કોરોનાકાળમાં પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે છે ખુબ અગત્યના
કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી ઘણા લોકો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. ઘણા લોકોની નોકરી જતી રહી છે તો ઘણાની દુકાનો બંધ પડી છે. એવા આર્થિક તંગી સામેલ લડવા લોકો પર્સનલ લોનનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે પણ પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા હો તો તમારે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે કઇ બેંક કયા વ્યાજ દરે લોન આપી રહી છે. લોનની રકમ અને વ્યાજ દર તમારી આવક, લોન, રિ-પેમેન્ટ કેપેસિટી જેવી વસ્તુઓ પર આધારિત હોય છે. આજે અમે તમને એવી કેટલીક બેન્કો વિશે જણાવીશું જે તમને ઓછા વ્યાજ દરે લોન આપી રહી છે. તો ચાલો જાણીએ તમારા માટે કઈ બેન્ક બેસ્ટ છે.
જો કમે 10% લેખે લોન લીધી હોય તો કેટલું વ્યાજ ચૂકવવું પડશે?
જાણી લો કઈ બેન્ક કેટલા વ્યાજે આપી રહી છે લોન
9% લેખે લોન લીધી તો કેટલું વ્યાજ ચૂકવવું પડશે?
એક્સપર્ટના અનુસાર પર્સનલ લોન પર બેંક વ્યાજ બે રીતે કેલ્ક્યુલેટ કરે છે. પહેલું પ્રતિદિવસ અથવા માસિક રિડ્યૂશિંગ બેલેન્સ મેથેડેલોજી (Reducing Balance Methodology) અને બીજું વાર્ષિક રિડ્યૂશિંગ મેથેડેલોજી. એક્સપર્ટનું કહેવું છે કે જો તમે દરરોજ અથવા માસિક રિડ્યૂશિંગ બેલેન્સ મેથેડેલોજી હેઠળ લોન લો છો, તો દર મહિને હજારો રૂપિયાનો ફાયદો થવાની સંભાવના છે.
બાકી લોન પર થાય છે વ્યાજની ગણતરી

એક્સપર્ટના અનુસાર પર્સનલ લોન પર જો વ્યાજ દરરોજ અથવા માસિક રિડ્યૂશિંગ બેલેન્સ મેથેડેલોજી હેઠળ ગણતરી થાય છે તો તેના હેઠળ બાકી રહેલી રકમ પર વ્યાજની ગણતરી થાય છે. આમ કરવાથી તમારો ઇએમઆઇ દર મહિને ઓછો થઇ જાય છે. આ પ્રકારે તમને પર્સનલ લોન પર ઇફેક્ટિવ વ્યાજ ઓછું થઇ જાય છે.
વાર્ષિક રિડ્યૂશિંગ મેથેડેલોજીથી નુકસાન

એક્સપર્ટનું કહેવું છે કે વાર્ષિક રિડ્યૂશિંગ મેથેડેલોજી હેઠળ વર્ષની શરૂઆતમાં જ તમારી બાકી પર્સનલ લોન પર વ્યાજની ગણતરી કરવામાં આવે છે. તેના લીધે તમે વર્ષ સુધી જે ઇએમઆઇ આપો છો તેના પર પણ વ્યાજ આપવું પડે છે. આ રીતમાં તમને પર્સનલ લોનનું વ્યાજ એક વર્ષ બાદ જ ઓછું થઇ શકે છે.
વ્યાજ દર તમારી ઇનકમ પ્રોફાઇલના આધારે નક્કી થાય છે

સામાન્ય બેંક વાર્ષિક 10 ટકાથી 16 ટકા સુધીના વ્યાજ પર તમને પર્સનલ લોન આપે છે. મોટાભાગના કેસમાં પર્સનલ લોનના વ્યાજ દર તમારી ઇનકમ પ્રોફાઇલના આધારે નક્કી થાય છે. તમારી કંપની, સેલરી, સેલરી એકાઉન્ટને જોઇને વ્યાજદર નક્કી થાય છે. જો તમારું સેલેરી એકાઉન્ટ છે તો સંબંધિત બેંક તમને પર્સનલ લોન માટે વ્યાજમાં થોડી છૂટ આપી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કોરોનાકાળમાં પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે છે ખુબ અગત્યના"
ટિપ્પણી પોસ્ટ કરો