મારા ડ્રેસને અનુરૂપ આ રીતે તહેવારોમાં કરો હેર સ્ટાઇલ, લોકો જોતા રહી જશે તમારી સામે
સ્ત્રીઓ માટે આમ તો દરેક તહેવાર ખાસ હોય છે. પણ વાત જો દિવાળીની હોય તો સ્ત્રીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. દિવાળી એટલે જાણે તહેવારોનો મેળાવડો. એક પછી એક આવતા અલગ અલગ તહેવાર અને એ દરેક તહેવારમાં સ્ત્રીઓનો સોળ શણગાર સજેલું રૂપ ખરેખર જોવા જેવું હોય છે. દિવાળીના દિવસોમાં દરેક સ્ત્રીને તૈયાર થવું ખૂબ જ ગમે છે.

વાત જો સ્ત્રીઓના ખાસ તહેવારની કરવામાં આવતી હોય અને એમાં નવા નવા આઉટફિટ અને હેર સ્ટાઈલની વાત મ થાય એવું તો ક્યારેય બનતું હશે.આમ જોવા જઈએ તો હેર સ્ટાઇલ કરી હોય તો સાવ સાદો દેખાતો ડ્રેસ પણ ખૂબ જ સુંદર લુક આપે છે. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છો અમુક એવી હેર સ્ટાઇલ વિશે જેને તમે પણ તમારા દિવાળીના ડ્રેસ સાથે મેચ કરીને અપનાવી શકશો અને વધુ સુંદર દેખાય શકશો. તો ચાલો જોઈ લઈએ એ હેર સ્ટાઇલ.

જો તમે દિવાળી સાડી પહેરવાના હોય તો તમે સાડી સાથે બન હેર સ્ટાઇલ કરી શકો છો અને એ હેર સ્ટાઇલ પર ગજરો પણ લગાવી શકો છો.
તમે ઇચ્છો તો તમે પણ દિવાળી પર આ રીતે ચોટલો વાળીને એના પર ફૂલ કે પછી ફુલવાળી ક્લીપ્સ લગાવીને તેને આકર્ષક લુક આપી શકો છો.

જો તમે દિવાળી પર ચોલી કે સાડી પહેરવાના હોય તો તમે પણ આ રીતે તમારા વાળને કર્લ કરીને ખુલ્લા રાખી શકો છો.

આ દિવાળી પર તમે ઇચ્છો તો તમે પણ તમારા વાળને આ રીતે સાઈડમાં પણ ખુલ્લા રાખી શકો છો.

જો તમે દિવાળી પર ચોલી કે કુર્તી પહેરવાના હોય તો આ રીતે સાઈડ બન પણ કરી શકો છો. આ હેર સ્ટાઇલ તમને કલાસી લુક આપશે.
જો તમે સરારા શૂટ પહેરવાના હોય તો તમે તમારા વાળને કર્લ કરીને ખુલ્લા રાખી શકો છો અને ઈચ્છો તો એની સાથે ટીક્કો પણ લગાવી શકો છો. જે તમારા લુકને એકદમ કમ્પ્લીટ કરશે.

જો તમે અનારકલી ડ્રેસ પહેરવાના હોય તો એની સાથે બન હેર સ્ટાઇલ કરો. આ હેર સ્ટાઇલ તમારા લુકમાં ચાર ચાંદ લગાવી દેશે.

તમે દિવાળીમાં સાઈડ ચોટલો વાળીને એને ફૂલોથી શણગારી પણ શકો છો.
જો તમે ચોલી કે સાડી પહેરવાના હોય તો એની સાથે બન હેર સ્ટાઇલ કરીને ગજરો પણ લગાવી શકો છો.

તમે સાદો પફ બનાવી સિમ્પલ પોનિટેલ પણ વાળી શકો છો. જે તમારા એથનીક સૂટને ખૂબ જ સુંદર લુક આપશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "મારા ડ્રેસને અનુરૂપ આ રીતે તહેવારોમાં કરો હેર સ્ટાઇલ, લોકો જોતા રહી જશે તમારી સામે"
ટિપ્પણી પોસ્ટ કરો