અહીં લાગશે ચીનની જેમ સ્મોગ ટાવર, જાણો સ્મોગ ટાવર કેવી રીતે કરે છે કામ

દિલ્લીમાં શિયાળો શરૂ થતાં જ વાયુ પ્રદૂષણ જોખમી સ્તર પર વધી જાય છે. તેને જોતાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નોટ પ્લેસ પર એક સ્મોગ ટાવર લગાવવાની જાહેરાત કરી છે. લગભગ 20 કરોડની કીંમતથી બનેલો આ ટાવર ચીનના સ્મોગ ટાવરની જેમ જ હશે. તો ચાલો જાણીએ આ સ્મોગ ટાવર કેવી રીતે કામ કરે છે તે વિષે

ચીનમાં અનહદ એર પોલ્યુશન

તમને જણાવી દઈએ કે એક સમય હતો જ્યારે દિલ્લી-એનસીઆરની જેમ ચીનના મોટા શહેરો ધુમ્મસની એક ચાદરમાં લપેટાયેલા રહેતા હતા. બિજિંગમાં તો દરેક વ્યક્તિએ માસ્ક પહેરવો પડતો હતો. શાળાઓ-કોલેજો સરકારી સંસ્થાઓ વિગેરે બંધ કરી દેવામાં આવતા હતા. વાયુ પ્રદૂષણનું સ્તર એટલી હદે વધી જતું હતું. પણ ચીને આ વાયુ પ્રદૂષણ વિરુદ્ધ 2013માં એક મોટી લડત લડી અને 8 વાર્ષમાં તેની અસર મોટા પ્રમાણમાં ઘટી ગઈ. પ્રદૂષણના કારણે થનારા સ્મોગ (સ્મોક + ફોગ)ને ઘટાડવા માટે ઉઠાવવામાં આવેલા અનેક પગલાંઓમાંનું એક હતું સ્મોગટાવર.

ચીનના જિયાન શહેરમાં બનાવવામાં આવેલ ટાવર 330 ફૂટ ઉંચો છે. તે હવાને સ્વચ્છ કરવાનું કામ કરે છે. ધારણા પ્રમાણે તે રોજ એક કરોડ ઘનમીટર હવાને સ્વચ્છ કરે છે. તેને લગાવ્યા બાદ શહેરની સ્વચ્છ હવાની સ્થિતિમાં ઘણો બધો સુધારો જોવા મળ્યો છે. આ શહેરની સ્થિતિ આ એર પ્યુરિફાયર લગાવ્યા પહેલાં એવી હતી કે શહેરની વ્યક્તિ હવામાં 21 સિગરેટને બરાબર ઝેરીલા તત્ત્વો પોતાના શ્વાસમાં લેતી હતી.

કેટલી હવા શુદ્ધ કરે છે આ સ્મોગ ટાવર

image source

વૈજ્ઞાનિક જ તેનું આખું કામ સંભાળે છે. તેને જ્યારથી લગાવવામાં આવ્યો છે ત્યારથી દસ કિલોમીટરની રેંજની હવાને તે સાફ રાખે છે. માત્ર એટલું જ નહીં પણ આ પ્યુરિફાયર ટાવર હવાની ગુણવત્તામાં પણ સુધારો કરે છે અને સાથે સાથે સ્મોગને પણ 15થી 20 ટકા સુધી ઓછો કરે છે. ઝિયાનના ટાવરે પોતાની આસપાસના લગભઘ 6 વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં પી.એમ 2.5ને 19% સુધી ઘટાડી દીધું છે.

સોલર એનર્જીથી કામ કરે છે

image source

ટાવરની આખી કાર્ય પ્રણાલી સૌર ઉર્જાથી નિયંત્રિત થાય છે. તેના માટે તેની બહારથી કોઈ વીજળી નથી લેવામાં આવતી. તે સૂર્યથી મળતી ઉર્જાથી પોતાનું કામ કરે છે. વૈજ્ઞાનિક માને છે કે આ ટાવરથી આવનારા સમયમાં વધારે રિઝલ્ટ મળશે. વૈજ્ઞાનિક આવનારા સમયમાં તેની ક્ષમતા અને ઉંચાઈ બન્ને વધારી શકે છે. જેથી તે વધારે રેંજ સુધી કામ કરી શકે.

બિજિંગમાં પણ વિશાળ સ્મોગ ટાવર

image soucre

ક્યારેક એવો હાલ હતો ઝિયાન શહેરનો કે શિયાળા દરમિયાન અહીં એટલું બધુ પ્રદૂષણ વધી જતું કે લોકો માટે શ્વાસ લેવું પણ મુશ્કેલ બની જતું હતું. મુખ્ય રીતે આ શહેરની હીટીંગ સિસ્ટમ કોલસા આધારિત હતી. આ પ્રોજેક્ટને 2015માં શરૂ કરવામાં આવ્યો અને બે વર્ષની અંદર તે પુરો થઈ ગયો. આ સિવાય બિજિંગમાં પણ ચીને આ પ્રકારનો જ એક વિશાળ સ્મોગટાવર બનાવડાવ્યો છે. તે માત્ર વિજળીથી ચાલે છે જોકે તેની ક્ષમતા તેટલી નથી, જેટલી શાંખ્શી પ્રાંતના ઝિયાન શહેરના ટાવરની છે.

ભારતમાં પહેલાં પણ પ્રયાસ થતો રહ્યો

image soucre

આમ તો દિલ્લીમાં પણ પાયલટ પ્રોજેક્ટ હેઠળ સ્મોગ ટાવર લગાવવાનો પ્રયાસ પહેલા કરવામાં આવ્યો છે. વર્ષ 2018માં અહીં ITO ચોક પર વાયુ નામથી એક ટાવર બનાવવાનો પ્રયાસ થયો હતો. પણ તે ટેકનિક ફેઇલ થઈ ગઈ કારણ કે દિલ્લીની હવા એટલી હદે પ્રદૂષિત થઈ ગઈ છે કે તેના ફિલ્ટર જ કામ નહોતા કરી રહ્યા. તેના કારણે મેન્ટેનન્સ કોસ્ટ વધારે થઈ જતી હતી. ડિવાઇઝને સીએસઆઈઆર અને નીરી એટલે કે નેશનલ એનવાયરનમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇસ્ટીટ્યૂટે ડિઝાઈન કર્યો હતો.

image soucre

દિલ્લીના લાજપત નગરમાં પણ એક ટાવર લગાવવાં આવ્યો છે, જો કે તે કેવી રીતે કામ કરે છે તે વિશે કોઈ ચર્ચા નથી થઈ રહી. કહેવાય છે કે તે પ્રદૂષણ સ્તરને ઘટાડશે અને ચાર આઉટલેટ માધ્યમો દ્વારા તે શુદ્ધ હવાને બહાર નીકળવામાં મદદ કરશે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું કહેવું છે કે સ્વચ્છ હવા માટે કેટલાએ ગણું મોટું અને વધારે ક્ષમતાવાળા ટાવર લગાવવા પડશે ત્યારે જ દિલ્લીના લોકો સ્વચ્છ હવામાં શ્વાસ લઈ શકશે. તેની ટેકનિક એ રીતે કામ કરશે કે ટાવરમાં હાજર એગ્ઝોસ્ટ ફૈન પ્રદૂષિત હવાને અંદર ખેંચશે અને અંદર તેનું પ્રોસેસિંગ કરીને સ્વચ્છ હવા બહાર ફેંકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "અહીં લાગશે ચીનની જેમ સ્મોગ ટાવર, જાણો સ્મોગ ટાવર કેવી રીતે કરે છે કામ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel