ કહ્યું, કરાવશે તપાસ.
શિવચરણનું કહેવું છે કે, ‘મારી પત્ની અને હું લખી-વાંચી નથી શકતા. અમે લોકોનો હોસ્પિટલ વાળાઓએ કેટલાક કાગળો પર અંગુઠો લગાવડાવી લીધા. અમને લોકોને ડીસ્ચાર્જ પેપર આપવામાં આવ્યા નહી. તેમણે બાળકને એક લાખ રૂપિયામાં ખરીદી લીધું.’ ત્યાં જ જયારે આ મામલો આગ્રા જીલ્લાના ડીએમ પ્રભુનાથ સિંહની સામે આવ્યો તો તેમણે કહ્યું છે કે, ‘આ મામલો ઘણો ગંભીર છે. એની તપાસ કરવામાં આવશે અને ગુનેગારોની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
હોસ્પિટલ પ્રશાસનને આપી સ્પષ્ટતા.:
ત્યાં જ, હોસ્પિટલએ બધા આરોપોને ખારીજ કર્યા છે. તેમણે કહ્યું છે કે, બાળકને દંપતીએ છોડી દીધું હતું. તેને દત્તક લઈ લેવામાં આવ્યું છે, ખરીદવા કે પછી વેચવામાં નથી આવ્યું. અમે લોકોએ તેમને બાળકને છોડવા માટે મજબુર નથી કર્યા. ટ્રાન્સ યમુના વિસ્તારના જેપી હોસ્પિટલના વ્યવસ્થાપક સીમા ગુપ્તાનું કહેવું છે કે, ‘મારી પાસે માતા પિતાની સહી કરવામાં આવેલ લેખિત સમાધાનની એક કોપી છે. એમાં તેમણે પોતે બાળકને છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.’
આ બાજુ, બાળ અધિકાર કાર્યકર્તા નરેશ પારસનું કહેવું છે કે, હોસ્પિટલના સ્પષ્ટીકરણ કરવાથી તેમનો ગુનો ઓછો નથી થઈ જતો. દરેક બાળકને દત્તક લેવાની પ્રક્રિયા કેન્દ્રીય દત્તક ગ્રહણ સંસાધન પ્રાધિકરણ દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રક્રિયા હેઠળ જ બાળકને દત્તક આપવાની અને લેવામાં આવવું જોઈએ. હોસ્પિટલ પ્રશાસનની પાસે જે લેખિત સમાધાન છે, તેનું કોઈ મુલ્ય છે નહી. તેમણે અપરાધ કર્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "માતાની થઇ ડિલીવરી, પણ પૈસા ના હોવાને કારણે ડોક્ટરે નવજાતને છીનવું લીધું માતા પાસેથી, અને વેંચીને..જાણો ક્યાં બની આ ઘટના"
ટિપ્પણી પોસ્ટ કરો