અનેેક છોકરીઓ આંખમાં કાજલ લગાવતા કરી બેસે છે આ ભૂલો, જાણો પરફેક્શન ટિપ્સ તમે પણ
કાજલ ભારતીય કપડાથી લઈને પશ્ચિમી કપડા સુધી દરેક મહિલાઓને પરફેક્ટ લુક આપે છે.કાજલ વગર દરેક સ્ત્રીને પોતાનો મેક-અપ અધૂરો જ લાગે છે.તમને સ્ત્રીઓના પર્સમાં બીજું કઈ મળે કે ના મળે પણ દરેક સ્ત્રીના પર્સમાં કાજલ જરૂર જોવા મળશે.
મહિલાઓ પોતાને સુંદર રાખવા માટે ઘણો મેક-અપ કરે છે.કાજલ મહિલાના મેકઅપ એસેસરીઝમાં ખૂબ મહત્વની ચીજ છે.એવું પણ કહી શકાય કે કાજલ વિના મહિલાઓનો મેકઅપ અધૂરો લાગે છે.કાજલ ભારતીયથી માંડીને પશ્ચિમી કપડાં સુધીની મહિલાઓને એકદમ પરફેક્ટ લુક આપે છે.કાજલ આંખોની સુંદરતા તો વધારે જ છે,પરંતુ સાથે તે સ્ત્રીના દેખાવને પણ ખુબ સુંદર બનાવે છે,પરંતુ શું તમે જાણો છો કે દરેક સ્ત્રી તેની આંખોમાં કાજલ લગાવતી વખતે ઘણી મોટી ભૂલો કરે છે,જેથી તેમનો મેક-અપ ખરાબ થઈ જાય છે અને તેમની આંખો સુંદરના બદલે અજીબ દેખાવા લાગે છે.તો ચાલો અમે તમને જણાવીએ તમારી એ ભૂલો શું છે અને એ ભૂલોથી દૂર રહેવા માટેની ટિપ્સ.
તમારી આંખોમાં એક જ વાર કાજલ લગાવો
ઘણી સ્ત્રીઓને આંખોમાં કાજલ લગાવવાની સાચી રીત ખબર નથી હોતી.કાજલ લગાવવાની સૌથી પરફેક્ટ રીત એ છે કે કાજલને માત્ર એક જ વાર લગાવવું.આંખોની અંદરની બાજુથી કાજલ પેંસિલને એક જ સમયે બહારની તરફ ખેંચો.કાજલને વારંવાર આંખો પર ના લગાવો.આ તમારા મેક-અપને બગાડે છે અને સાથે તમારી આંખોને પણ નુકસાન નુકસાન થાય છે.
જો તમારી આંખો નાની હોય તો આખી આંખો પર કાજલ ન લગાવો.કાજલને ફક્ત તમારા આંખોના ખૂણામાં જ લગાવો.આ કરવાથી તમારી આંખો લાંબી દેખાશે,તમારો મેકઅપ સંપૂર્ણ રહેશે અને દેખાવ પણ સરસ રહેશે. જો તમે ઇચ્છો,તો તમારી સુંદરતા વધારવા માટે તમે ડાર્ક કાજલ પણ લગાવી શકો છો.
ડાર્ક સર્કલ હોય તો કાજલ ફેલાવો
જે મહિલાઓને ડાર્ક સર્કલની સમસ્યા હોય,તેઓએ કાજલ લગાવતી વખતે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.આવી મહિલાઓ કાજલ લગાવતી વખતે કાજલને તેમની આંખોની નીચેની તરફ થોડું ફેલાવવું જોઈએ. આ કરવાથી તમારા ડાર્ક સર્કલ દેખાશે નહીં.તમે ઇચ્છો તો તમે કરીના કપૂર ખાનની જેમ સ્મોકી આઈ મેકઅપનો ઉપયોગ કરી શકો છો.આ માટે તમારા કાજલને થોડું લાઈટ રાખો અને તમારી આઈ શેડોને ઘટી કરો.
બ્લંટ કાજલ પેંસિલનો ઉપયોગ કરો
આંખોમાં કાજલ લગાવવાની સૌથી અગત્યની બાબત એ છે કે તમારે સારી કાજલ પેંસિલનો જ ઉપયોગ કરવો જોઈએ.કારણ કે આપણી આંખો ખૂબ સંવેદનશીલ હોય છે,તેથી તેને નુકસાન પહોંચાડવા માટે કોઈપણ પ્રકારની કાજલ પેન્સિલનો ઉપયોગ ન કરો.આંખોમાં કાજલ લગાવવા માટે માત્ર બ્લંટ કાજલ પેંસિલનો જ ઉપયોગ કરો.લિક્વિડ કાજલ લગાવવાથી આંખોને નુકસાન થાય છે.જ્યારે બ્લંટ કાજલ પેંસિલ લગાવવાથી તમારો લુક પણ પરફેક્ટ બને છે અને આંખો પણ સુરક્ષિત રહે છે.
કાજલ ફક્ત આંખોની નીચેની લાઈન પર લગાવો
આંખોમાં કાજલ લગાવતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો કે કાજલ હંમેશા આંખોની નીચેની લાઈનમાં પર જ લગાવો.આંખોને સુંદર દેખાડવા માટે આ કરવું જરૂરી છે.આવી રીતે લગાવવાથી તમારી આંખો તો સુંદર દેખાશે જ,પરંતુ સાથે મેક-અપ પણ ઘણા કલાકો સુધી સંપૂર્ણ રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "અનેેક છોકરીઓ આંખમાં કાજલ લગાવતા કરી બેસે છે આ ભૂલો, જાણો પરફેક્શન ટિપ્સ તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો