જ્યારે બોલીવુડની આ અભિનેત્રીઓએ સિલ્વર સ્ક્રીન પર બિકીની પહેરીને લગાવી હતી આગ અને તોડી નાખ્યા હતા બધા રુલ્સ: PICS
પચાસ અને સાઠનો દાયકો ભારતીય સિનેમાનો ક્લાસિક સમય માનવામાં આવે છે. આ દરમિયાન સામાજિક અને પારિવારિક ફિલ્મો બનતી હતી અને એક્ટ્રેસ હોતી હતી ભોળી, સાડીમાં લપેટાયેલી, પારંપરિક આદર્શ ભારતીય નારીના સ્વરૂપને દર્શાવતી.

એ જમાનામાં સ્લીવલેસ કપડાં, શોર્ટ સ્કર્ટ પહેરવું પણ ઘણું બોલ્ડ માનવામાં આવતું હતું એવામાં અમુક એક્ટ્રેસ એવી હતી જે એ સમયે ટોપ પર હતી અને પોતાની એક્ટિંગ અને સુંદરતા સાબિત કરી ચુકી હતી, એમને સમયથી આગળ વધીને પોતાનો બોલ્ડ અંદાજ બતાવીને બધાના હોશ ઉડાવી દીધા હતા. તમે પણ જોઈ લો એમનો બોલ્ડ અવતાર.
નરગીસ.

એ રાજ કપૂરની શોધ હતી અને એમની ઓનસ્ક્રીન જોડી સૌથી લાજવાબ હતી. બંનેની કેમેસ્ટ્રીથી બધા વાકેફ હતા. નરગીસ એક ઉમદા કલાકાર હતી અને રાજ કપૂર સાથે ઘણી જ કમ્ફર્ટેબલ હતી. એમને પોતાના હુસનનો જાદુ દરેક ફિલ્મોમાં વિખેર્યો પણ આવરા મૂવીમાં બીચ પર રાજ કપૂરની સાથે બિકીનીમાં એમની મસ્તી ભલા કોણ ભૂલી શકે છે. એમને આ રીતે બિકીનીમાં જોવા એ બધા માટે આશ્ચર્યજનક વાત હતી પણ એ એમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી.
નૂતન.

એ ન ફક્ત સારી કલાકાર હતી પણ એમનો આખો પરિવાર જ બોલીવુડમાં એક્ટીંગ કરીને બધાના દિલો પર રાજ કરી રહ્યો હતો. એમના ચહેરા પર અલગ જ માસૂમિયત હતી જે કોઈપણ સાધારણ ભારતીય છોકરીને એમની સાથે કનેક્ટ કરતી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે નુતને પણ બિકીની પહેરી હતી. ફિલ્મ દિલ્લી કા ઠગમાં એમને પોતાનો બોલ્ડ અંદાજ બતાવ્યો હતો.
તનુજા.

પોતાની બહેન નુતનથી બિલકુલ અલગ તનુજા શરૂથી જ મોર્ડન અંદાજમાં દેખાતી હતી અને એમનો આ બિકીની અંદાજ પણ એમને ઘણો શૂટ કરી રહ્યો છે.
નલીની જયવંત.

તનુજા અને નુતનની આંટી હતી નલીની અને એ જમાનામાં એ સૌથી સુંદર એક્ટ્રેસ માનવામાં આવતી હતી. એમને ફિલ્મ સંગ્રામમાં સ્વીમ શૂટ તો પહેર્યો જ હતો સાથે જ અશોક કુમારને સિડ્યુસ પણ કરતી દેખાઈ હતી.
વૈજયંતી માલા.

જેટલી એ સુંદર હતી એટલી જ ઉમદા ડાન્સર હતી.વૈજયંતી માલા ફિલ્મ સંગમમાં રાજ કપૂર સાથે હોટ રેડ બિકીનીમાં ખૂબ જ કમ્ફર્ટેબલ દેખાઈ રહી હતી.
શર્મિલા ટાગોર.

શર્મિલા ટાગોર એ જમાનામાં પર્સનલ લાઈફમાં ખૂબ જ સ્ટાઈલિશ એક્ટ્રેસ માનવામાં આવતી હતી પણ એમને ઓળખ બનાવી પોતાની એક્ટિંગ, સુંદરતા અને સીધી સાદી છોકરી તરીકે. પણ મુવી એન ઇવીનિંગ ઇન પેરિસમાં એમને ન ફક્ત બિકીની પહેરી પણ ડબલ રોલમાં એક પાત્ર નેગેટિવ અને વેમ્પનું પણ કર્યું. શમ્મી કપૂર સાથે આસમાન સે આયા ફરિશ્તા ગીતમાં એ બિકીનીમાં સુંદર ઢીંગલી લાગી રહી હતી અને એમના પર બિકીની ઘણી શૂટ પણ કરી રહી હતી.
સાયરા બાનો.

ચહેરા પર જેટલું ભોળપણ, સ્મિત પણ એટલું જ માસૂમ. એમની સુંદરતાનો જાદુ એવો ચાલ્યો કે દિલીપ કુમાર પણ એમના પ્રેમમાં પડી ગયા. સાયરાએ પોતાના ફિલ્મી સફરની શરૂઆત ફિલ્મ જંગલીથી કરી હતી અને એમાં જ એમને બોલ્ડ અંદાજની ઝલક પણ દેખાઈ હતી. એમને ફિલ્મ એપ્રિલ ફાયલમાં સ્વિમિંગ પુલનો સીન કર્યો હતો
રાખી.

સુંદર આંખો વળી રાખી સશક્ત રોલ્સ માટે જાણીતી હતી. વુમન ઓરીએન્ટેડ મૂવીઝ પણ એમને પોતાના દમ પર હિટ કરાવી છે. પણ રાખીનો ગ્લેમરસ અંદાજ પણ લોકોને ખૂબ ગમ્યો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "જ્યારે બોલીવુડની આ અભિનેત્રીઓએ સિલ્વર સ્ક્રીન પર બિકીની પહેરીને લગાવી હતી આગ અને તોડી નાખ્યા હતા બધા રુલ્સ: PICS"
ટિપ્પણી પોસ્ટ કરો