ધોરણ 9 થી 12નો સુધારેલો અભ્યાસક્રમ જાહેર, 30 ટકા અભ્યાસ ક્રમ સરકારે ઘટાડ્યો, જાણો SOP પણ

કેન્દ્ર સરકારની અનલૉક 5ની ગાઇડલાઇનમાં છૂટછાટ બાદ કેટલાક રાજ્યોએ 15 ઓક્ટોબર બાદ હાલની સ્થિતિને જોતા સ્કૂલ ખોલવાનો નિર્ણય સ્વતંત્ર લીધો છે. જેને જોતા શિક્ષા મંત્રાલયે સ્કૂલ ખોલવાને લઇને એક SOP તૈયાર કરી છે. રાજ્યમાં દિવાળી પછી જ્યારે શાળાઓ શરૂ કરવામાં આવશે. ત્યારે કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહીને પરીક્ષા આપી શકે તે માટે રાજ્ય સરકારે અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

image source

રાજ્ય સરકારે ધોરણ 9થી 12ના અભ્યાસક્રમની યાદી જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ધોરણ 8થી 12ના અભ્યાસક્રમમાં જે પ્રકરણો છે તેમાંથી જ પ્રશ્નો પૂછી શકાશે. રદ્દ થયેલા અભ્યાસક્રમમાંથી પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછી શકાશે નહીં. પરંતુ આ તમામ અભ્યાસક્રમનું જ્ઞાન શાળાઓ વિદ્યાર્થીઓને આપશે જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક દૃષ્ટિએ નુકસાન ન થાય.

image source

આ SOPનો પહેલો ભાગ સ્વાસ્થ્ય, સફાઈ અને સુરક્ષા વિશે છે. બીજા ભાગવમાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા ભણવા અને ભણાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે, મને આશા છે કે, રાજ્ય આ SOPનું સારી રીતે પાલન કરશે. કોઇ પણ વિદ્યાર્થીને જબરદસ્તી શાળાએ નહીં બોલાવવામાં આવે.

image soucre

શિક્ષા મંત્રાલયે SOP જાહેર કરતા કહ્યું કે, શાળાઓને ખોલતા પહેલા શાળાના દરેક ભાગને સારી રીતે સાફ અને સેનિટાઇઝ કરવું પડશે. હાથ ધોવા અને ડિસઇન્ફેક્શનનો પ્રબંધ કરવાનો રહેશે. બાળકોને બેસાડવાના પ્લાનથી ળઇને સુરક્ષિત પરિવહન પ્લાન, ધોરણો વચ્ચે સમયના ખાસ અંતરનું પ્લાન, પ્રવેશ અને જવાના કેન્દ્ર પર સુરક્ષાના તમામ પ્રબંધ, હોસ્ટેલોમાં સુરક્ષિત રહેવાના પ્રબંધ પર પણ ભાર આપવામાં આવ્યો છે.

image source

SOPમાં 6 ફૂટનું સોશિયલ ડિસ્ટન્સિંગ મેઇન્ટેઇન કરવાની વાત કહેવામાં આવી છે. ધોરણ, લેબોરેટરી અને રમત-ગમતથી જોડાયેલા વિસ્તારોમાં તમામને હંમેશા માસ્ક પહેરવું પડશે. વારંવાર હાથ ધોવા અને શ્વાસ સંબંધી નિયમોનું પાલન કરવા પણ કહેવામાં આવ્યું છે.

SOPનો બીજો ભાગ

લર્નિંગ આઉટકમનું ધ્યાન રાખતા કોમ્પ્રિહેન્સિવ અને અલ્ટરનેટિવ કેલેન્ડર બનાવવામાં આવે.

નવી સ્થિતિને જોતા એકેડમિક કેલેન્ડર પર ફરીથી કામ કરવામાં આવી શકે છે.

