સ્વાસ્થ્યને લગતી આ સમસ્યાઓને દૂર કરવા માટે બેસ્ટ છે જાંબુ, જાણો તેના અઢળક ફાયદાઓ વિશે

ઔષધીય ગુણોથી ભરપૂર જાંબુ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. તેમા શરીર માટે જરૂરી દરેક તત્વ રહેલા છે. જાંબુનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ દૂર કરી શકાય છે. તેમા ભરપૂર પ્રમાણમાં ગ્લૂકોઝ અને ફ્રૂકટોજ રહેલા છે. લૂ લાગવા પર જાંબુનું સેવન ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી કેન્સરથી બચાવ અને મોંમાં ચાંદાથી રાહત મળે છે. આજે અમે તમને જણાવીશુ કે કેવી રીતે જાંબુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જાંબુ, જેને ‘ઈન્ડિયન બ્લેકબેરી’ પણ કહેવાય છે, એક આયુર્વેદિક જડ્ડી-બૂટી સમાન છે, કારણ કે આ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.

image soucre

સામાન્ય રીતે તો આ ગરમીઓનું ફળ છે, જે લૂ લાગવાથી બચે છે, પરંતુ તેના કેટલાય ફાયદા છે. વિટામિન-A, વિટામિન-સી, કેલ્સિયમ, આયરન, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર આ ફળ મોંઢાના છાલા, એનીમિયા, સંધિવા અને લિવરની સમસ્યામાં પણ રાહત આપવાનું કામ કરે છે.. સામાન્ય રીતે મોટાભાગના લોકો જાંબુ ખાઇને તેના બીજને બેકાર સમજીને ફેંકી દેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે જાંબુની જેમ જ તેના બીજ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, જે કેટલીય સમસ્યાઓથી છૂટકારો અપાવી શકે છે. જાણો, તેના ફાયદાઓ વિશે.

પથરીની સમસ્યા

image source

આજકાલ પથરીની સમસ્યા સામાન્ય વાત છે. દવાઓનું સેવન કરવાની જગ્યાએ તમે કેટલાક ઘરેલું ઉપાય કરી શકો છો. તો તમે દવાની જગ્યાએ જાંબુનું સેવન કરી શકો છો. તે સિવાય જાંબુના બીજને પીસી લો. તેના પાઉડરને પાણી કે દહીં સાથે ખાવાથી પથરીની સમસ્યા કાયમ માટે દૂર થઇ શકે છે.
ભૂખમાં વધારો

image source

જો તમને ઓછી ભૂખ લાગે છે તો તમે જાંબુનું સેવન કરી શકો છો. જેનાથી તમારી ભૂખમાં વધારો થઇ શકે છે.

ડાયાબિટીસથી રાહત

image source

ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ ખૂબ ફાયદાકારક હોય છે. તેના બીજનો પાઉડર બનાવીને સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

દાંત માટે બેસ્ટ

image source

જાંબુ દાંતને સ્વસ્થ બનાવવામાં પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. રોજ જાંબુના પાઉડરથી મંજન કરવાથી દાંત અને તેના દુખાવાથી રાહત મળે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે જાંબુના બીજ

ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ અને તેના બીજ બંને જ ફાયદાકારક હોય છે. આયુર્વેદ અનુસાર, જાંબુનો સ્વાદ વારંવાર પેશાબ આવવાની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. વર્ષ 2017માં એશિયન પેસેફિક જર્નલ ઑફ ટ્રૉપિકલ બાયોમેડિસિનમાં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે જાંબુના બીજ લોહીમાં ગ્લૂકોઝના સ્તરને ઘટાડવામાં અને ઇન્સ્યુલિનના પ્રમાણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશરમાં પણ અસરકારક છે જાંબુના બીજ

image source

હાઇ બ્લડ પ્રેશર અથવા હાઇપરટેન્શનની સમસ્યાથી પીડિત લોકો માટે જાંબુના બીજ વરદાન સમાન છે. હકીકતમાં તેમાં ઇલાજિક એસિડનું નામ ફેનૉલ એન્ટી-ઑક્સીડેન્ટ મળી આવે છે જે બ્લડ પ્રેશર લેવલના ઉતાર-ચઢાવને રોકવામાં મદદ કરે છે. આ સાથે જ હાઇ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરવાનું કામ કરે છે.

પેટની સમસ્યાઓમાં ફાયદાકારક છે જાંબુના બીજ

જાંબુના બીજ પાચનશક્તિથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેના પાઉડરને નિયમિત રીતે સેવન કરવાથી પેટ સાફ રહે છે, જેનાથી કબજિયાતની પરેશાની થતી નથી. આ સાથે જ જાંબુના બીજ ડાયેરિયા, પેચિસ અને આંતરડામાં અલ્સરની સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.

લોહીને સાફ રાખવામાં મદદ કરે છે જાંબુના બીજ

image source

જાંબુના બીજ લોહીને સાફ કરવામાં મદદ કરે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢીને શરીરને સાફ-સુથરું બનાવે છે. આ સાથે જ આ લોહીની ઉણપથી થતી બીમારી એનીમિયાથી પણ બચાવવામાં મદદ કરે છે. એટલા માટે દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં એક ચમચી જાંબુના બીજના પાઉડરનું સેવન કરો. પરંતુ કોઇ પણ વસ્તુનું સેવન કરતાં પહેલા પોતાના ડોક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "સ્વાસ્થ્યને લગતી આ સમસ્યાઓને દૂર કરવા માટે બેસ્ટ છે જાંબુ, જાણો તેના અઢળક ફાયદાઓ વિશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel