જેઠાલાલને મળી દયા ભાભી, બંન્નેએ સાથે ગરબા પણ કર્યા, વીડિયોમાં સાંભળો ફેવરિટ ડાયલોગ-‘ટપુ કે પાપા’
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી શો છેલ્લા 12 વર્ષથી ટીવી પર લોકોને ખડખડાટ હસાવતો આવ્યો છે, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ શોના મુખ્ય પાત્ર અને જેઠાલાલની પત્ની દયા બેનને ઘણા બધા દર્શકો મિસ કરી રહ્યા છે છે. દયા બેનનું પાત્ર ભજવનારી અભિનેત્રી દિશા વાકાણી માતા બન્યા બાદથી આ શોમાં પરત ફરી નથી. પરંતુ, હવે જેઠાલાલને તેની નવી દયા મળી ગઈ છે. એટલું જ નહીં શોના નિર્માતા અસિત કુમાર મોદીએ પણ આ નવા દયા બેનને તેના શોમાં લાવવાની વાત કરી છે.

બન્યું એવું કે આ બધું રિયાલિટી ડાન્સ શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના સેટ પર થવાનું છે જ્યાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમ આ વીકએન્ડ પર જોવા મળશે. આવી સ્થિતિમાં આ શોના કોરિયોગ્રાફર રુતુજા જુનારકર ‘દયા બેન’ ની સ્ટાઇલમાં શોમાં ડાન્સ કરતાં જોવા મળશે. આટલું જ નહીં, રુતુજા આ દયા બેનના અવતારમાં જેઠાલાલ એટલે કે અભિનેતા દિલીપ જોશીને ‘ટપ્પુ કે પાપા’ તરીકે બોલાવતા પણ જોવા મળશે. સાથે જ ગરબા પણ કરવાના છે.
રુતુજા આ સ્ટાઇલમાં એટલી જોરદાર લાગી રહી છે કે શોના નિર્માતાઓ તેની સાથે વાત કરે છે જેથી તેને તેના શોમાં મોકલી શકે. એક વીડિયો પણ આ શોનો પ્રોમો વાયરલ થઈ રહ્યો છે. જે હાલમાં ચર્ચાનો વિષય છે અને લોકો પણ ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ડાન્સના દિવાના અને તારક મહેતા શોના દિવાના બન્ને દર્શકો આ વખતે એકસાથે ટીવીને મળવાના છે. રુતુજા અને જેઠાલાલ અહીં ગરબા પણ કરતા જોવા મળવાના છે છે. ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ મહાસંગમ શનિવાર અને રવિવારે રાત્રે આઠ વાગ્યે જોવા મળશે.

નવરાત્રિએ દયા ભાભી શોમાં પરત આવશે એવું કહેવાતું હતુ, પણ કશું એવું થયું નહીં, નવરાત્રિનો તહેવાર પુરો થયો અને હવે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે હજુ કોઈ નક્કર સમાચાર નથી આવ્યા કે દિશા વાકાણી શોમાં આવશે કે કેમ.

આ પહેલાં એવી માહિતી હતી કે દયાબેન એટલે કે દિશા વાકાણી નવરાત્રિ પહેલાં તારક મહેતામાં પરત આવશે. દિશાના પરત આવવાને લઈને માધવી ભાભી એટલે કે સોનાલીએ કહ્યું કે મને કંઈ ખબર નથી. અમે સાંભળીએ છીએ કે દયા ભાભી આવશે. પણ આ વાતો 3 વર્ષથી થતી આવી છે. પરંતુ તે હજુ સિધી આવ્યા નથી.

શોના નિર્માતા અસિત મોદીએ આ ખબરોને લઈને જવાબ આપ્યો હતો કે હજુ સુધી કંઈ નક્કી કરાયું નથી. મીડિયા રિપોર્ટસ અનુસાર દિશાને શોમાં પરત લાવવાના તમામ પ્રયાસો મેકર્સ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેમનો કિરદાર ખૂબ લોકપ્રિય છે અને તેના રોલમાં ફિટ પણ છે. દિશા સિવાય અન્ય કોઈ કલાકારને દર્શકો જોવાનું પસંદ કરી રહ્યા નથી. મેકર્સ ફેન્સના આ પસંદગીના કલાકારને તેમનાથી લાંબા સમય સુધી દૂર રાખવા ઈચ્છતા નથી. બધાને આશા છે કે તેઓ જલ્દી જ પરત આવશે અને તેમનો રોલ સંભાળશે. પ્રશંસકોને પણ આનંદ થશે. દર્શકો દયાબેનનો રોલ કરનારી દિશા વાકાણીની રાહ જોઈ રહ્યા છે. તેઓ જાણવા ઈચ્છે છે કે તેઓ ક્યારે પરત આવશે.
0 Response to "જેઠાલાલને મળી દયા ભાભી, બંન્નેએ સાથે ગરબા પણ કર્યા, વીડિયોમાં સાંભળો ફેવરિટ ડાયલોગ-‘ટપુ કે પાપા’"
ટિપ્પણી પોસ્ટ કરો