તીર્થ સ્થળ કે પવિત્ર નદીમાં નથી જઈ શકતા તો આ સરળ વિધિથી ઘરે જ કરવું શ્રાદ્ધ કર્મ

હિન્દુ ધર્મમાં એવું કહેવામાં આવ્યું છે કે દેવી-દેવતાઓને પ્રસન્ન કરતા પહેલા વ્યક્તિએ પોતાના પિતૃઓ એટલે કે પૂર્વજોને ખુશ કરવા જોઈએ. પિતૃ પક્ષ દરમિયાન, પૂર્વજોને શ્રાદ્ધ કર્મ અને તર્પણ કરીને યાદ કરવામાં આવે છે અને તેઓને ઘરના પરિવારમાં કૃપા બનાવી રાખવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ વર્ષે, કોરોના વાયરસને લીધે, તીર્થસ્થાન, પવિત્ર નદી અથવા સંગમ વગેરે સ્થળોએ પૂજા કરવી શક્ય નથી, તો પછી તમે આ પદ્ધતિને અનુસરીને ઘરે શ્રાદ્ધ કર્મ કરી શકો છો.

image source

ઘરે જ શ્રાદ્ધ અને તર્પણ

  • શ્રાદ્ધ વાળી તિથી પર સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરો અને જ્યાં સુધી શ્રાદ્ધ કર્મ થઇ ન જાય, ત્યાં સુધી કઈ પણ ન ખાવું. માત્ર પાણી પી શકો છો. બપોરે 12 વાગ્યાની આસપાસ શ્રાદ્ધ કરવામાં આવે છે.
  • દક્ષિણ દિશામાં મોઢું રાખીને ડાબા પગને વાળીને, જમણા ગોઠણને જમીન ઉપર અડાડીને બેસી જવું.
  • ત્યાર પછી તાંબાના મોટા વાસણમાં જવ, તેલ, ચોખા, ગાયનું કાચું દૂધ, ગંગાજળ, સફેદ ફૂલ અને પાણી નાખવું.
  • હાથમાં દર્ભ ઘાસ રાખવું. પછી તે જળને બંને હાથોમાં ભરીને જમણા હાથના અંગુઠાથી તે વાસણમાં નાખવું. આવી રીતે 11 વખત કરીને પિતૃનું ધ્યાન ધરવું.
  • પિતૃ માટે અગ્નિમાં ખીર અર્પણ કરો. ત્યાર પછી પંચબલી એટલે દેવ, ગાય, કુતરા, કાગડા અને કીડી માટે ભોજન સામગ્રી અલગ કરીને કાઢી લો.
  • કુશ, તલ અને પાણી લઈને દક્ષિણ દિશા તરફ થઈને સંકલ્પ કરવો. આ પછી, એક અથવા ત્રણ બ્રાહ્મણોને ભોજન કરાવવું. કોઈ પ્લેટ અથવા પાંદડા પર બ્રાહ્મણ માટે પ્રસન્ન મનથી ભોજન પીરસવું.

image source

દાન- દક્ષિણા

ભોજન પછી શક્તિ મુજબ દક્ષિણા અને અન્ય સામગ્રી દાન કરો. આ દિવસે બ્રાહ્મણો અને ગરીબોને દાન આપવું જોઈએ. તમારે ગાય, જમીન, તલ, સોનું, ઘી, કપડા, અનાજ, ગોળ, ચાંદી અને મીઠું દાન કરવું જોઈએ. આ પછી, બ્રાહ્મણે સ્વસ્તીવાચન અને વૈદિક પાઠ કરવો જોઈએ. ઉપરાંત, પરિવાર અને પિતૃ પ્રત્યે શુભેચ્છાઓ વ્યક્ત કરવી જોઈએ.

image source

શ્રાદ્ધની અહમ તિથિઓ

પિતાનું શ્રાદ્ધ અષ્ટમીના દિવસે અને માતાનું નવમીના દિવસે કરવામાં આવે છે. બીજી બાજુ, જેઓ અકાળે મૃત્યુ, અકસ્માત અથવા આત્મહત્યાને કારણે મૃત્યુ પામ્યા છે, તેઓ શ્રાદ્ધ ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે. દ્વાદ્વાશી પર સંતો અને તપસ્વીઓનું શ્રાદ્ધ પર કરવામાં આવે છે. જે પિતૃના મૃત્યુની તારીખ યાદ ન હોય તેનું શ્રાદ્ધ અમાવસ્યા ના દિવસે કરવામાં આવે છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

Related Posts

0 Response to "તીર્થ સ્થળ કે પવિત્ર નદીમાં નથી જઈ શકતા તો આ સરળ વિધિથી ઘરે જ કરવું શ્રાદ્ધ કર્મ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel