લોકોએ કહ્યું…નોકરી છોડીને ભૂલ કરે છે પરંતુ આ વ્યક્તિએ બધાને પાડી દીધા ખોટા, અને હવે ખેતીમાં કમાય છે લાખો રૂપિયા
વ્યક્તિ જીવનમા ક્યારે કેવુ પરિવર્તન આવી જાય તેની તમે કલ્પના પણ ન કરી શકો. ક્યારેક એક શિક્ષકની નોકરી કરતા યુપીના આ વ્યક્તિ અત્યારે ખેતીમાંથી મહિને લાખોની કમાણી કરી રહ્યા છે. વાત છે ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લાના દૌલતપુરના રહેવાસી અમરેન્દ્ર પ્રતાપ સિંહની જેએ હાલમાં પોતાના વિસ્તારમાં ભારે ચર્ચામાં છે, જેની પાછળનું કારણ છે તેઓ દ્વારા નવી ટેક્નિકથી કરવામાં આવતી ખેતી છે. હાલમાં તેઓ 60 એકર જમીન પર ખેતી કરે છે. એક ડઝનથી વધુ પાક ઉગાડે છે, જેનાથી વર્ષે એક કરોડ રૂપિયાની કમાણી થાય છે. તો ચાલો આપણે જાણીએ તેમણે કેવી રીતે આ ખેતીની શરૂવાત કરી,
દરેક લોકો ખેતી કરવાથી ભાગી રહ્યાં હતા
તેમની જીવની વાત કરીએ તો 35 વર્ષના અમરેન્દ્ર એક સરકારી સ્કૂલમાં શિક્ષક છે, હાલ તેઓ લીવ વિથ આઉટ પે પર છે. ખેતી કરવા માટે તેમણે રજા લીધી છે. તેઓ કહે છે, મારા ગામમાં લોકો ખેતી કરીને કંટાળી ગયા હતા, દરેક લોકો ખેતી કરવાથી ભાગી રહ્યાં હતા. મારાં બા ઘઉં, શેરડી જેવા પારંપરિક પાક ઉગાડતાં હતાં, જેમાં કમાણી ઘણી જ ઓછી થતી હતી. આટલું ઓછું હોય તેમ પૈસા પણ મોડા મળતા હતા.
અનેક લોકોએ મારા નિર્ણયનો વિરોધ કર્યો
આ અંગે તેઓ આગળ જણાવે છે, 2014માં મેં ખેતી કરવાનું વિચાર્યું અને લખનઉથી પાછો ગામમાં આવી ગયો. અનેક લોકોએ મારા નિર્ણયનો વિરોધ કર્યો. સંબંધીઓએ કહ્યું કે હું મારા પગ પર કુહાડી મારી રહ્યો છું. બધા ખેતી છોડીને નોકરી કરવા માગે છે અને તું સરકારી નોકરી છોડીને ખેતી કરવા આવ્યો છો. કોઈ જ ફાયદો નથી આમાં.
ખેતીની ઝીણામાં ઝીણી વાતને સમજ્યો
અમરેન્દ્રને પહેલા ખેતી વિશે કાય નોલેજ ન હતું. અમરેન્દ્ર કહે છે કે મેં નક્કી કર્યું હતું કે હવે જે કંઈ પણ થાય, ખેતી કરવી જ છે. મેં ગૂગલ અને યુટ્યૂબ પર ખેતી અંગે થોડું સર્ચ કર્યું. પછી કેળાંની ખેતીનો આઈડિયા મળ્યો. જે ખેડૂત પહેલેથી જ આની ખેતી કરતા હતા તેની પાસે જઈને આ અંગેની જાણકારી મેળવી. ખેતીની ઝીણામાં ઝીણી વાતને સમજ્યો. જે બાદ બે એકર જમીન પર મેં કેળાંની ખેતી શરૂ કરી. પહેલા જ વર્ષે રિસ્પોન્સ સારો મળ્યો. બીજા વર્ષથી ખેતીનો વ્યાપ વધારી દીધો. કેળાંની સાથે સાથે બીજાં ફળ અને શાકભાજીઓ ઉગાડવા લાગ્યો.
