દર 5 માંથી 2 કર્મચારી ઓફિસમાં ઊંઘ આવવાની સમસ્યાથી પરેશાન, છૂટકારો મેળવવા ફોલો કરો આ ટિપ્સ

ઘણીવાર આપણે ઓફિસના કામ દરમિયાન ઉંઘ આવે છે જેના કારણે આપણુ મન કામમાં લાગતુ નથી. ખાસ કરીને બપોરે જમ્યા બાદ ઉંઘ વધારે આવે છે. ઓફિસમાં કામ દરમિયાન ઊંઘ આવવી સામાન્ય વાત છે. અમેરિકાની વેબસાઈટ મેડિકલ ન્યૂઝ ટુડેના અનુસાર, ઓફિસ જતા દર 5માંથી 2 લોકો અનિચ્છનીય ઊંઘની સમસ્યાથી પરેશાન છે. ઓફિસમાં ઊંઘ આવવાના ઘણા કારણો હોય છે. પૂરતી ઊંઘ ન લેવી અને અનિયમિત સૂવાનું-જાગવું તેનું મોટું કારણ છે. લંચમાં વધારે ખાવાનું ખાવાથી પણ ઊંઘ આવે છે. તો આવો જાણીએ ઓફીસમાં આવતી કેવી રીતે છૂટકારો મેળવવો.

પૂરતી ઉંઘ લો

image source

ઓફિસમાં ઊંઘ આવવાનું બીજું સૌથી મોટું કારણ આપણે સમયસર ઊંઘતા નથી અથવા ઓછું સૂઈએ છીએ. એક વર્કિંગ એડલ્ટને 7થી 9 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. ઊંઘવાનો સમય નક્કી કરો. તમે 7થી 9 કલાક ભલે સૂતા હોવ, પરંતુ ઊંઘવાનો અને જાગવાનો ટાઈમ ફિક્સ નહીં હોય તો બધું વ્યર્થ છે.

કોફી પીવો

કોફીમાં જોવા મળતું કેફીન બોડીને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. ઓફિસમાં જો તમને ઊંઘ આવે છે તો નિયમિત અંતરાલે કોફી પી શકો છો. તેનાથી ઊંઘ નહીં આવે. કેટલાક લોકો બ્લેક અને ગ્રીન ટી લેતા હોય છે, પરંતુ તેમાં કેફીન ઓછું હોય છે. ચાથી ગેસ થવાની સમસ્યા પણ થઈ શકે છે. થઈ શકે તો ચા પીવાનું ટાળવું અને કોફી પીવી.

મજાક-મસ્તી કરો

image source

જ્યારે તમને ઓફિસમાં ઊંઘ આવતી હોય તો મિત્રો સાથે વાત કરો. થોડી હળવી વાતો અને મજાક-મસ્તી કરવાનો પ્રયત્ન કરો. આવું કરવાથી તમને તાજગીનો અનુભવ થશે અને ઊંઘ નહીં આવે.

ઓફિસ જતા પહેલાં ચાલવાનું રાખો

આપણું શરીર સર્કેડિયન રિધમના હિસાબથી ચાલે છે, તેને બોડી ક્લોક પણ કહેવામાં આવે છે. આ ક્લોકના અનુસાર આપણે સૂઈએ છીએ અને જાગીએ છીએ. દરરોજ ઓફિસ આવતા પહેલાં ચાલવા જવાથી આપણી સર્કેડિયમ રિધમ શરીરને એક્ટિવ મોડ પર રાખે છે અને આપણને ઊંઘ નથી આવતી. જો આપણે સવારે વહેલા ઊઠીને સીધા ઓફિસ જઈએ છીએ તો શરીરની સર્કેડિયમ રિધમ 10 ટકા હોય છે, જે ઊંઘ દરમિયાન હોય છે

એક્સર્સાઈઝ કરો

image source

જો તમને ઓફિસમાં કામ કરવામાં ઊંઘ આવે તો તમે એક્સર્સાઈઝ પણ કરી શકો છો. આ માટે, ખુરશી પર બેસીને અથવા ઊભા થઇને સ્ટ્રેચિંગ કરી શકાય. આ શરીરની અંદર લોહી અને ઓક્સિજનનો પ્રવાહ વધારે છે. ત્યારબાદ ઊંઘ જતી રહે છે.

મ્યૂઝિક સાંભળો

image source

ઓફિસના સમય દરમિયાન ઊંઘ આવતી હોય તો મ્યૂઝિક સાંભળવું એ સારો ઉપાય છે. તેથી, જ્યારે પણ તમને ઊંઘ આવે તો હેડફોન ભરાવીને મ્યૂઝિક સાંભળો. ધ્યાનમાં રાખો કે સંગીત એવું હોવું જોઈએ કે તે તમને ફ્રેશ કરી દે. સેડ મ્યૂઝિક સાંભળવાથી તમારો મૂડ ઓફ થઈ શકે છે.

હળવો ખોરાક લો

ઓફિસમાં થોડું ભારે ખોરાક લેવાનું ટાળો. તેના બદલે એનર્જેટિક અને હળવો ખોરાક ખાવાનું રાખો. તેનાથી કામ કરતી વખતે શરીરમાં એનર્જીનું સંતુલન બની રહેશે.

