એક શિક્ષિકાના ઓનલાઈન ક્લાસમાં આ શું થયું, માતા-પિતાએ જોયું તો બાળકોના ફોનમાં ચાલતા’તાં અશ્લીલ વીડિયો અને….
લોકડાઉનને કારણે દેશભરની શાળાઓ અને કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ આપીને ક્લાસ લેવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, બાળકોને ઘરેથી અથવા લેપટોપ અથવા સ્માર્ટફોન દ્વારા ઓનલાઇન અભ્યાસ કરવો પડી રહ્યો છે. ઓનલાઇન શિક્ષણને લઈને દેશના ખૂણે-ખૂણેથી વિવિધ પ્રકારનાં સમાચારો આવી રહ્યા છે. આવા જ એક સમાચાર મધ્યપ્રદેશના શ્યોપુરથી આવી રહ્યા છે. ત્યાં સ્કૂલમાં બાળકોના ઓનલાઈન ક્લાસ લેતા સમયે બાળકોના મોબાઈલ પર એક પોર્ન મૂવી ચાલુ થઈ ગઈ હતી, ત્યારબાદ માતા-પિતામાં હંગામો મચી જવા પામ્યો હતો.
બાળકોના મોબાઇલ ફોન્સ પર અશ્લીલ વીડિયોઝ શરૂ થયા

મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના શ્યોપુરમાં 8મા ધોરણના બાળકોના વોટ્સએપ ગ્રુપ પર ઓનલાઇન ક્લાસ ચલાવવામાં આવી રહ્યા હતા. તે જ સમયે, બાળકોના મોબાઇલ ફોન્સ પર અશ્લીલ વીડિયોઝ શરૂ થયા, ત્યારબાદ માતાપિતામાં હંગામો થયો હતો. જ્યારે અચાનક જ અશ્લીલ વીડિયો તેમના બાળકોના મોબાઇલ પર ચાલવા લાગ્યો ત્યારે તમામ બાળકોના માતાપિતા ચોંકી ગયા હતા. નવા નવા અવાજો આવતા જ માતા-પિતાને શંકા ગઈ હતી કે કશુંક લોચા પડ્યા હતા.
સ્ત્રી શિક્ષિકા ઓનલાઈન અંગ્રેજી ક્લાસ લઈ રહી હતી

એવું કહેવામાં આવે છે કે આ ઘટના પછી પરિવારના સભ્યોએ શિક્ષકોને ખૂબ સાંભળ્યું છે. ખરી ખોટી વાતો કરીને લતાડી નાંખ્યા છે. બન્યું એવું કે એક સ્ત્રી શિક્ષિકા બાળકોનો ઓનલાઈન અંગ્રેજી ક્લાસ લઈ રહી હતી. તે જ સમયે, જ્યારે માતાપિતાની નજર તેમના બાળકોના મોબાઇલ ફોન્સ પર પડી ત્યારે તેઓ ચોંકી ગયા. નામ જાહેર ન કરવાની શરતે એક સરકારી અધિકારીએ કહ્યું કે આ ઘટના પછી અમે તરત જ ઓનલાઇન વર્ગો બંધ કરી દીધા હતા અને ફોન બંધ કર્યો હતો.
ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવી રહી છે

ઉલ્લેખનીય છે કે શ્યોપુર એ મધ્યપ્રદેશનો સરહદી જીલ્લો છે કે જે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાની નજીક છે. શાળાના આચાર્યનું માનવું છે કે આ કૃત્ય કોઈપણ શિક્ષક કરી શકે નહીં, હેકરે આ તોફાની કૃત્ય કર્યું છે. દરેક વસ્તુની હાલમાં ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવી રહી છે, સુરક્ષા કડક કરવામાં આવી રહી છે જેથી આ રીતે ફરી બાળકોના ઓનલાઇન વર્ગો શરૂ કરવામાં આવે ત્યારે તકલીફ ન થાય.
દિવાળી સુધી શાળાઓ રહેશે બંધ

રાજ્યના મંત્રીમંડળની બેઠકની બેઠકમાં વાલીઓના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન સામે આવ્યું હતુ. શિક્ષણમંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ગુજરાતમાં હાલ શાળાઓ નહીં ખૂલે, જેથી રાજ્યના ધોરણ – 9થી 12ના વિદ્યાર્થી શાળાએ નહીં જઈ શકે. પરંતુ કેન્દ્રની ગાઈડલાઈન મરજીયાત છે. કોરોના વાયરસનાં વધતા સંક્રમણ વચ્ચે વાલીઓ અસમંજસમાં હતો કે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા કે નહીંસ, તે સવાલનો આજે સુખદ અંત આવ્યો હતો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "એક શિક્ષિકાના ઓનલાઈન ક્લાસમાં આ શું થયું, માતા-પિતાએ જોયું તો બાળકોના ફોનમાં ચાલતા’તાં અશ્લીલ વીડિયો અને…."
ટિપ્પણી પોસ્ટ કરો