શાળા ખોલ્યા બાદ બાળકો એકજૂટ રહે, તેની ઉપર શાળાએ ધ્યાન આપવાનું રહેશે.

image source

ટીચર્સે બાળકો સાથે તેમના કરિક્યુલમની રૂપરેખા અને મોડ ઓફ લર્નિંગ પર વાત કરવી જોઈએ. તેમા ફેસ ટુ ફેસ ઈન્સ્ટ્રક્શન, ઈન્ડિવિજ્યુઅલ અસાઈનમેન્ટ્સ, ગ્રુપ બેસ્ઝ પ્રોડક્ટ અને ગ્રુપ પ્રેઝન્ટેશનનો ઉલ્લેખ સામેલ હોય.

સ્કૂલ બેઝ અસાઈનમેન્ટ કઈ તારીખો પર હશે, તે અંગે પણ બાળકો સાથે વાતચીત કરો.

વર્કબુક, વર્કશીટ્સ, ટેકનોલોજી બેઝ રિસોર્સિસના ઉપયોગ જેવા કે અભ્યાસની વિવિધ પદ્ધતિઓ પ્રત્યે ધ્યાન આપવામાં આવે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શકાય.

શાળાએ ધ્યાન આપે કે લોકડાઉન સમયે ઘરે બેઠા અભ્યાસ કરનારા બાળકો સરળતાથી ફોર્મલ સ્કૂલિંગ પર પરત ફરે.આ માટે શાળાઓ તેમના કેલેન્ડર અને એન્યુઅલ કરિક્યુલમ પ્લાન પર ફરી વખત વિચાર કરે. જે માટે સ્કલ રેમેડિયન ક્લાસિસ શરૂ કરી શકે છે અથવા બેક ટુ સ્કૂલ કેમ્પસ ચલાવી શકે છે.

image source

ટીચર્સ, શાળા કાઉન્સલર્સ અને શાળા હેલ્થ વર્કર્સ એકજૂટ થઈ વિદ્યાર્થીઓની ઈમોશનલ સેફ્ટી પર ધ્યાન આપે.

બાળકો સ્કૂલે જશે તો તેણે આ વાતોનું ધ્યાન રાખવું પડશે

1. ફેસ માસ્ક પહેરવું પડશે.

2. બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે.

3. ગમે ત્યાં થૂકી નહીં શકે.

4. સ્વાસ્થ્યનું જાતે ધ્યાન રાખવું પડશે.

5. જ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામા આવશે.

6. થોડી-થોડીવાર પછી હાથ ધોવા પડશે.

7. હાથ ગંદા ન દેખાય તો પણ તેને ધોવા પડશે.

8. ઓનલાઈન અભ્યાસની પરવાનગી ચાલુ રહેશે, તેને પ્રોત્સાહન અપાશે.

9. બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે. પરંતુ વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.

10. સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બલી પર કડક પ્રતિબંધ રહેશે.

11.એસી લાગેલું હશે તો તેનું તાપમાન 24થી 30 વચ્ચે રહેશે.

12. એસીમાં હ્યુમિડિટી લેવલ 40થી 70 ટકા રાખવું.

13. કન્ટેનમેન્ટ ઝોન બહારની સ્કૂલો જ ખોલવાની પરવાનગી અપાશે.

14. સ્કૂલે જનાર વિદ્યાર્થી, શિક્ષક અને સ્ટાફે કન્ટેનમેન્ટ ઝોનમાં જવાથી બચવું પડશે.

15. જિમનો ઉપયોગ ફક્ત ગાઈડલાઈનના આધાર પર જ થઈ શકે છે, પણ સ્વીમિંગ પૂલ બંધ રહેશે.

16. શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.

17. સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન આપવાનું રહેશે.

18. પલ્સ ઓક્સિમીટરની વ્યવસ્થા ફરજિયાત રીતે હોવી જોઈએ, જેથી એન્સિટોમેટીકના ઓક્સિજનના સ્તરની તપાસ થઈ શકે.

19. ઢાકી શયાત તેવા ડસ્ટબિન (કચરાપેટી) હોવી જોઈએ અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.

20. સફાઈ કામદારોને કામ પર લગાવતા પહેલા યોગ્ય તાલીમ આપવાની રહેશે.

