નેહા કક્કરનો આ વિડીયો સોશિયલ મીડિયામાં મચાવી રહ્યો છે ધૂમ, શું તમે જોયો આ લેટેસ્ટ વિડીયો?
બોલીવૂડની જાણીતી સિંગર નેહા કક્કર આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. પોતાના ગીતોને લઈને તેણી હંમેશા ચર્ચામાં રહી છે પણ આજકાલ તેણી રાઇઝિંગ સ્ટાર ફેમ રોહનપ્રિત સિંહ સાથે પોતાના લગ્ન અને પોતાની રિલેશનશિપને લઈને ખૂબ જ સમાચારમાં રહી છે. તાજેતરમાં જ તેણીએ પોતાના સોશયિલ મિડિયા અકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં રોહનપ્રીતે તેમનો હાથ પકડ્યો છે . આ વિડિયોને શેર કરતાં બોલીવૂડ સિંગરે જણાવ્યું છે કે આ એ દિવસ હતો જ્યારે રોહનપ્રીત પહેલીવાર પોતાના માતાપિતાની નેહા કક્કર સાથે મુલાકાત કરાવી હતી. વિડિયોમાં બન્નેની જોડી જોઈ ફેન્સ ખૂબ ખુશ થઈ રહ્યા છે.
નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ વિડિયોમાં એક સાથે જોઈ શકાય છે, તો બીજી બાજુ રોહનપ્રીત બોલિવુડ સિંગરનો હાથ પકડેલા પણ જોઈ શકાય છે. વિડિયોમાં જોઈ શકાય છે કે નેહાના ખોળામાં ખૂબ બધો સામાન અને એક બેગ રાખવામાં આવી છે, તો બીજી બાજુ રેહનપ્રીતના પરિવારના લોકોના હાથમાં કવર પણ જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરતાં નેહા કક્કર લખ્યું છે, ‘તે દિવસ, જ્યારે તેમણે મને તેમના મમ્મી પપ્પા અને પરિવારથી મળાવી હતી. ખૂબ બધો પ્રેમ રોહનપ્રીત…’ તમને જણાવી દઈએ કે વિડિયો પહેલાં આ ખાસ અવસર સાથે જોડાયેલી એક તસ્વીર પણ સોશયિલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેમાં કહેવામાં આવ્યું છે કે તે નેહા અને રોહનપ્રીતના રોકાની વિડિયો છે.
નેહા કક્કરના આ વિડિયોને અત્યાર સુધીમા લાખો વાર જોવામાં આવ્યો છે. બોલીવૂડ સિંગરના આ વિડિયો પર સિંગર રોહનપ્રીત સિંહએ પણ કમેન્ટ કરી છે. તેમણે લખ્યું છે, ‘તૂ તાં મેરી જિંદગી બનગી હૈ…. હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો કે આ દિવસ મારા માટે કેટલો મહત્ત્વનો છે. મને મારી આખી દુનિયાનો હાથ પકડવાનો મોકો મળ્યો છે. ખૂબ બધો પ્રેમ, મારી રાણી, મારી દુનિયા…’ નેહા કક્કરના આ વિડિયોને લઈન બોલીવૂડ અને પંજાબી કલાકાર પણ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે, સાથે સાથે નેહા કક્કર અને રોહનપ્રીતને પણ લોકો ખૂબ બધી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
નેહા – રોહનપ્રીતની લગ્ન કંકોતરીની તસ્વીર થઈ રહી છે વાયરલ
થોડા દિવસ પહેલાં રોહનપ્રીતે અને નેહા કક્કર પોતાની રિલેશનશિપ સોશિયલ મિડિયા પર કન્ફર્મ કરી હતી. તો હવે તાજેતરમાં જ બન્નેના લગ્નનું કાર્ડ પણ સોશિયલ મિડિયા પર ખૂબવાયરલ થઈ રહ્યું છે. નેહા કક્કડ અને રોહનપ્રીતના લગ્નનાં કાર્ડ પ્રમાણે બન્નેના લગ્ન આ મહીનાની 26મી તારીખે થવા જઈ રહ્યા છે, બન્નેના લગ્નની જગ્યા ચંદીગઢ એરપોર્ટની પાસે જ છે. નેહા કક્કડ અને રોહનપ્રીતના લગ્નની કંકોત્રી વાયરલ થયા બાદ ફેંસમાં એક્સાઇટમેન્ટ ખૂબ વધી ગયું છે.
નેહા કક્કર અને રહોનપ્રીતની લગ્ન કંકોત્રીમાં જોઈ શકાય છે કે બન્નેના લગ્ન ‘ધ અમલતાસ’ મોહાલી, પંજાબમાં થશે, જે ચંડીગઢ એરપોર્ટની થોડી દૂર જ આવેલ છે. નેહા કક્કડ અને રોહનપ્રીતના લગ્નને લઈને આદિત્ય નારાયણે પણ વાતચીત કરી છે. તેમણે કહ્યું છે કે તેને ખભા પર ઇજા થવાથી તે નેહાના લગ્નમાં નહીં જઈ શકે, ‘હું નેહા અને રોહનપ્રીતના લગ્નમાં જવા ઇચ્છતો હતો, પણ બન્નેના લગ્ન દિલ્લીમાં થઈ રહ્યા છે. મારા ખભામાં ઇજા થઈ છે અને માટે હું પાક્કુ નથી કહી શકતો કે હું ત્યાં જઈ શકીશ કે નહીં. પણ ઇન્ડિયન આઇડલમાંથી વિશાલ ડડલાની સર અને હિમેશ રેશમિયા સર ચોક્કસ તેમના લગ્નમાં હાજર રહેશે.’
તમને જણાવી દઈએ કે નેહા કક્કર રોહનપ્રીત સાથેની પોતાની રિલેશનશિપને કન્ફર્મ કરતા તેમની સાથેની એક તસ્વીર પણ સોશિયલ મિડિયા પર શેર કરી હતી, જેના કેપ્શનમાં લખ્યું હતું, ‘આ મારો છે.’ તેમની રિલેશનશિપને લઈને બન્નેનું એક ગીત પણ થોડા જ સમયમાં રિલીઝ થવાનું છે, જેનું નામ છે નેહૂ દા વ્યાહ… આ ગીતમાં નેહા કક્કડ પહેલીવાર રોહનપ્રીત સાથે જોવા મળશે. આ ગીત 21મી ઓક્ટોબરે રિલિઝ થશે. આ ઉપરાંત રોહનપ્રીત અને નેહા કક્કર એકબીજાની તસ્વીરો તેમજ વિડિયો શેર કરતાં રહે છે અને તેના પર કમેન્ટ પણ કરતા રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "નેહા કક્કરનો આ વિડીયો સોશિયલ મીડિયામાં મચાવી રહ્યો છે ધૂમ, શું તમે જોયો આ લેટેસ્ટ વિડીયો?"
ટિપ્પણી પોસ્ટ કરો