ઊંઘ આવે ત્યારે બ્રેક લો

image source

ઓફિસમાં કસરત કરવી શક્ય ન હોય તો તમે એક્ટિવ રહેવા માટે બ્રેક પણ લઈ શકો છો. ઊંઘ આવતી હોય તો સતત એક જ જગ્યાએ બેસી રહેવું યોગ્ય નથી. તેનાથી વધારે ઊંઘ આવવા લાગે છે. જ્યારે પણ તમને ઊંઘ આવે ત્યારે બ્રેક લો. એક્ટિવ રહેવાની બીજી રીત એ છે કે શરીરને ડિહાઇડ્રેટ ન થવા દો, સતત પાણી પીતા રહો. તેનાથી પણ તમે ફ્રેશ અને એક્ટિવ હોવાનો અનુભવ કરશો.

ઓફિસમાં એનર્જી વધારવા આ વસ્તુનું સેવન કરો

હેલ્ધી સૂપઃ

તમારા રોજના ભોજનમાં કોઈ એક ફ્લેવરનો સૂપ લેવાનું રાખો. મોટા ભાગનાં શાકભાજી એન્ટિ-ઓક્સિડન્ટ હોવાથી અને બે ભોજન વચ્ચે સૂપ લેવાથી બિનજરૂરી ભૂખ ઘટાડશે.

ફ્રૂટ્સ અને નટ્સ સ્મૂધીઃ

image soucre

દિવસની શરૂઆતમાં કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીન લેવાનું રાખવું. એને માટે તમને ગમતું કોઈ પણ ફળ લો અને એમાં પસંદગીના નટ્સ મિક્સ કરી તે બધું લૉ ફેટ કર્ડમાં મિક્સ કરી સ્મૂધી બનાવો.

સ્પ્રાઉટેડ સલાડઃ

કોઈ પણ કઠોળ રોજ ફણગાવવાં. એમાં લાલ-પીળાં કેપ્સિકમ, કાકડી, ટામેટાંસ બીટ, દાડમ, સફરજન જેવાં વિવિધ કલરફૂલ શાક/ ફળ ઉમેરવાં. ચપટીક બ્લેક સૉલ્ટ, ચિયા અને ફ્લેક્સ સીડ્સ ઉમેરવાં. શાળામાં લઈ જવાના નાસ્તા તરીકે વિદ્યાર્થીઓ માટે અથવા ઓફિસ જનાર માટે લંચ પહેલાં ખાવા માટે શ્રેષ્ઠ છે જેથી શરીરને લંચ સુધી થોડીઘણી એનર્જી મળી રહે.

ફળોઃ

સફરજન, પેર, પપૈયાં, દાડમ, કીવી વગેરે એન્ટિ-ઓક્સિડન્ટ ફળો છે જે તમારા સેલ્સને રિજુવેનેટ કરે છે. એનાથી સ્કિનને ગ્લૉ મળે છે. ઓછી ઊંઘ આવવાથી સ્કિન ડલ થઈ જાય છે, આંખ નીચે કાળાં કુંડાળાં થાય છે. એટલે નવરાત્રિ ડાયેટ પ્લાનમાં એન્ટિઓક્સિડન્ટ ફળો ઉમેરવાં.

નટ્સઃ

image source

સ્નેકબોક્સમાં મૂઠીભર નટ્સ લઇ જવાં. બપોરે 3 કે 4 વાગે શરીરને થોડા ફિલરની જરૂર પડે છે. એટલે ઓમેગા 3, પ્રોટીન, આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર નટ્સ એનર્જી બૂસ્ટ કરવા મદદ કરે છે. ખાવા માટે સરળ છે.

કઠોળઃ

સોયાબીન, કાબુલી ચણા, રાજમા વગેરેમાં ભરપૂર પ્રોટીન હોય છે. સોયા ચંક ફ્રેંકી, હમસ સેન્ડવિચ(કાબુલી ચણામાંથી બનાવેલ), રાજમા રાઇસ અથવા પરાઠા વગેરે ડિનરમાં લઇ શકાય. આ કોમ્બિનેશન સ્ટેમિના વધારવામાં અને કાર્યક્રમના અંત સુધી એનર્જી લેવલ મેઇન્ટેઇન કરવામાં મદદ કરે છે.

મિલ્ક પ્રોડક્ટ્સઃ

image source

આ પ્રોડક્ટ્સમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર હોય છે. ડિનર માટે એમાંથી કોઈ પણ જેમ કે પનીર, દહીં વગેરે લઇને વાનગી બનાવી શકાય. ડિનરમાં પ્રોટીન વધારે અને કાર્બોહાઇડ્રેટ્સ ઓછાં હોવાં જોઈએ, જેમ કે પનીર-મગના ચિલ્લાં, પનીર સેન્ડવિચ અથવા સ્ટફ પરાઠા, પનીર ભુર્જી વગેરે લેવાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Related Posts

0 Response to "દર 5 માંથી 2 કર્મચારી ઓફિસમાં ઊંઘ આવવાની સમસ્યાથી પરેશાન, છૂટકારો મેળવવા ફોલો કરો આ ટિપ્સ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel