દિવાળીમાં ટ્રાય કરી લો આ ખાસ હેર સ્ટાઈલ, દેખાશો એકદમ સ્માર્ટ અને લોકો જોતા રહી જશે તમારી સામે

દિવાળીમાં નવું ચમકતું ઘર, નવા કપડાં અને મેકઅપ તો થઈ જ ચૂક્યો હશે. પરંતુ જો છોકરીઓ કે યુવતીઓ હોય તો તેમની સમસ્યા રહે છે કે હેર સ્ટાઈલમાં શું કરવું. આખો દિવસ ખુલ્લા વાળ પણ કેટલાક લોકો રાખી શકતા નથી. આ સમયે સિમ્પલ અને સુંદર સ્ટાઈલ માટે તેઓ રાહ જુએ છે. આજે અમે આપને એવી કેટલીક હેર સ્ટાઈલ વિશે જણાવીશું જેનાથી તમે કોઈ પણ ડ્રેસ સાથે તેને બનાવી લેશો તો તમે સ્ટાઈલિશ અને સુંદર દેખાશો. એટલા સુંદર કે લોકોની નજર જ તમારા પરથી નહીં હટે. તો જાણી લો આવી કેટલીક ખાસ હેર સ્ટાઈલ.

ટ્રેડિશનલ અને કમ્પલિટ લૂક

image source

ઈયર ટુ ઈયર પાર્ટિંગ કરીને પાછળના વાળની પોની બનાવી લો. ફ્રન્ટના વાળમાં ફોરહેડની સેન્ટરથી બોક્સ લેયર કાઢી લો અને બાકીના વાળને બેક કોમ્બિંગ કરીને પફ બનાવી લો. બોક્સ લેયરના વાળને ૩ ભાગમાં વહેંચો. દરેક ભાગને ટ્વિસ્ટિંગ કરીને પાછળની બાજુ લઈ જઈને પિનઅપ કરી લો. પોનીવાળા વાળને ૪ પાર્ટમાં ડિવાઈડ કરીને બેક કોમ્બિંગ કરો અને સ્પ્રે કરીને લોંગ નેટથી તેને કવર કરી દો. હવે આ ચારેય નેટવાળા હેરને વેવ્સની જેમ પિનઅપ કરી દો. આ સ્ટાઈલ પર તમારા ડ્રેસને મેચિંગ કોઈ મોટું પર્લ અથવા સ્વરોસ્કી જડિત એક્સેસરિઝ લગાવી લો. જે તમને ટ્રેડિશનલ અંદાજનો કમ્પલીટ લુક આપશે.

સ્ટાઈલિસ્ટ મેસી બન

image source

પહેલાં ઈયર ટુ ઈયર પાર્ટિંગ કરીને પાછળના વાળની પોની બનાવી લો. પછી બેક કોમ્બિંગ કરી ફ્રન્ટના વાળનો પફ બનાવી લો. ફ્રન્ટથી વાળના એક લેયરને ઉઠાવીને પ્રેસિંગ કરી લો. પછી બેકકોમ્બ કરીને વાળને કવર કરી લો. તે પછી પોનીવાળા વાળને કર્લ કરી લો અને અડધા વાળનો મેસી બન બનાવીને બોબી પિનથી ટક કરી દો.
અડધા વાળને ખુલ્લા છોડી દો. મેસી હેરસ્ટાઈલ આજકાલ ખૂબ ચલણમાં છે. ફેશન અને લેટેસ્ટ ટ્રેન્ડની વાત જો કરીએ તો આ વર્ષે દિવાળી પર પિંક કલર ઈન છે. આ હેરસ્ટાઈલમાં પિંક કલરની થીમ જોડાઈ જાય તો વાત જ શું કહેવી. તે માટે તમે તમારી હેરસ્ટાઈલને ગર્લિશ શેટ એટલે કે પિંક કલરની ફર એક્સેસરીઝથી ડેકોરેટ કરી શકો છો, કારણ કે ફરવાળી એક્સેસરિઝ ફેમિનિન લુક આપે છે. જો તમારું માથું પહોળું હોય તો આ હેરસ્ટાઈલમાં તમે ખૂબ સુંદર લાગશો.

હાઈ વેવ્સ

image source

ઈયર ટુ પાર્ટિંગ કરીને પાછળના વાળની પોની બનાવી લો. આગળના વાળને બેક કોમ્બિંગ કરો અને સાઈડ પાર્ટિંગ કાઢીને પફ બનાવો. પાછળના વાળને ૪ ભાગમાં ડિવાઈડ કરો અને ૧ પાર્ટમાં બેક કોમ્બિંગ અને સ્પ્રે કરીને લોંગ નેટથી તેને તેને કવર કરો. આ જ રીતે બાકીની ૩ પોનીને પણ બેક કોમ્બિંગ અને સ્પ્રે કરીને નેટથી કવર કરી લો. હવે નેટમાં કવર કરેલા વાળની ચારેય લેયર્સને ફ્લાવરની જેમ રાઉન્ડમાં પિનઅપ કરી લો. દિવાળીના ઉત્સવમાં આપણે સૌ આપણો લુક એથનિક રાખવા ઈચ્છીએ છીએ. તે માટે તમે તમારી હેરસ્ટાઈલને રિયલ ફ્લાવર જેમ કે ઓર્કિડથી સજાવી શકો છો, કારણ કે ઓર્કિડ વધારે સમય સુધી ફ્રેશ રહે છે અને મહેંકતું પણ રહે છે.

ખજૂરી ચોટલી

image source

આ વખતે દિવાળીમાં વાળની ખજૂરી ચોટલી બનાવીને તમે ફેશન મંત્રને ફોલો તો કરી જ શકશો, સાથે ખૂબ જ એલિંગેંટ અને બ્યુટિફૂલ પણ દેખાશો. ખજૂરી ચોટલી માટે બધા વાળને ૨ પાર્ટમાં અલગ કરી લો. તે પછી લેફ્ટ સાઈડના વાળથી પાતળી લેયર ઉઠાવો અને રાઈટ સાઈડમાં ભેગી કરી દો. આ જ રીતે રાઈટ સાઈડના વાળમાંથી પણ પાતળી લેયર ઉઠાવો અને લેફ્ટ ભાગમાં ભેગી કરો. આ બંને સ્ટેપ્સને કે વન બાય વન ફોલો કરતાં રહો. તમારી ખજૂરી ચોટલી તૈયાર થઈ જશે. આ ચોટલીને આગળની બાજુ રાખીને તમે વધારે સુંદર લાગશો.

ટ્વિસ્ટેડ રોલ સ્ટાઈલ

image source

સૌથી પહેલાં પ્રેસિંગ કરીને વાળને સ્ટ્રેટ લુક આપો અને પછી ફ્રન્ટની વચ્ચેના વાળને લઈને પફ બનાવો. દિવાળીની રાત્રે સિમ્પલ હેર તમારી સુંદરતાના જાદુને ફિક્કો કરી શકો છે, તેથી તેને સ્ટાઈલિશ અંદાજમાં બતાવવા માટે તમે પફને ચારે બાજુ બીજા રંગના હેર એક્સ્ટેંશન લગાવી શકો છો. હેર એક્સટેન્શનના વાળની વચ્ચે મર્જ કરીને એક સાઈડમાં ટ્વિસ્ટિંગ રોલ ચોટી બનાવી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "દિવાળીમાં ટ્રાય કરી લો આ ખાસ હેર સ્ટાઈલ, દેખાશો એકદમ સ્માર્ટ અને લોકો જોતા રહી જશે તમારી સામે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel