શું તમારા શરીર પર બહુ પડી ગયા છે વાગ્યના નિશાન? તો મુંઝાયા વગર જલદી ફોલો કરો આ ટિપ્સ
દુનિયામાં ભાગ્યે જ કોઈ હશે જે ક્યારેય ઈજાગ્રસ્ત ન થયું હોય.સમય જતાં,જખમો મટી જાય છે પરંતુ તેમના ડાઘ ક્યારેય જતા નથી.કેટલાક લોકો ડાઘોને દૂર કરવા માટે લેસર ટ્રીટમેન્ટના ઉપયોગ સર્જરી કરાવે છે.પરંતુ જો તમે ઘરે જ આ નિશાનોને દૂર કરવા માટે કેટલાક ઉપાય કરવા માંગતા હો,તો પછી તમે કેટલીક કુદરતી પદ્ધતિઓ અપનાવી શકો છો.ચાલો અમે તમને જણાવીએ એ પદ્ધતિ વિશે.
લીંબુ

નાનકડું લીંબુ ઘણા ગુણધર્મો ધરાવે છે.ખાસ કરીને,તે કુદરતી બ્લીચિંગ એજન્ટ છે.એટલું જ નહીં,તે ડાઘોને દૂર કરવામાં પણ અસરકારક છે.આ ઉપરાંત,લીંબુ ત્વચાના મૃત કોષોને પણ દૂર કરે છે અને નવી ત્વચાના વિકાસમાં મદદ કરે છે.ડાઘને ઘટાડવા માટે રૂને લીંબુના રસમાં પલાળીને તેને ડાઘ ઉપર ઘસવું.આ એક અઠવાડિયા સુધી દરરોજ કરો.તમે એક મોટો તફાવત જોશો.તમે લીંબુની જગ્યા પર ટમેટા અને બટાકા નો પણ ઉપયોગ કરી શકો છો.જો તમને કોઈ એલર્જીની સમસ્યા હોય,તો આ ઉપાય તમારા ત્વચાના ડોક્ટરની સલાહ લીધા પછી જ કરવો જોઈએ.
મધનો ઉપયોગ

લીંબુ ઉપરાંત,મધને કુદરતી રીતે ડાઘ ઓછું કરવા માટે ઉપયોગમાં શકાય છે.ખરેખર ડાઘ થવાથી મૃત ત્વચા થાય છે.મધ ત્વચાની નવી પેશીઓ વિકસાવીને ડાઘોને ઘટાડે છે.તેનો ઉપયોગ કરવા માટે,તમારે દરરોજ થોડા ટીપાં મધ લેવા જોઈએ અને તેને ડાઘ ઉપર નિયમિતપણે લગાડવા જોઈએ.સારા પરિણામ માટે તમે મધ અને લીંબુનો રસ પણ ભેળવી શકો છો.
કાકડીના ફાયદાઓ

કાકડી ત્વચાને નરમ બનાવે છે અને ત્વચાને હાઇડ્રેટ રાખે છે.તમારી ત્વચાના ડાઘ પર કાકડી લગાડવાથી ખુબ ફાયદો થાય છે.આ માટે તમે કાકડીની પેસ્ટ બનાવો અને તેને નિશાન પર લગાવો.વધુ સારા પરિણામો માટે, તમે નિયમિતરૂપે પેસ્ટ લગાવો.
ચંદન પણ અસરકારક છે

તમે કદાચ નહીં જાણતા હોવ,પરંતુ શરીર પરના ડાઘને દૂર કરવા માટે ચંદન પાવડર ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરવા માટે,તમે ચંદનના પાવડરમાં ગુલાબજળ મિક્સ કરો અને તેમાં બે ચમચી દૂધ ઉમેરો અને એક જાડી પેસ્ટ બનાવો અને તેને નિશાન પર લગાવો.આ પેસ્ટ નિશાન પર લગાવ્યા બાદ એક કલાક સુકાવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.થોડા દિવસોમાં તમને ફરક જોવા મળશે.
બેકિંગ સોડા

જો તમે પણ શરીર પરના ડાઘથી ચિંતિત છો,તો બેકિંગ સોડા ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.બેકિંગ સોડાની ત્રણ ચમચી પાણી સાથે મિક્સ કરો.આ મિશ્રણને ડાઘ પર લગાવો અને થોડી મિનિટો માટે રહેવા દો.આ પેસ્ટ લગાવતી વખતે ડાઘવાળી જગ્યા પર આ પેસ્ટ વધુ ઘસવી નહીં અને ત્યારબાદ સાફ પાણીથી તે પેસ્ટ સાફ કરી નાખો.તમને એક અઠવાડિયામાં જ તફાવત દેખાવા લાગશે.
ક્રીમ અને લોશન

ઘરેલું ઉપાય સિવાય તમે ડાઘ દૂર કરવા માટે ક્રિમ અને લોશનનો ઉપયોગ પણ કરી શકો છો.આવું કરતા પહેલાં, તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો.તમે તેને નિયમિત રૂપે દિવસમાં ઘણી વખત લગાવી શકો છો અને ડાઘથી છૂટકારો મેળવી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શું તમારા શરીર પર બહુ પડી ગયા છે વાગ્યના નિશાન? તો મુંઝાયા વગર જલદી ફોલો કરો આ ટિપ્સ"
ટિપ્પણી પોસ્ટ કરો