જેનેલિયા- પ્રતિકથી લઈને રણવીર પ્રિયંકા સુધી, આ છે પડદાના બેસ્ટ ભાઈ બેનની જોડી.
રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર. ભાઈ બહેનના પ્રેમથી સજાવેલો આ તહેવાર જણાવે છે કે કાચો દોરાથી બાંધેલી ભાઈ બહેનના સંબંધની દોરી કેટલી મજબૂત હોય છે. બાળપણથી સાથે લડત ઝગળતા, ક્યારેક એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે તો ક્યારેક એકબીજાના રહસ્ય ખોલતા ભાઈ બહેન એક એવા મિત્રોની જેમ હોય છે જેના વગર જિંદગી જ અધૂરી હોય છે.

બોલીવુડમાં પણ ભાઈ બહેનોના પ્રેમની આવી ઘણી બધી સ્ટોરી બતાવવામાં આવી છે. હિન્દી સિનેમામાં પડદા પર અમુક કલાકારોએ એકબીજાના ભાઈ બહેનનો પણ રોલ કર્યો છે અને આ રોલ્સ દ્વારા આપણને બતાવવામાં આવ્યું છે કે ભાઈ બહેન કેવા કેવા હોય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે પડદાના અમુક જ ભાઈ બહેનથી જેમનું બોન્ડિંગ ફેન્સને આવી હતી પસંદ.
જેનેલિયા ડીસુઝા અને પ્રતીક બબ્બર.

ફિલ્મ જાને તું યા જાને નામાં જેનેલિયા ને પ્રતિકે બહેન ભાઈનો રોલ કર્યો હતો. બન્ને દર વખતે અંદરોઅંદર લડતા રહે છે. પણ એકબીજાના મનની વાત પણ સારી રીતે સમજે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે અદિતી ખુદ એ નથી સમજી શકતી કે એ જયને પ્રેમ કરે છે પણ એનો ભાઈ એને એ વાતનો અહેસાસ કરાવે છે. ફેન્સને જેનેલિયા અને પ્રતિકનું બોન્ડિંગ ખૂબ જ ગમી હતી
અરબાઝ ખાન અને કાજોલ.

ફિલ્મ પ્યાર કિયા તો ડરના કયામાં અરબાઝ ખાને કાજોલના મોટાભાઈનો રોલ કર્યો હતો.ફિલ્મમાં બતાવવામા આવ્યું હતું કે કેવી રીતે માતા પિતાના ગુજરી ગયા પછી અરબાઝ એની નાની બહેન કાજોલનું ધ્યાન રાખે છે. એ એની દરેક ઈચ્છા પૂરી કરે છે પણ સાથે જ એ એની બહેનને લઈને ઓવરપ્રોટેકટિવ રહે છે અને એટલે કોઈપણ એની બહેનની નજીક નથી આવતું.
ઐશ્વર્યા અને શાહરૂખ.

ઐશ્વર્યા અને શાહરૂખે પડદા પર રોમેન્ટિક પાત્ર બહુ કર્યા પણ ફિલ્મ જોશમાં બન્નેએ ભાઈ બહેનનો રોલ કર્યો હતો. એશ અને શાહરૂખે ફિલ્મમાં ભાઈ બહેનની એક એવી જોડી બતાવી હતી જે દરેક સમયે સાથે રહે છે, મસ્તી કરે છે અને એકબીજાના દિલની વાત પણ સમજી જાય છે. એ એક એવા ભાઈ બહેન છે જે અસલમાં એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ હોય છે.
શ્વેતા બસુ પ્રસાદ અને શ્રેયસ તલપડે.

ક્યારેક ક્યારેક તમારી બહેન જ તમારી જિંદગીમાં સૌથી મોટી પ્રેરણા અને સૌથી મોટો સહારો હોઈ શકે છે. ફિલ્મ ઇકબાલમાં શ્વેતા અને શ્રેયસે ભાઈ બહેનનો રોલ કર્યો હતો. ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે શ્વેતા એક એવી બહેન હોય છે જે એના ભાઈના સપનાઓમાં વિશ્વાસ રાખે છે અને એને એની મંજિલ સુધી પહોંચવામાં મદદ કરે છે.
રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા.

રણવીર અને પ્રિયંકાએ ફિલ્મ દિલ ધડકને દોમાં ભાઈ બહેનનો રોલ કર્યો હતો. એ બન્ને એક એવા ભાઈ બહેનના રોલમાં હતા જે એકબીજાને એમના માતા પિતા કરતા વધુ સારી રીતે સમજે છે. પ્રિયંકાને અસલમાં શુ સારું નથી લાગી રહ્યું કે બિઝનેસ અને પરિવારમાં એનું શુ યોગદાન છે એ એનો ભાઈ રણવીર સિંહ સારી રીતે સમજે છે. બન્નેની આ સમજદાર ભાઈ બહેનની જોડીને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો.
0 Response to "જેનેલિયા- પ્રતિકથી લઈને રણવીર પ્રિયંકા સુધી, આ છે પડદાના બેસ્ટ ભાઈ બેનની જોડી."
ટિપ્પણી પોસ્ટ કરો