દિવાળીમાં આ વખતે આ રીતે ઘરે જ કરો એકદમ પાર્લર જેવો મેકઅપ, લોકો કરતા થઇ જશે તમારા વખાણ

દિવાળીના દિવસોમાં સ્ત્રીઓ સુંદર દેખાવવા માટે અલગ અલગ રીતે તૈયાર થાય છે. ઘણી સ્ત્રીઓ તો પાર્લરમાં મેકઅપ કરાવવા જાય છે. તો અમુક ઘરે જ તૈયાર થઈ જાય છે. એવામાં તમે પણ જો આ વખતે ઘરે જ મેકઅપ કરવાનું વિચારતા હોય તો આજે અમે તમને જે સ્ટેપ બાય સ્ટેપ મેકઅપ કરવાની ટિપ્સ બતાવીશું એને ફોલો કરીને તમે સુંદર, સ્ટાઈલિશ રીતે તૈયાર થઈ શકો છો.

પહેલું સ્ટેપ.

image soucre

સૌથી પહેલા તમારા ચહેરાને ફેશ વોશ કે માઈલ્ડ સાબુથી ધોઈ લો. એ પછી હલકા હાથે એને લૂછી નાખો. આવું કરવાથી સ્કિન પરની ગંદગી દૂર થઈ જશે.

બીજું સ્ટેપ.

image soucre

હવે ચહેરાની ડ્રાયનેસ દૂર કરવા માટે ક્રીમ કે લોશન લઈને હલકા હાથે થપથપાવીને લગાવો. એનાથી તમારી સ્કિનને નમી મળશે અને સાથે સાથે મેકઅપ પણ લાંબા સમય સુધી ટકશે. જો તમારી સ્કિન પહેલેથી જ ઓઈલી હોય તો એ માટે એલોવેરા જેલને ચહેરા પર લગાવો.

ત્રીજું સ્ટેપ.

image source

ત્રીજા સ્ટેપમાં ફાઉન્ડેશનને ચહેરા પર ડોટ્સ કરીને લગાવો. પછી હલકા હાથોથી થપથપાવતા આખા ચહેરા પર ફેલાવી લો. એ પછી એક સ્પંજને થોડું ભીનું કરીને ફાઉન્ડેશન લગાવો. જેથી કરીને ચહેરા પરના ડાઘા ન દેખાય. આખા ચહેરા પર સારી રીતે ફાઉન્ડેશન લગાવાય એનું ખાસ ધ્યાન રાખજો.

ચોથું સ્ટેપ.

image source

જો તમારી પલક નાની કે હલકી હોય તો તમે નકલી પલકનો ઉપયોગ કરી શકો છો. એનાથી આંખો મોટી અને આકર્ષિત દેખાશે.

પાંચમું સ્ટેપ.

image source

હવે હલ્યા વગર આંખો પર આઈ લાઈનરને આઇલેશની બરાબર ઉપર લગાવો. જો તમને આઈ લાઈનર લગાવતા ન આવડતું હોય તો એ માટે પહેલા આઇલેશ પર ડોટ્સ કરો અને એ પછી એના પર લાઇન બનાવીને એને સેટ કરો.

છઠ્ઠું સ્ટેપ.

image source

તમે આઇશેડ્સ લગાવવાનો બદલે લિપસ્ટિકનો ઉપયોગ કરી શકો છો. એ માટે લિપસ્ટિકની મદદથી આઈલીડ્સ પર નાનું ટપકું કરીને એને આંગળીની મદદથી ફેલાવી દો.

સાતમું સ્ટેપ.

image soucre

તમારી આંખોને વધુ સુંદર અને ડાર્ક બનાવવા માટે મસકરાનો ઉપયોગ કરો. એને લગાવતા પહેલા એકવાર આઈ કર્લરની મદદથી પલકોને શેપ આપો. એ પછી એક નેપકીનને આંખોની નીચે રાખો જેથી મસકરા ચહેરા પર ન લાગી જાય. એ પછી મસકરા બ્રશ લઈને એને પલકની ઉપરની તરફ લગાવો. પછી નીચેની પલક સેટ કરવા માટે બ્રશને નીચેની તરફ ફેરવો.

આઠમું સ્ટેપ.

image soucre

હવે આઠમા અને લાસ્ટ સ્ટેપમાં તમારા હોઠ પર લિપસ્ટિક લગાવીને તમારા મેકઅપને કમ્પ્લીટ કરો. એ માટે સૌથી પહેલા લિપ લાઈનરને હોઠના ખૂણા પર આઉટલાઈન કરો. એ પછી હોઠની વચ્ચે લિપસ્ટીક લગાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Related Posts

0 Response to "દિવાળીમાં આ વખતે આ રીતે ઘરે જ કરો એકદમ પાર્લર જેવો મેકઅપ, લોકો કરતા થઇ જશે તમારા વખાણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel