જો તમે સપ્ટેમ્બર મહિનામાં આ રીતે તડકાથી બચાવશો તમારી સ્કિનને, તો નહિં થાય ક્યારે કોઇ સમસ્યા
સપ્ટેમ્બરના તડકાને લીધે ત્વચા કાળી થઈ જાય છે.વરસાદના કારણે ઉત્પન્ન થતી ગરમી ત્વચાને લગતા ઘણા રોગ ઉદ્ભવી શકે છે.તેથી બની શકે ત્યાં સુધી બપોરના તડકામાં જવું ટાળવું જોઈએ,કારણ કે આ તડકાના કિરણો સીધા તમારી ત્વચા પર પડે છે અને એ ત્વચાનો રંગ ઘાટો કરી દે છે.સ્ત્રીઓ અને પુરુષો બંને પોતાની ત્વચા સુધારવા માટે પાર્લરમાં અને સલૂનમાં જઈ શકે છે,પણ અત્યારના ચાલતા કોરોનાના સમયમાં દરેક વ્યક્તિ પાર્લર અને સલૂનમાં જતા ડરે છે.તેથી અત્યારે સપ્ટેમ્બરના તડકાથી બચવા માટે તમારે થોડી કાળજી લેવાની જરૂર છે અને ઘરેલુ ઉપાય અપનાવીને તમારી ત્વચાનો રંગ ઘાટો થતા બચાવવું જરૂરી છે.ચાલો આજે અમે તમને જણાવીએ તમારી ત્વચાને સુરક્ષિત કરવા માટેના ઉપાયો વિશે.

બહાર જતા સમયે ચહેરો,હાથ વગેરે ઢાંકવા જોઈએ.કોટનના ડ્રેસ પહેરવા જોઇએ,કારણ કે કોટનના કપડાં પરસેવો સરળતાથી ગ્રહણ કરી શકે છે.

મુલ્તાની માંટ્ટીમાં લીંબુ અને ક્રીમ નાખીને એક ફેસ-પેક તૈયાર કરો અને આ ફેસ-પેક તમારી ત્વચા પર દરરોજ લગાવો.આ ફેસ-પેક લગાડવાથી તમારી ત્વચા પર ગ્લો તો આવશે જ અને તમારી ત્વચાની દરેક સમસ્યા પણ દૂર થશે.
ઉનાળામાં,પ્રોફેનલ નામનો ત્વચા રોગ પણ થાય છે.આ રોગ થવાથી ત્વચામાં નળીના ત્વચાકોપ અને બાહ્ય ત્વચામાં અવરોધ થાય છે.તેથી ત્વચા પર ફોલ્લીઓ પણ થાય છે.તેથી આ રોગથી બચવા માટે પણ તમારે તમારી ત્વચાનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

ઘણા લોકોને ગરમીની ઋતુમાં શરીરમાં જીણી-જીણી ફોલ્લીઓ થાય છે,આ સમસ્યાને દૂર કરવા માટે તમારે ગરમીવાળી જગ્યાઓ પર બેસવું ના જોઈએ.ઠંડી જગ્યા પર જ રેહવું જોઈએ અને દરરોજ ઠંડા પાણીથી જ નાહવું જોઈએ.
બચવાની દરેક રીતમાં શરીરને ઢાંકીને રાખવું એ જ મુખ્ય છે,જો તમે આ ના કરી શકો તો બહારથી જયારે ઘરે પાછા ફરો છો,ત્યારે એક બરફનો ટુકડો લો અને થોડું ગુલાબજળ લો.ત્યારબાદ બરફના ટુકડાને ગુલાબજળમાં પલાળીને તમારી ત્વચા પર હળવા હાથથી ફેરવો.આ ઉપાય કરવાથી તમને ઘણો ફાયદો થશે.

તમારી ત્વચાને સુરક્ષિત રાખવા માટે એલોવેરા સૌથી વધુ અસરકારક છે.એલોવેરામાં ત્વચા સંબંધિત દરેક ફાયદાઓ શામેલ છે.એલોવેરા ત્વચા પરના ડાઘ તો દુ કરે જ છે,પરંતુ તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું પણ કામ કરે છે.એક અભ્યાસ મુજબ એલોવેરામાં એન્ટી એજિંગ ગુણધર્મો છે,જે ત્વચાની સ્થિતિસ્થાપકતામાં સુધારો કરી શકે છે અને કરચલીઓ ઘટાડી શકે છે.તેમાં રહેલું મોઇશ્ચરાઇઝિંગ તત્વ શુષ્ક ત્વચાની સમસ્યાને દૂર કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે અને તેની ખીલ વિરોધી ગુણધર્મો ચેહરા પર થતા ખીલને રોકી શકે છે.ચહેરા પર ગ્લો લાવવાના ઉપાય તરીકે એલોવેરા ખુબ જ ફાયદાકારક ઉપાય સાબિત થઈ શકે છે.

તમારી ત્વચાને તડકાથી અને ગરમીથી સુરક્ષિત રાખવા માટે તમે ટમેટાનો ઉપયોગ પણ કરી શકો છો.આ માટે,સૌથી પેહલા ટમેટા કાપો અને તેમાંથી બીને અલગ કરો.ટમેટાના ટુકડામાં ચંદન પાવડર અને હળદર મિક્સ કરીને એક પેસ્ટ બનાવો.આ પેસ્ટને ચહેરા પર લગાવો અને પંદર મિનિટ સુધી રહેવા દો અને પછી ચહેરો પાણીથી ધોઈ લો.આ પેસ્ટ અઠવાડિયામાં એક કે બે વાર નિયમિતપણે લગાવી શકાય છે.ચેહરાના ગ્લોને વધારવા માટે ટમેટા સૌથી અસરકારક છે.ટમેટામાં લાઇકોપીન મળી આવે છે.આ ગુણધર્મને લીધે ટમેટાની પેસ્ટ સૂર્યની હાનિકારક કિરણો સામે રક્ષણ આપવામાં મદદરૂપ થઈ શકે છે.

તમારા ચેહરાનો ગ્લો વધારવા માટે હળદરનો ઉપયોગ પણ સારી રીતે થઈ શકે છે. આ માટે,ચણાના લોટ અને હળદરની પેસ્ટ બનાવો.આ પેસ્ટ બનાવવા માટે પાણી અથવા દૂધનો ઉપયોગ કરો.આ પેસ્ટને ચહેરા અને ગળા પર લગાવો અને તેને સુકાવા દો પછી ત્વચાને પાણીથી ધોઈ લો.આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં એક કે બે વાર કરી શકાય છે.હળદરના અઢળક ફાયદાઓ છે,એ ફાયદામાં એક ફાયદો ત્વચાને સ્વસ્થ રાખવાનો પણ છે.તે ત્વચાની દરેક સમસ્યાઓને રોકી શકે છે.તે પિમ્પલ્સની સમસ્યાને પણ દૂર કરે છે.આ ફેસ પેકમાં ચણાનો લોટ સ્ક્રબની જેમ કામ કરે છે અને ત્વચાને એક્સ્ફોલિયેટ કરી શકે છે અને ત્વચાની ગંદકીને બહાર કાઢે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "જો તમે સપ્ટેમ્બર મહિનામાં આ રીતે તડકાથી બચાવશો તમારી સ્કિનને, તો નહિં થાય ક્યારે કોઇ સમસ્યા"
ટિપ્પણી પોસ્ટ કરો