માન્યતા દત્તે શેર કર્યો પતિ અને દીકરી ઈકરાનો ફોટો, બાપ દીકરી લાગ્યા ખૂબ જ ક્યૂટ
બોલિવૂડ અભિનેતા સંજય દત્ત તેની પત્ની અને બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે. એનો અંદાજો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટને જોઈને આવી જાય છે. સંજુ બાબા ત્રણ બાળકોના પિતા છે. તેમની મોટી પુત્રી ત્રિશાલા દત્ત ન્યૂયોર્કમાં રહે છે. તો તેમના જોડિયા બાળકોના નામ ઇકરા અને શાહરાન છે. ત્રિશાલા દત્તના ફોટા અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. પરંતુ શું તમે સંજય દત્ત અને માન્યતા દત્તની પુત્રી ઇકરાની અનસીન તસવીર જોઇ છે?

હાલમાં જ માનયતા દત્તે સંજય દત્તની નાની પુત્રી ઇકરા સાથેના બોન્ડિંગની એક ઝલક બતાવી છે. જેને જોઈને સ્પષ્ટપણે ખબર પડે છે કે બંને વચ્ચેનો સંબંધ કેટલો ગાઢ છે. માન્યતા દત્તે સંજય દત્તની પુત્રી ઇકરા સાથે ખૂબ જ સુંદર અને ક્યૂટ તસવીર શેર કરી છે. માન્યતા દત્તએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર આ તસવીર શેર કરી છે. આ તસવીર હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે.
માનયતા દત્તે શેર કરેલી તસવીરમાં સંજય દત્ત અને પુત્રી ઇકરા કારમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. સંજય દત્ત તેની દીકરીને ખોળામાં બેસાડી છે અને તેને ગળે લગાવી રહ્યો છે. તસવીરમાં ઇકરા કેમેરા સામે જોઇને હસી રહી છે. તો ત્યાં સંજય દત્તનું ધ્યાન કેમેરા તરફ નથી. આ તસવીરમાં સંજય દત્ત અને ઇકરાનું બોન્ડિંગ ખૂબ જ ક્યૂટ અને સુંદર લાગી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે સંજય દત્તની પત્ની માન્યતા દત્ત તેના પરિવારની ઘણી તસવીરો શેર કરતી રહે છે. તેણે શેર કરેલી આ તસવીરો ખૂબ વાયરલ પણ થાય છે. સંજય દત્તના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા સંજય દત્ત તાજેતરમાં ફિલ્મ ‘ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં સંજય દત્ત સાથે અજય દેવગન, સોનાક્ષી સિન્હા, એમી વિર્ક અને નોરા ફતેહી પણ જોવા મળ્યા હતા. આ સિવાય સંજય દત્ત ટૂંક સમયમાં ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં સંજય દત્ત વિલનની ભૂમિકામાં હશે.
જણાવી દઈએ કે, એક જાણીતી અભિનેત્રી પણ રહી ચૂકી છે, પરંતુ સંજય દત્તની સાથે લગ્ન કર્યા બાદથી પણ તે દૂર રહેવા લાગી છે. હાલમાં માન્યતા સંજય દત્તના પ્રોડક્શન હાઉસની CEO છે
0 Response to "માન્યતા દત્તે શેર કર્યો પતિ અને દીકરી ઈકરાનો ફોટો, બાપ દીકરી લાગ્યા ખૂબ જ ક્યૂટ"
ટિપ્પણી પોસ્ટ કરો