21. વિદ્યાર્થી પુસ્તકો, અભ્યાસ સામગ્રીની કોપી, પેન્સિલ, પેન, વોટર બોટલ (પાણીની બોટલ), જેવી સામગ્રી એક-બીજાની સાથે આપ-લે કરી શકશે નહીં

22. પ્રેક્ટિકલના સમયે વિદ્યાર્થી વિવિધ સેક્શનમાં જશે. વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને એક સાથે લેબોરેટરી (પ્રયોગશાળા)માં લઈ જઈ શકાશે નહીં.

શાળા માટે શુ ગાઈડલાઈન રહેશે

વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે અલગ-અલગ ટાઈમ સ્લોટની વ્યવસ્થા કરવાની રહેશે.

ક્લાસરૂમને બદલે બહાર ખુલ્લામાં અભ્યાસ કરી શકાય છે

image source

ઓનલાઈન અને ડિસ્ટન્સ લર્નિંગની વ્યવસ્થા કરવી પડશે

શાળા ખોલવામાં આવે તે અગાઉ સ્કૂલ કેમ્પસ, ક્લાસરૂમ, લેબોરેટરી, વર્ગખંડો, બાથરૂમને સેનિટાઈઝ કરવાના રહેશે.

જે શાળા ક્વોરેન્ટિન સેન્ટર તરીકે ફાળવવામાં આવી હતી તેને વધારે સાવચેતી અને કાળજી સાથે સેનિટાઈઝ કરવાની રહેશે.

50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને ઓનલાઈન ટીચિંગ તથા ટેલિ કાઉન્સિંલિંગ માટે શાળા બોલાવી શકાશે.

વિદ્યાર્થીઓ માટે બાયોમીટ્રીક એટેન્ડેન્સને બદલે કોન્ટેક્ટલેસ એટેન્ડેન્સની વ્યવસ્થા કરવી પડશે.

એક લાઈનમાં જમીન પર 6 ફૂટ અંતર પર માર્કિંગ કરવાનું રહેશે. આ વ્યવસ્થા શાળાની અંદર અને બહારની જગ્યા પર હશે.

લોકોને પ્રવેશ નહીં મળે

ક્વોરન્ટિન ઝોનમાંથી વિદ્યાર્થી, શિક્ષક અથવા કર્મચારીઓ શાળા નહીં આવી શકે

image source

સિમ્પ્ટોમેટિક વિદ્યાર્થીઓને શાળામાં આવવાની મંજૂરી નહીં અપાય.

જો વિદ્યાર્થી, શિક્ષક કે કર્મચારી બિમાર છે તો તેમને કોઈ પણ સંજોગોમાં શાળાએ બોલાવી શકાશે નહીં

વિદ્યાર્થી, શિક્ષક અથવા કર્મચારીઓમાં લક્ષણ મળવાના સંજોગોમાં શુ કરવું?

તાત્કાલિક તેમને આઈસોલેટ કરવામાં આવશે. જ્યા અન્ય કોઈ વ્યક્તિને જવાની પરવાનગી આપવામાં આવશે નહી

માતા-પિતાને આ અંગે જાણ કરવામાં આવે

જ્યાં સુધી ડોક્ટર તેનું પરીક્ષણ ન કરે ત્યાં સુધી તેને ફેસ કવર પહેરવા કહેવામાં આવશે

તાત્કાલિક નજીકની હોસ્પિટલ અથવા સ્ટેટ હેલ્પલાઈનનો સંપર્ક કરવામાં આવે

image source

સંપૂર્ણ પરિસરને ફરીથી ડિસઈન્ફેક્ટેડ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ કે શિક્ષક કોઈને માનસિક તણાવ કે માનસિક બિમારી સાથે જોડાયેલા હોય તો તેમના માટે નિયમિત કાઉન્સિલિંગ થશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "ધોરણ 9 થી 12નો સુધારેલો અભ્યાસક્રમ જાહેર, 30 ટકા અભ્યાસ ક્રમ સરકારે ઘટાડ્યો, જાણો SOP પણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel