લવ મેરેજનો તદ્દન અજીબ કિસ્સો, એન્જિનિયર પતિ અને સસરા સાથે મળીને કરતા આવું, પત્ની સામે કરતો નિર્વસ્ત્ર ડાન્સ અને..
હવે લવ મેરેજ એક ફેશન બની ગઈ છે. પહેલાં લવ મેરેજને ખુબ જ ખરાબ રીતે જોવામાં આવતા હતા, પરંતુ હવે તે એકદમ સામાન્ય બની ગયું છે. ત્યારે હાલમાં આ વિશે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અને જેને સાંભળી તમારી અક્કલ કામ નહીં કરે. BBAમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા હતા જો કે ત્યારબાદ અવારનવાર પતિ તથા સસરા દ્વારા દારૂની પાર્ટી યોજાતી હતી. જેમાં દારૂ અને મટનની પાર્ટીમાં યુવતીને પીરસવા દબાણ કરવાની સાથે દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપીને સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો બનાવ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
હાલમાં માહિતી જાણીને પોલીસે પતિ સામે બળાત્કાર સહિત 5 સાસરિયા વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધારે કાર્યવાહી હાથ ધરી છે. સાસરિયાઓમાં અમાનુષી અત્યાચારનો ભોગ બનેલી શિક્ષિત પરિણીતાએ વડોદરા તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, વડોદરા શહેરના વાસણા રોડ પર રહેતી પીંકી (નામ બદલેલ છે) બીબીએનો અભ્યાસ કરે છે. 28 વર્ષીય પીંકી (નામ બદલેલ છે)ના લગ્ન વર્ષ 2019માં કમલકાંત પટેલ સાથે થયા હતા. કમલકાંત પટેલ હાલોલની પોલિકેબ વાયર કંપનીના સિનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે.
બન્યું એવું કે લગ્ન પછી બે મહિના સુધી ઘરસંસાર વ્યવસ્થિત રીતે ચાલ્યો હતો. જો કે ત્યાર બાદ તેઓએ પોત પ્રકાશવાનું શરૂ કર્યું હતું. કમલકાંત પાર્ટી દરમિયાન નિર્વસ્ત્ર થઇને પીંકી (નામ બદલેલ છે) સામે ડાન્સ કરતો હતો. જેના કારણે પારૂલ પણ શરમજનક સ્થિતીમાં મુકાતી હતી. આ અંગે સાસુને ફરિયાદ કરતા તેમણે કહ્યું કે, મારો દિકરો તો એવો જ છે અને એવો જ રહેશે તને ફાવે તો રે નહી તો ઘરે ચાલતી પકડ. તે પીંકી (નામ બદલેલ છે) સાથે વારંવાર મારઝુડ કરતો હતો અને તેને બચકા ભરીને શારીરિક શોષણ પણ કરતો હતો.
આટલા કારનામા સિવાય પણ તેને સુરતની કોઇ યુવતી સાથે સંબંધો હોવાનું પણ સામે આવ્યું છે. બંન્ને મોડી રાત સુધી ફોન પર વાતો કરતા હતા. આ અંગે નણંદ ધ્રુતીને વાત કરતા તેણે જણાવ્યું કે, આધુનિક યુગમાં તો આવું ચાલ્યા જ કરે, તેમાં કોઇ વિરોધ કરવાનો જ ન હોય. આવું કહીને વાત હસવામાં કાઢી નાખી હતી. આ ઉપરાંત તેને વાંઝણી હોવાના મ્હેણા માળીને ભુવાઓ પાસે લઇ જતા અને દોરા ધાગા બંધાવવા ઉપરાંત કેટલાક પીણા પરાણે પીવડાવવામાં આવતા હતા. આખરે તેઓ રોકડા રૂપિયા, દાગીના બધુ જ આંચકીને તેના પિયર મુકી ગયા હતા. હવે આ કિસ્સો સામે આવતા જ આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને લોકોએ આવા હરામીઓ પર ફિટકાર વરસાવ્યો હતો.
આ પહેલાં આ કિસ્સાથી એક વિપરીત કિસ્સો સામે આવ્યો હતો અને અમદાવાદમાં પત્નીએ પતિને ઢોર માર માર્યાની ફરિયાદ થઇ હતી. શહેરનાં વાસણા વિસ્તારમાં પત્નીએ પતિને રાતે ઘરે મોડા કેમ આવો છો કહીને લાકડીથી ઢોર માર માર્યો હતો. જેના કારણે તેને લોહીલુહાણ હાલતમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પતિએ પત્ની સામે ફરિયાદ નોંધાવી છે. વાસણામાં કેશવાણીનગરમાં ગૌતમ પરમાર રહે છે. જે માનવમંદીર પાસેનાં પેટ્રોલ પંપ પર કામ કરે છે. તે પત્ની ઇલાબહેન અને સાત વર્ષનાં દીકરા સાથે રહે છે.
ઈલા અને ગૌતમ વચ્ચે છેલ્લા ઘણાં સમયથી ઉગ્ર બોલાચાલી ચાલે છે. નાની નાની વાતમાં બંન્ને વચ્ચે ઝઘડો થાય છે. તેમના ઘરની નજીક નણંદ રહે છે તે પણ જ્યારે ઘરે આવે ત્યારે તેની પણ સાથે પત્ની લડતી હતી કે તારે મારા ઘરે નહીં આવવાનું. પત્ની ઇલાનું પિયર પણ નજીક જ છે. તે અવારનવાર પોતાના પિયરમાં ઝગડો કરીને જતી રહેતી અને પતિ તેને મનાવવા જતો. થોડા દિવસ પહેલા ગૌતમ નોકરી પરથી રાતે ઘરે આવ્યો અને જમવા બેઠો ત્યારે જ ઇલાએ બોલાચાલી શરૂ કરી હતી. તેણે કહ્યું હતું કે, તમે ઘરે કેમ મોડા આવો છો. નોકરીનો સમય આટલો મોડો ન હોય. આવું બોલીને લાકડીનાં ફટકા મારીને લોહીલુહાણ કરી નાંખ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "લવ મેરેજનો તદ્દન અજીબ કિસ્સો, એન્જિનિયર પતિ અને સસરા સાથે મળીને કરતા આવું, પત્ની સામે કરતો નિર્વસ્ત્ર ડાન્સ અને.."
ટિપ્પણી પોસ્ટ કરો