રાજકારણના 20 વર્ષમાં આવી રહી પીએમ મોદીની સફર, 13 વર્ષ ગુજરાતના CM હતા, 6 વર્ષથી PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટાયેલી સરકારના વડા તરીકે બુધવારે 20મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રી તરીકે પ્રથમ કાર્યકાળ 7 ઓક્ટોબર, 2001ના રોજ શરૂ કર્યો હતો. ત્યાર બાદ રાજકોટથી વિધાનસભા ચૂંટણી લડ્યા. પીએમ નરેન્દ્ર મોદીએ 2001માં તે સમયે ગુજરાતની કમાન સંભાળી હતી, જ્યારે ગુજરાતના કચ્છમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. ગુજરાત મોડેલની સફળતા પછી નરેન્દ્ર મોદીને ભાજપે 2013માં PM પદના ઉમેદવાર જાહેર કર્યાં.
PM મોદીનો ચૂંટણીલક્ષી રાજકારણમાં 20માં વર્ષમાં પ્રવેશ છે. જેને લઇ દેશભરમાં ભાજપ ઉજવણી કરશે. ભાજપ સમર્પણના 20 વર્ષ તરીકે ઉજવણી કરશે. પીએમ મોદીના નિર્ણયનો સોશિયલ મીડિયામાં મેસેજ કરાશે.
ગુજરાતની જનતાએ તેમને વર્ષ 2001માં મુખ્યમંત્રી ચૂંટીને રાજ્યના વિકાસની જવાબદારી સોંપી. ત્યાર બાદ તેઓ સતત 4 વખત મુખ્યમંત્રી બન્યા અને મે, 2014 સુધી એ પદ પર રહ્યા. 4 વખત મુખ્યમંત્રી રહ્યા એ દરમિયાન તેમની ઇમેજ કડક વહીવટદારની રહી. તેમણે રાજ્યમાં ઘણાં ઇનોવેશન કર્યાં. ગુજરાતને અગ્રણી રાજ્યોની હરોળમાં લાવી દીધું. રાજ્યમાં ભાજપને એક નવી ઓળખ અપાવી.
2014માં લોકસભાની ચૂંટણીમાં પક્ષે તેમને વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા. ત્યાર બાદ પક્ષે વિક્રમી 282 બેઠક જીતી. વડાપ્રધાનપદે મોદીએ પ્રથમ કાર્યકાળ પૂરો કર્યા બાદ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ફરી વિક્રમી બેઠકો જીતી અને મોદી ફરી વડાપ્રધાન બન્યા. આ અગાઉ જ્યોતિ બસુ 1977થી 2000 સુધી 22 વર્ષ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રહ્યા. દેશમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રીપદ પર રહેવાનો વિક્રમ તેમના નામે છે.
સત્તામાં આવ્યાં પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનધન યોજના, મુદ્રા યોજના, જન સુરક્ષા યોજના, ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, પીએમ આવાસ યોજના, સૌભાગ્ય યોજના, ભીમ-યૂપીઆઇ યોજના, આયુષ્યમાન ભારત અને પીએમ-કિસાન જેવા જનકલ્યાણ કાર્યક્રમ ચલાવ્યાં.
અંગત સ્ટાફમાં માત્ર 3 લોકો
મોદી એવા પ્રથમ વડાપ્રધાન છે કે જેમની ઇમેજ ઓજસ્વી અને પ્રખર વક્તા, પ્રામાણિક અને કુશળ વહીવટદારની છે.
રાજકીય વર્તુળોમાં તેઓ વિશિષ્ટ કાર્યશૈલી માટે જાણીતા છે. તેમના અંગત સ્ટાફમાં માત્ર 3 લોકો જ છે. મોદી એવા પ્રથમ નેતા છે, જેમણે જનતા સાથે જોડાયેલા મુદ્દા અંગે ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમ શરૂ કર્યો.
સિદ્ધિઓ… ટીકા પણ
ટાઈમ મેગેઝિને 2013માં નરેન્દ્ર મોદીને પર્સન ઓફ ધ યર જાહેર કર્યા હતા.
વડાપ્રધાનના પહેલા કાર્યકાળમાં મોદી આંતરરાષ્ટ્રીય નેતા બનીને ઊભર્યા. તેમને યુએન, દ. કોરિયા, બહેરિન, સાઉદી અરબ, પેલેસ્ટાઈન, અફઘાનિસ્તાન, યુએઈ જેવા દેશોએ પુરસ્કૃત કર્યા, જે પૈકી ચાર અવૉર્ડ મુસ્લિમ દેશના છે.
દેશમાં સ્વચ્છતાની અલખ જગાવી. સ્વચ્છતા અભિયાનને કારણે આજે દેશનાં અનેક શહેરને દુનિયામાં ઓળખ મળી છે.
વર્ષ 2016માં દેશમાં નોટબંધી કરી, જેની દેશમાં વિપક્ષે ઘણી ટીકા કરી.
આઝાદી પછી જન્મનારા પહેલા પીએમ, પાંચ મોટાં કામ
નરેન્દ્ર મોદી પહેલા એવા વડાપ્રધાન છે, જેમણે ભાજપનાં મોટાં વચનોને પૂરાં કર્યાં. પહેલું વચન જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરી અને બીજું વચન રામ મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું.
2 ઓક્ટોબર, 2014ના રોજ ગાંધીજયંતીએ સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા ‘સ્વચ્છ ભારત મિશન’ શરૂ કર્યું. 2014માં દેશમાં સ્વચ્છતા 38% હતી, જે 99% થઈ છે.
ગરીબોને મફત રસોઈગેસ જોડાણો આપવા ઉજ્જવલા યોજના શરૂ કરાવી. અત્યારસુધીમાં 7 કરોડથી વધુ લોકો લાભ લઈ ચૂક્યા છે.
ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્પાદનનું પાવરહાઉસ બનાવવા ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાન શરૂ કર્યું.
2017માં જીએસટી લાગુ કરાવ્યો, ‘વન નેશન, વન ટેક્સ’ની સંકલ્પના પૂરી થઈ.
2019માં 3 તલાકવિરોધી કાયદો લાગુ.
જમ્મુ-કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકીહુમલાના જવાબમાં પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી. પુલવામા હુમલાનો જવાબ બાલાકોટ એર સ્ટ્રાઈકના રૂપમાં આપ્યો.
અત્યારસુધીમાં 60થી વધુ દેશની મુલાકાત લઈ ચૂક્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "રાજકારણના 20 વર્ષમાં આવી રહી પીએમ મોદીની સફર, 13 વર્ષ ગુજરાતના CM હતા, 6 વર્ષથી PM"
ટિપ્પણી પોસ્ટ કરો