ખરજવા+ડાઘ+ ખંજવાળની સમસ્યાથી કંટાળી ગયા છો? તો આ ઉપાયથી મેળવો માત્ર 10 દિવસમાં છૂટકારો

ખરજવું,ડાઘ અથવા ખંજવાળ જેવી સમસ્યાથી કોઈપણ વ્યક્તિ કોઈપણ ઉંમરે પરેશાન થઈ શકે છે.ખરજવું એ એક ફંગલ ચેપ છે જે હાથ,પગ,ગળા અથવા આંતરિક અવયવોમાં ક્યાંય પણ થઇ શકે છે.દેખાવમાં તે ઘા જેવું લાગે છે.લાલ અથવા ભૂરા રંગનું તે આપણી ત્વચા સાથે ભરાયેલું દેખાય છે.જો ખરજવું નાનું હોય,તો પણ તે ઝડપથી ફેલાય છે અને તેમાં ખુબ જ ખંજવાળ આવે છે.આ ફંગલ ઇન્ફેક્શન વધી જાય,તો તે પિમ્પલ્સનું કારણ પણ બની શકે છે અને તેમાં પસ પણ ભરાય જાય છે.જો આ ખરજવાની અવગણના કરવામાં આવે તો તે મોટું, જીદી અને ગંભીર બની શકે છે.તેથી ખરજવાની સમસ્યાને વહેલી ટકે દૂર કરવાની જરૂર છે.આજે અમે તમને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘરેલુ ઉપાય જણાવીશું.અહીં જણાવેલા ઘરેલુ ઉપાય અપનાવીને તમે ખરજવું,ડાઘ અને ખંજવાળની સમસ્યાને માત્ર 10 દિવસમાં જ દૂર કરશો.

image source

અત્યારના સમયમાં ખરજવાની સમસ્યા સામાન્ય છે.કેટલીકવાર તે ઝડપથી દૂર થાય છે,પરંતુ થોડા સમય પછી ખરજવાની સમસ્યા ફરીથી થઈ જાય છે.આ સમસ્યાને દૂર કરવા માટે બજારમાં અનેક પ્રકારની દવાઓ અને ક્રિમ પણ મળે છે,જે માત્ર 7 દિવસમાં જ ખરજવું મટાડવાનો દાવો કરે છે,પરંતુ કેટલીકવાર આ દાવા ખોટા સાબિત થાય છે.તેથી આ સમસ્યાને દૂર કરવા માટે અમે તમને ગલગોટાના ઘરેલું ઉપાયો વિશે જણાવીશું. ગલગોટાના ફૂલો અને પાંદડા ખરજવાની સમસ્યામાં ખૂબ અસરકારક સાબિત થાય છે.

image source

ગલગોટાનો ઉપયોગ લગભગ દરેકના ઘરોમાં થાય છે.લોકો ઘરમાં અથવા મંદિરમાં પૂજા કર્યા પછી ભગવાનને ગલગોટાનું ફૂલ જરૂરથી ચડાવે છે.આજે અમે તમને ગલગોટાના ફૂલોના ઉપયોગ વિશે જણાવીશું.ગલગોટાના ફૂલનો ઉપયોગ પૂજા અને શણગાર માટે તો થાય જ છે,પણ સાથે આ ફૂલોનો ઉપયોગ ખરજવા અને ખંજવાળ જેવી સમસ્યાના ઉપચાર માટે પણ થાય છે.ગલગોટાના ફૂલમાં ઘણા એન્ટી-ફંગલ અને એન્ટિ-એલર્જિક ગુણધર્મો છે,જે ખરજવા,ડાઘ અને ખંજવાળ જેવી સમસ્યાઓ દૂર કરે છે.જો તમને લાંબા સમયથી ખરજવા,ડાઘ અને ખંજવાળની ​​સમસ્યા છે,તો તમારી આ સમસ્યાને દૂર કરવા માટે ગલગોટાના ફૂલો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે.

ગલગોટાના ઉપાયની રીત

image source

-સૌથી પેહલા ગલગોટાના પાનને પાણીમાં ઉકાળો.

-ત્યારબાદ તે પાણીને ઠંડુ થવા દો.

-હવે તા પાણીને તમારા શરીરની તે જગ્યા પર લગાવો જ્યાં તમને ખરવું,ડાઘ અથવા ખંજવાળ આવે છે

image source

-લગાડ્યા પછી તેને થોડીવાર માટે રહેવા દો અને ત્યારબાદ તેને સારી રીતે સાફ કરો.

બીજી રીત

-સૌથી પેહલા ગલગોટાના ફૂલોનો રસ કાઢો અથવા ગલગોટાને પીસીને તેની પેસ્ટ બનાવી લો.

-ત્યારબાદ આ પેસ્ટને અસરગ્રસ્ત વિસ્તાર પર મૂકો

-જયારે આ પેસ્ટ સુકાય જાય,પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો અને તેને દૂર કરો.

image source

-આ ઉપાય અજમાવવાથી તમારી સમસ્યા માત્ર 10 દિવસમાં જ દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "ખરજવા+ડાઘ+ ખંજવાળની સમસ્યાથી કંટાળી ગયા છો? તો આ ઉપાયથી મેળવો માત્ર 10 દિવસમાં છૂટકારો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel