તહેવારોમાં બહાર નિકળતા પહેલા વાંચી લો કોરોનાની આ ખતરનાક બીજી લહેર વિશે…
દેશમાં હજુ પણ કોરોનાનો કેર પ્રવર્તી રહ્યો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. રિકવરી રેટ વધી રહ્યો છે. જેથી કરીને આવનારા કેટલાક સમયમાં તેનાથી છૂટકારો મળવાની આશાની કિરણ જોવા મળે છે. પરંતુ હવે દિલ્હી એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના વિશે એક ચેતવણી પણ ઉચ્ચારી છે. તારણો છે કે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને જનજીવન ઝડપથી સામાન્ય થઇ રહ્યું છે.

જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ચેતવ્યા છે અને હજુ પણ માસ્ક અને એબે ગજનું અંતર જેવી સાવધાનીઓ રાખવા જણાવ્યું છે. AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાનું માનીયે તો આ રાહતના દિવસો લાંબા સમય સુધી નહિ ટકી રહે.એમ્સ દ્વારા કોરોના વાયરસની બીજી લહેરને લઈને એકવાર ફરી લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. એવામાં ત્રીજી વેવની પણ ચર્ચા છે. એમ્સ ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ત્રીજી લહેરની શક્યતા નકારી છે.

કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. તેમનું માનવું છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન અને માસ્કનો દુરઉપયોગ ખતરનાક બની શકે છે. ડો. ગુલેરિયાનું કહેવું છે કે પ્રદૂષણ અને બદલાતી સીઝનના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેમનું કહેવું છે કે પ્રદૂષણના કારણે કોરોના વધારે સમય સુધી હવામાં રહે છે. તે ફેફસાને નુકસાન કરે છે. પ્રદૂષણથી પણ તે વધી શકે છે. તેમનું કહેવું છે કે કોરોના ખતમ થયો નથી. લોકોએ માસ્ક પહેરવું જોઈએ. બેદરકારીથી કેસ વધી શકે છે.
વેક્સીનને લઈને કહી આ વાત

કોરોના વેક્સીનને લઈને ડો. ગુલેરિયાએ કહ્યું કે આશા છે કે કોઈ નવી દવાઓ આવે જે વાયરસને કંટ્રોલ કરે. વેક્સીન આવવાથી કોરોનાના કેસ ઘટશે. પરંતુ અત્યારે તો લોકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પર ધ્યાન આપવું. તેઓએ કહ્યું કે પ્રદૂષણ અને કોરોના બંને એક ચેલેન્જ છે. આ સમયે જરૂરી છે કે દરેક નિયમોનું પાલન કરાય અને કેસને કંટ્રોલમાં લઈ શકાય. દિવાળીના સમય સુધીમાં કોરોનાના કેસ ઘટશે તો કહી શકાશે કે કોરોનાનો પીક ખતમ થયો છે.
બેદરકારીથી વધી શકે છે કેસ

AIIMSના ડો. ગુલેરિયાનું કહેવું છે કે તહેવારની સીઝનમાં લોકોએ ખાસ સાવધાની રાખવી પડશે. તેઓએ કહ્યું કે જેમને માઈલ્ડ ઈન્ફેક્શન છે તેમને ફરી સંક્રમણ થઈ શકે છે. આ વાયરસના કારણે ઈમ્યુનિટી ઘટે છે. આ કારણે સંક્રમણનો ખતરો વધે છે. લોકોને શ્વાસ સંબધિત બીમારી જેમ કે અસ્થમા વગેરે છે તેઓએ જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવું જોઈએ. તેમને ફેફસા સંબંધિત સમસ્યા થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે તેનાથી રોગીની બીમારી જટિલ બની શકે છે. તેમણે ચીન અને ઈટાલીના રિપોર્ટ લઈને કહ્યું કે ત્યાંના કેટલાક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જ્યાં AQI 2.5થી વધુ રહ્યો ત્યાં કોરોના કેસમાં 8 થી 9 ટકાનો વધારો જોવા મળ્યો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "તહેવારોમાં બહાર નિકળતા પહેલા વાંચી લો કોરોનાની આ ખતરનાક બીજી લહેર વિશે…"
ટિપ્પણી પોસ્ટ કરો