તમે પણ નથી લગાવ્યું ફાસ્ટેગ તો આજે જ લગાવો, આ તારીખ બાદ નહીં મળે ટોલનાકા પર એન્ટ્રી
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફાસ્ટેગને હવે અનિવાર્ય કરવા માટેની તમામ કવાયત શરૂ કરી છે. આ પ્રમાણે નિયમ અનુસાર 15 ફેબ્રુઆરીથી ફાસ્ટેગને અનિવાર્ય કરી લેવામાં આવશે. જો તમે હજુ સુધી એમ વિચારી રહ્યા હોવ કે સરકાર ફરીથી આ તારીખ લંબાવી દેશે એટલે હમણાં ફાસ્ટેગ નથી લગાવવું તો તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.

સરકારે સ્પષ્ટ રીતે કહ્યું છે કે 15 ફેબ્રુઆરીની ફાસ્ટેગની ડેડલાઈનને હવે વધારી શકાશે નહીં. તમારે તેને ફરજિયાત રીતે વાહન પર લગાવવું પડશે. જો તમારા વાહન પર ફાસ્ટેગ નહીં હોય તો તમે ટોલ પસાર કરી શકશો નહીં. સરકારે ટોલ નાકા પર કેશની સિસ્ટમ પણ બંધ કરી છે. આ સમયે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તો આજે જ ઝડપથી તમારા વાહન પર ફાસ્ટેગ લગાવી લો તે જરૂરી છે. અગાઉ સરકારે આ માટેની ડેડલાઈન 1 જાન્યુઆરી રીખી હતી પણ પાછળથી વધારીને 15 ફેબ્રુઆરી કરી હતી.
ફાસ્ટેગમાં પણ કરાઈ છે ખાસ સ્ટીકર વ્યવસ્થા

અધિકારીઓના જણાવ્યા અનુસાર કાર, જીપ વાન માટે બ્લૂ ફાસ્ટ ટેગ સૂચવવામાં આવ્યા છે. લાઇટ કમર્શિયલ વાહનો માટે લાલ અને પીળો રંગ, બસો માટે લીલો અને પીળો, મિની બસો માટે નારંગી રંગ નક્કી કરવામાં આવ્યો છે.
ફાસ્ટેગ શું છે

ફાસ્ટેગ એ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ટેક્નોલોજી છે. તેમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID)નો ઉપયોગ થાય છે. ફાસ્ટેગ એ રિચાર્જ કરવામાં આવતું પ્રિપેડ ટેગ છે, જે તમારે તમારા વાહનની વિન્ડશિલ્ડ પર અંદરની બાજુ લગાવવાનું રહે છે. ફાસ્ટેગ વેલિડીટી પાંચ વર્ષ સુધીની હોય છે. એક વાર ફાસ્ટેગ ખરીદ્યા બાદ તેને રિચાર્જ કરાવવાનું હોય છે. અથવા તમે ટોપ-અપ પણ કરાવી શકો છો.
ક્યાંથી લઈ શકાશે ફાસ્ટેગ

SBI, ICICI, HDFC, એક્સિસ બેંક જેવી દેશની લગભગ બધી મોટી સરકારી અને ખાનગી બેંકો ફાસ્ટેગ લઈ શકે છે. ફાસ્ટેગ એમેઝોન અથવા પેટીએમથી પણ ખરીદી શકાય છે. મોટા પેટ્રોલ પંપ પર પણ ફાસ્ટેગ ખરીદવાની સુવિધા છે. તેમજ, NHAI દ્વારા ફાસ્ટેગની ફ્રી સુવિધા માટે તમામ ટોલ પ્લાઝા પર વેચાણ કેન્દ્રો ગોઠવવામાં આવ્યા છે.
આ ડોક્યૂમેન્ટ્સની મદદથી સરળતાથી મળી જશે ફાસ્ટેગ

ફાસ્ટેગ માટેની અરજીની સાથે
1. વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ( RC )
2. વાહનના માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
3. વાહનના માલિકની કેટેગરી મુજબ કેવાયસી ( KYC ) ડોક્યુમેન્ટ
જેમાં એક ફોટો આઈડી અને સરનામાના પુરાવો અને એક પાસપોર્ટ સાઈઝનો ફોટો ગ્રાફ ફરજિયાત છે.
ડ્રાઈવીંગ લાયસન્સ અથવા પાનકાર્ડ, પાસપોર્ટ, મતદાર આઈડી કાર્ડ, આધાર કાર્ડ
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "તમે પણ નથી લગાવ્યું ફાસ્ટેગ તો આજે જ લગાવો, આ તારીખ બાદ નહીં મળે ટોલનાકા પર એન્ટ્રી"
ટિપ્પણી પોસ્ટ કરો