એક પાકની સાથે બીજા પાક પણ ઉગાડી દેતા
ખેતી અંગે તેમણે નવ આઈડિયા અપનાવ્યો.તેઓ કહે છે, અનેક વખત અયોગ્ય હવામાનને કારણે પાક નબળો પડતો હતો. એનાથી બચવા માટે અમે અલ્ટરનેટિવ પ્લાન તૈયાર કર્યો. અમે એક પાકની સાથે બીજા પાક પણ ઉગાડી દેતા હતા, જેમ કે કેળાંની સાથે હળદર, મશરૂમ અને તરબૂચ લગાડી દીધાં, જેથી કોઈ એક પાક ખરાબ પણ થાય તો બીજાથી એની નુકસાની ભરપાઈ થઈ શકે. શરૂઆતમાં તો અમે પોતે જ મંડીમાં જઈને શાકભાજી અને ફળ વેચતા હતા. ધીમે-ધીમે લોકોએ અમારા વિશે માહિતી મેળવી, તો હવે લોકો પોતે જ અમારા ખેતર પર આવે છે. અમારે ત્યાંથી ટ્રક ભરી ભરીને લખઉ, વારાણસી, દિલ્હી જેવાં શહેરોમાં જાય છે.
ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ અમારી પ્રોડક્ટ ઉપલબ્ધ થશે
તેમણે ધીમે ધીમે ખેતીનો વ્યાપ વધારી દીધો. અમરેન્દ્ર હજુ 60 એકર જમીન પર ખેતી કરે છે, જેમાંથી 30 એકર જમીન પર પારંપરિક પાક અને બાકીની 30 એકર જમીન પર કેળાં, તરબૂચ, મશરૂમ, હળદર, સ્ટ્રોબેરી અને કાકડી સહિત લગભગ એક ડઝનથી વધુ ફળ અને શાકભાજીઓ ઉગાડી રહ્યા છે. તેમની સાથે 35 લોકો કામ કરે છે. તેમની પાસેથી અનેક ખેડૂતો પણ ખેતી શીખી રહ્યા છે. તેઓ આગળ જણાવે છે, અમે લાઇસન્સ લઈ લીધું છે. હવે અમે ફૂડ પ્રોસેસિંગ અને જ્યૂસ પણ તૈયાર કરવાના છીએ. આ પ્રોજેક્ટ પર કામ પણ શરૂ થઈ ગયું છે. થોડા દિવસોમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ અમારી પ્રોડક્ટ ઉપલબ્ધ થશે.
ટેક્નિકથી ખેતી કરવામાં આવે તો તેમાં ઘણો જ સ્કોપ છે
તેમણે વધુમાં કહ્યું કે, નવી ટેક્નિકથી ખેતી કરવામાં આવે તો તેમાં ઘણો જ સ્કોપ રહેલો છે. માત્ર પારંપરિક ખેતીના ભરોસે ન રહી શકાય. તેમણે ખેતી માટે કોઈ નવી ટેક્નિક નથી લીધી, પરંતુ ગૂગલ અને યુટ્યૂબ પર જ ખેતી અંગે નવી નવી વસ્તુઓ શીખી રહ્યા છે. હવે તેઓ ઘણી બાબતોના જાણકાર બની ગયા છે. તેઓ જિલ્લાના બીજા ખેડૂતોને પણ ખેતી શીખવી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "લોકોએ કહ્યું…નોકરી છોડીને ભૂલ કરે છે પરંતુ આ વ્યક્તિએ બધાને પાડી દીધા ખોટા, અને હવે ખેતીમાં કમાય છે લાખો રૂપિયા"
ટિપ્પણી પોસ્ટ કરો