અજમાવો આ ટિપ્સ, અને રસોડામાંથી આવતી દુર્ગંધથી મેળવો છુટકારો
જમવાનું બનાવતી વખતે ઘણી વાર મસાલાની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય છે. ભોજનમાંથી આવતી આ સોડમ દરેક વ્યક્તિને ખૂબ જ ગમતી હોય છે. પણ આનાથી તદ્દન વિપરીત જો ક્યારેક જમવાનું બળી જાય કે બગડી જાય તો એની પણ સ્મેલ આખા ઘરમાં ફેલાઈ જતી હોય છે. એવામાં આ દુર્ગંધથી છુટકારો મેળવવાનું કામ થોડું મુશ્કેલી ભર્યું થઈ જાય છે. પણ તો ય કેટલાક ઘરેલુ નુસ્ખાની મદદથી તમે આ દુર્ગંધને દૂર કરી શકાય છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ રસોડામાં આવતી આ દુર્ગંધથી છુટકારો મેળવવામાં કેટલાક એકદમ સરળ ઉપાય.
વાસણને સારી રીતે ધુઓ.

જે કોઈ પણ વાસણમાં જમવાનું બડી ગયું હોય એને તરત જ સારી રીતે ધોઈ લો. જેથી કરીને દુર્ગંધ ફેલાય નહિ. તમે આ વાસણને ધોવા માટે ડીશ વોશ સિવાય વિનેગર, બેકિંગ સોડા લીંબુનો રસ વગેરેનો પણ ઉપયોગ કરી શકો છો.
રસોડાના ભીના તેમજ સૂકા કચરાને અલગ અલગ રાખો.

ઘણીવાર રસોડાના ભીના અને સૂકા કચરાને એકસાથે મૂકી રાખવાથી પણ રસોડામાં દુર્ગંધ આવવા લાગે છે. એવામાં શાકભાજી, ફળો વગેરેની છાલ જેવા કચરાને અલગ રાખો અને ખરાબ શાકભાજી અને દાળને અલગ ડસ્ટબીનમાં નાખો.
વિનેગર અને તજ.

આ માટે એક વાટકીમાં વિનેગર અને એક ટુકડો તજ નાખી લો. પછી આ વાટકીને રસોડાના એક ખૂણામાં મૂકી દો. આવું કરવાથી બસ થોડાક જ કલાકમાં દુર્ગંધ એકદમ દૂર થઈ જશે.
લીંબુનો રસ.

એક બાઉલમાં એક લીંબુ કાપીને એનો રસ કાઢી લો. પછી એમાં પાણી નાખીને મિક્સ કરી લો. આ મિશ્રણને કિચન સેલ્ફ પર મૂકી દો. આ સિવાય તમે એને ફ્રિજમાં પણ રાખી શકો છો. આનાથી ફ્રીજમાંથી આવતી વાસ પણ દુર થઈ જશે.
બેકિંગ સોડા.

જો તમારું કિચન સ્લેબ ખૂબ જ ગંદુ થઈ ગયું હોય તો એના પર બેકિંગ સોડા ફેલાવી દો. 10 15 મિનિટ પછી એને સાફ કરીને ત્યાં પોતું મારી લો. આવું કરવાથી સ્લેબમાંથી આવતી વાસ એકદમ દૂર થઈ જશે.
રૂમના દરવાજા બંધ રાખો.

ઘણીવાર જમવાનું બનાવતા હોય ત્યારે જમવાનું દાજી જાય એની તકલીફ થઈ જાય છે. એવામાં હંમેશા ઘરના અન્ય રૂમોના દરવાજા બંધ કરીને જ જમવાનું બનાવો. જેથી કરીને કઈક બગડી જાય કે જમવાનું દાજી જાય તો એની વાસ ઘરના અન્ય રૂમો સુધી ન ફેલાય.
જો તમે પણ તમારા રસોડામાં આવી દુર્ગંધથી પરેશાન હોવ તો આ વખતે દિવાળીની સફસફાઈમાં આ નુસખા અચૂક અપનાવી જોજો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "અજમાવો આ ટિપ્સ, અને રસોડામાંથી આવતી દુર્ગંધથી મેળવો છુટકારો"
ટિપ્પણી પોસ્ટ કરો