ગુજરાતીઓ માટે મોટી ખુશખબર: તમારું આ હોટ ફેવરિટ સ્થળ આજથી મુકાયુ ખુલ્લું, પણ ખાસ જાણી લો આ નિયમો
ગુજરાતીઓનું મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું!
માઉન્ટ આબુમાં (Mount Abu) વરસાદને કારણે (Monsoon) પ્રકૃતિ સોળે કલાએ ખીલી છે. ચારેવ બાજુ લીલી ચાદર છવાઇ ગઇ છે અને ઝરણા ખળખળ વહી રહ્યાં છે.કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે ત્યારે રાજસ્થાન સરકાર દ્વારા પ્રવાસીઓ માટે માઉન્ટ આબુને કોરોના ગાઈડલાઈન મુજબ ખુલ્લું મુકવામાં આવ્યું છે. તેથી સહેલાણીઓ અને વેપારીઓમાં એક ખુશીની લાગણીઓ જોવા મળી હતી.

માઉન્ટ આબુમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના લીધે સહેલાણીઓ ઉપર રોક લગાવવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. ત્યારે રાજસ્થાન સરકાર દ્વારા પ્રવાસીઓ માટે માઉન્ટ આબુને કોરોના ગાઈડ લાઇન મુજબ ખુલ્લું મુકવામાં આવ્યું છે. જોકે, ગુજરાતીઓના પ્રિય ગિરિમથક માઉન્ટ આબુમાં આરટીપીસીઆર નેગેટિવ હશે તો જ પ્રવેશ અપાશે. તેથી સહેલાણીઓ અને વેપારીઓમાં એક ખુશીની લાગણી જોવા મળી હતી.

માઉન્ટઆબુ છેલ્લા દોઢ એક વર્ષથી કોરોના સંક્રમણ વધતાં સહેલાણીઓ ઉપર માઉન્ટ આબુમાં પ્રવેશ પર રોક લગાવામાં આવી હતી. જોકે હવે કેસોમાં ધરખમ ઘટાડો થતાં તંત્ર દ્વારા કોરોના ગાઈડ લાઇન મુજબ સહેલાણીઓ માટે માઉન્ટ આબુ ખુલ્લુ રાખવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયથી વેપારીઓમાં ખુશી જોવા મળી હતી.

રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ છેલ્લા કેટલાય સમયથી સહેલાણીઓ વગર સુમસામ ભાસતું હતું જે રસ્તાઓ પણ સહેલાણીઓથી ઉભરાતા હતા.તે પણ એકદમ સુમસામ ભાસતા હતા. આ અંગે વધુ માહિતી આપતા માઉન્ટ આબુના પ્રાંત અધિકારી અભિષેક સુરાનાએ જણાવ્યું હતું કે સરકાર ના આદેશ અનુસાર અને કોવિડ ગાઈડ લાઇનને ધ્યાનમાં રાખી પ્રવાસીઓ પર રોક લગાવામાં આવી હતી. પરંતુ હાલ માં કોવિડ ગાઈડ લાઇન મુજબ દરેક પ્રવાસીઓને આવકારાશે.

પરંતુ તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઈન મુજબ સહેલાણીઓને આવકારવાના નિર્ણયથી વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ છેલ્લાં કેટલાંક સમયથી સહેલાણીઓ વગર સુમસામ ભાસતું હતું. જે રસ્તાઓ સહેલાણીઓથી ઉભરાતા હતો તે પણ એકદમ સુમસામ ભાસતા હતા. પરંતુ તંત્રના આ નિર્મણથી હવે ફરીવાર માઉન્ટ આબુ સહેલાણીઓથી ઉભરાય તો નવાઈ નહીં.
માઉન્ટ આબુના પ્રાંત અધિકારી અભિષેક સુરાનાએ જણાવ્યું હતું કે, સરકારના આદેશ અનુસાર અને કોવિડ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી પ્રવાસીઓ પર રોક લગાવવામાં આવી હતી. પરંતુ હાલામં કોવિડ ગાઈડલાઈન મુજબ દરેક પ્રવાસીઓને આવકારવામાં આવશે.

સરકાર અને તંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને વેપારીઓએ વધાવી લીધો હતો અને દરેક વેપારીઓ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી સહેલાણીઓને આવકારશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સહેલાણીઓ માટે માઉન્ટ આબુ ફેવરિટ હિલ સ્ટેશન બની રહ્યું છે. આથી આગામી સમયમાં ગુજરાતના પ્રવાસીઓ પણ અહીં મોટી સંખ્યામાં ઉમટશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. નોંધનીય છે કે, માઉન્ટઆબુનું નક્કીલેક છલકાતા રમણીય દ્રશ્યો સર્જાયા છે. આબુમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલતાં પ્રવાસીઓ મૌસમનો નજારો માણવા મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ગુજરાતીઓ માટે મોટી ખુશખબર: તમારું આ હોટ ફેવરિટ સ્થળ આજથી મુકાયુ ખુલ્લું, પણ ખાસ જાણી લો આ નિયમો"
ટિપ્પણી પોસ્ટ કરો