જુહી ચાવલાએ પોતાની આ વાતને છુપાવી રાખી હતી 6 વર્ષ સુધી, કારણ જાણીને તમે પણ બોલી ઉઠશો OMG!
જુહી ચાવલા એવી અભિનેત્રી છે, જે સિલ્વર સ્ક્રીન પર હવે ભલે ઓછી જ જોવા મળતી હોય, પરંતુ તેમણે પોતાના કરિયરમાં એવી ફિલ્મો
આપી છે, જેના કારણે તે લોકોના દિમાગમાં હંમેશા સ્થાન બનાવી રહી છે. ટોચની અભિનેત્રીઓ માંથી એક રહેલ જુહી ચાવલાએ કેટલાક
વર્ષો સુધી લાઈમલાઈટ અને પોપ્યુલારીટીને માણી છે, આવામાં જયારે તેમના પરણિત હોવાની વાત સામે આવી, તો બધા શોક્ડ રહી ગયા.
કોઈને તેની ખબર પણ પડી હતી નહી કે આ અભિનેત્રીએ દુનિયાથી આટલી મોટી વાત છુપાવી રાખી છે. લગ્નના અંદાજીત વીસ વર્ષ પછી એક ઇન્ટરવ્યુમાં અંતે જુહી ચાવલાએ એની પાછળના કારણને બધાની સાથે શેર કર્યા હતા અને તેમણે જે કહ્યું, એનાથી આજના જમાનાની વર્કિંગ વુમન પણ સરળતાથી રીલેટ કરી શકશે.
જુહી ચાવલાના તેમના પતિ જે મેહતાની સાથે લવ સ્ટોરી કોઈ ફિલ્મની જેમ જ હતી. જે સમયે આ અભિનેત્રીને ઈમોશનલ સપોર્ટની સૌથી
વધારે જરૂરીયાત હતી, તે જ સમયે જે ની તેમની લાઈફમાં એન્ટ્રી થઈ હતી. ત્યાર બાદ તેમણે ક્યારેય પણ જુહી ચાવલાને એકલી છોડી નહી
અને હંમેશા તેમની સ્ટ્રોંગ સપોર્ટ સિસ્ટમ બનીને રહ્યા. બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો, પરંતુ એને દુનિયા સાથે શેર કરવાથી બચાવી.
એક ઇન્ટરવ્યુ દરમિયાન જુહી ચાવલાએ જણાવ્યું હતું કે, તેમણે અંતે કોના માટે લગ્નની વાતને છુપાવી હતી.
અભિનેત્રીએ કહ્યું હતું કે, તે સમય દરમિયાન લગ્નનો અર્થ થતો હતો કે, હિરોઈનના કરિયર પણ ખતમ થઈ જશે. જુહી ચાવલા એ દિવસોમાં પોતાના કરિયરના પીક પોઈન્ટ પર હતી, આવામાં તેઓ એનાથી કોઈ સમાધાન નહી કરતા પોતાના પૈશનને શરુ રાખવા ઈચ્છતી હતી. એના માટે તેમણે ૬ વર્ષ સુધી પોતાના પરણિત હોવાની વાતને દુનિયાથી છુપાવીને રાખવી પડી હતી.
કેટલીક મહિલાઓ પસાર થાય છે એમાંથી:
આધુનિક થતા સમાજમાં ભલે મહિલાઓ મજબુત કરિયરને માણી રહી છે, પરંતુ આ વાતને નજરઅંદાજ નથી કરી શકાતી કે તેમના માટે
લગ્ન કે પછી ગર્ભાવસ્થા હજી પણ તેમના ગ્રોથમાં અડચણ બને છે. આવી કેટલીક મહિલાઓ આપની આસપાસ જ હાજર હશે, જેને આ
કારણથી જ પુરુષ સહકર્મીની તુલનામાં ઓછા સારા અવસર આપવામાં આવ્યા, કેમ કે, તેઓ પરણિત કે પછી ગર્ભવતી હતી. એટલું જ નહી આજે પણ કેટલાક સંસ્થાનોમાં છોકરીઓને તેમની જૂની નોકરીની સાથે જ લગ્ન અને પ્રેગ્નેંસી સુધીના પ્લાન પૂછવામાં આવે છે, જેથી કરીને કંપનીને સહન ના કરવું પડે.
પરિવર્તનના પ્રયત્ન:
અંગત લાઈફના લીધે કરિયર સાથે સમાધાન કરનાર મહિલાઓ છે તો એવી મહિલાઓ પણ છે, જે આ ચિત્રને બદલતી જોવા મળે છે.
બોલીવુડની જ વાત કરીએ તો કરીના કપૂર ખાન એનું સૌથી મોટું ઉદાહરણ છે. તેમણે પોતાની અંગત લાઈફના કારણે કરિયર સાથે સંબંધિત કોઇપણ બાબતે સમાધાન કર્યું નથી.
પછી તે લિવ ઈનમાં રહ્યા પછી તલાકશુદા વ્યક્તિ સાથે લગ્ન કરવાની વાત હોય કે પછી કરિયરમાં પીક પોઈન્ટ પર માતા બનવાની વાત.
બેબોએ તો ગર્ભાવસ્થા દરમિયાન પણ કામ શરુ રાખ્યું હતું. એટલું જ નહી તે એક એવું ઉદાહરણ પણ બનીને સામે આવી હતી, જેમને
બતાવ્યું હતું કે, પ્રેગ્નેન્ટ હોવા છતાં પણ સ્ટાઈલીશ લુક કેરી કરી શકાય છે.
સૌથી મહત્વનો છે કોન્ફિડન્સ:
કરિયરમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરીને અને પોતાને પુરુષ પ્રધાન સમાજમાં સાબિત કરવા માટે સૌથી જરૂરી કોન્ફિડન્સ હોય છે. જો પોતાનામાં વિશ્વાસ હોય તો મોટામાં મોટી તકલીફો પણ નાની લાગવા લાગે છે. ત્યાં જ પોતાની પર શક કરવો કે પછી બીજાની તુલનાએ પોતાને ઓછા સમજવાનો ભાવ આત્મવિશ્વાસને ઠેસ પહોચાડતા, સફળતાના માર્ગમાં અડચણ બને છે. એટલા માટે ભલે જે થઈ જાય, પરંતુ કોન્ફિડન્સ હંમેશા બનાવી રાખો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જુહી ચાવલાએ પોતાની આ વાતને છુપાવી રાખી હતી 6 વર્ષ સુધી, કારણ જાણીને તમે પણ બોલી ઉઠશો OMG!"
ટિપ્પણી પોસ્ટ કરો