મહારાષ્ટ્રમાં ગંભીર અકસ્માત: નંદુબાર નજીક બસ ખીણમાં પડતાં 5ના મોત, જાણો કેટલા લોકો થયા ધાયલ

પ્રવાસીઓથી ભરેલી બસ મહારાષ્ટ્રના નંદુબાર નજીકના એક ગામ પાસે આવેલી ખીણમાં પડી જતાં મોટો અકસ્માત સર્જાયો છે. આ બસમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 35 જેટલા મુસાફરો ઘાયલ થયા છે.
નંદુબાર નજીક ખામચુંદર નામનું ગામ છે ત્યાં આ મોટો અકસ્માત સર્જાયો છે. પ્રવાસીઓથી ભરચક બસ ખીણમાં પડી જવાથી પ્રથમ માહિતી પ્રમાણે ઓછામાં ઓછા 5 લોકોના મૃત્યુ થયા છે જ્યારે બસના 35 મુસાફરો ગંભીર રીતે ઘવાયા છે.

આસપાસના વિસ્તારમાં બસ અકસ્માતના સમાચાર ઝડપથી પ્રસરી ગયા હતા અને તરત જ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને મદદ કરવા લાગ્યા હતા. તો બીજીબાજુ પોલીસને જાણ થતાં પોલીસ પણ પોતાના કાફલા સાથે દોડી આવી હતી. આખાએ વિસ્તારમાં અરેરાટી મચી ગઈ હતી.

IMAGE SOUCRE

પોલીસ દ્વારા આ બાબતે મિડિયાને જાણકારી આપવામા આવી હતી અને પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા છે અને એકધારી બચાવ કામગીરી ચાલી રહી છે. હજુ સુધી ઘાયલો કે મૃતકોના નામ જાહેર કરવામાં આવ્યા નથી.

ભારતનું માર્ગ અકસ્માત ગણિત

image source

તમને જણાવી દઈએ કે સમગ્ર ભારતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. લોકડાઉન દરમિયાન પણ ઘણા બધા અકસ્માતો સર્જાયા હતા. માત્ર 2013ના માર્ગ અકસ્માતની વાત કરીએ તો તે વર્ષે માત્ર માર્ગ અકસ્માતમાં જ 1,37000 લોકો માર્યા ગયા હતા. એક આંકડા પ્રમાણે દરરોજ માર્ગ અકસ્માતમાં સરેરાશ 16 બાળકો મૃત્યુ પામે છે. તમને એ પણ જણાવી દઈએ કે ભારતમાં દર ચાર મિનિટે એક વ્યક્તિ માર્ગ અકસ્માતમાં માર્યો જાય છે. આ સિવાય દારૂ પીને ગાડી ચલાવતા લોકોના કારણે પણ અકસ્માતમાં વધારો થયો છે.

image source

દરેક મિનિટે ભારતમાં રોડ અકસ્માત થાય છે અને દર કલાકે 16 વ્યક્તિઓ માર્ગ અકસ્માતમાં માર્યા જાય છે. ભારતમાં દરરોજ 1214 રોડ અકસ્માત સર્જાય છે. આ માર્ગ અકસ્માતમાં 25 ટકા દ્વિ ચક્રી વાહનોના અકસ્માતનો સમાવેશ થાય છે. દરરોજ સરેરાશ 20 બાળકો કે જેઓ 14 વર્ષથી નીચેના હોય તે રોડ ક્રેશીશના કારણે માર્યા જાય છે.

image source

રોજના 377 લોકો અકસ્માતમાં માર્યા જાય છે જે સંખ્યા એક જંબો જેટ ક્રેશના મૃત્યુઆંક બરાબર છે. 2013માં નોંધાયેલા આંકડા પ્રમાણે તામીલનાડુ એક એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે રોડ ક્રેશ ઇન્જરીઝ થાય છે. દેશના ટોપ 10 શહેરોની વાત કરીએ કે જેમાં સૌથી વધારે માર્ગ અકસ્માતથી થતાં મૃત્યુ નોંધાય છે તો તેમાં, દિલ્લી, ચેન્નાઈ, જયપુર, બેંગલુરુ, મુંબઈ, કાનપુર, લખનૌ આગરા, હૈદરાબાદ અને પૂનાનો સમાવેશ થાય છે.

0 Response to "મહારાષ્ટ્રમાં ગંભીર અકસ્માત: નંદુબાર નજીક બસ ખીણમાં પડતાં 5ના મોત, જાણો કેટલા લોકો થયા ધાયલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel