Diabetes: 90 ટકા લોકો નથી જાણતા બ્લડ સુગર માપવાની સાચી રીત, આ સાથે જાણો અઠવાડિયામાં કેટલી વાર ચેક કરવું જોઇએ બ્લડ સુગર….
ડાયાબીટીસના દર્દીઓએ પોતાના બ્લડ સુગરને લઈને સાવધાન રહેવાની જરૂરિયાત હોય છે. આવા સમયમાં જયારે તેઓ કોરોના વાયરસ કે પછી કોઈ અન્ય સંક્રમણનો શિકાર થઈ શકે છે, તો આજે અમે આપને બ્લડ સુગરને લઈને કરવામાં આવેલ એક રીસર્ચ વિષે વિસ્તારથી જણાવીશું.
કોરોના વાયરસ સંક્રમણનો ખતરોએ લોકોને વધારે હોય છે, જે લોકો પહેલીથી જ કોઈ ગંભીર બીમારીના શિકાર છે જેવા કે, ડાયાબીટીસ, હ્રદય સંબંધિત બીમારીઓ અને સ્ટ્રોક વગેરે. આવા સમયમાં ડાયાબીટીસના દર્દીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. ડાયાબીટીસના દર્દીઓએ દરરોજ પોતાના બ્લડ સુગર લેવલની તપાસને લઈને સાવધાન રહેવાની ખુબ જ જરૂરિયાત હોય છે કેમ કે, એનાથી તેમને દવાઓ અને ઈન્સ્યુલિનના સંયોજનમાં મદદ મળી શકે છે, તે પણ ત્યારે, જયારે તેઓ કોરોના વાયરસ કે પછી કોઈ અન્ય સંક્રમણના શિકાર થઈ શકે છે. એક રિસર્ચમાં જણાવ્યા મુજબ ફક્ત ૨૮% ડાયાબીટીસના દર્દીઓ જ એવા છે જેઓ લોકડાઉનના સમયમાં નિયમિત રીતે પોતાના બ્લડ સુગર પર નજર રાખી રહ્યા છે, તો આજે અમે આપને આ રીસર્ચ વિષે વિસ્તારથી જણાવીશું.
લોકોને ખબર નથી કે, બ્લડ સુગર કેવી રીતે માપવામાં આવે છે?
એક્સપર્ટસનું માનવું છે કે, આવું એટલા માટે થાય છે કેમ કે, મોટાભાગના લોકોની પાસે બ્લડ સુગર માપવામાં આવતી મશીન કે પછી તેની સ્ટ્રિપ હોતી નથી. આ સાથે જ મોટાભાગે લોકોને પોતાની જાતે જ બ્લડ સુગર માપવાનું પણ નથી આવડતું.
લોકડાઉનમાં નથી કરી રહ્યા લોકો ટેસ્ટ.:
એક્સપર્ટસના જણાવ્યા મુજબ લોકડાઉનમાં મોટાભાગે લોકોના બ્લડ સુગર લેવલમાં સુધાર નથી થઈ રહ્યો જયારે એમાંથી ૮૦% લોકો નિયમિત રીતે એકસરસાઈઝ કરી રહ્યા છે અને પોતાના ડાયટ પર કંટ્રોલ કરી રહ્યા છે. આ દર્દીઓમાં મોટાભાગે તે લોકો હોય છે જેઓ ખુબ જ ઓછા ટેસ્ટ કરે છે કે પછી બિલકુલ પણ ટેસ્ટ નથી કરાવતા. એના સિવાય નવાઈની વાત એ છે કે, આ બધા લોકો ઈન્સ્યુલિન અને લાંબા સમયમાં અસર જોવા મળતી ગોળીઓ પર આધારિત છે અને હાઈપોગ્લાઈકેમિયાથી પીડિત છે. લોકડાઉનના સમયમાં બ્લડ સુગરમાં કોઇપણ પ્રકારના પરિવર્તન થવાથી બ્લડ સુગરને વારંવાર ચેક કરતા રહેવું જોઈએ.
દવાઓ પર નિર્ભર મોટાભાગના લોકો:
આ રીસર્ચ આ વાત જાણવા માટે કરવામાં આવી હતી કે, દર્દી પોતાના બ્લડ સુગરના લેવલને કેટલી સારી રીતે જાળવી રાખે છે કે પછી નથી રાખી રહ્યા. એક્સપર્ટનું માનવું હતું કે, મોટાભાગના લોકો ટેસ્ટ કરી રહ્યા હશે કેમ કે, ગ્લુકોમીટર વધારે મોંઘા હોતા નથી અને એનો ઉપયોગ પણ ખુબ જ સરળ હોય છે અને બધા દર્દીઓને એનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. પણ રિસર્ચના પરિણામ ખુબ જ અલગ હતા. રિસર્ચમાં સામેલ ૧૦૦ દર્દીઓ માંથી ૯૨% દર્દીઓને ટાઈપ 2 ડાયાબીટીસ હતું, જેમાંથી ૪૯% ફક્ત દવાઓ પર નિર્ભર હતા તો 43% ગ્લાઈસેમિક કંટ્રોલ કરવાની દવાઓ અને ઈન્સ્યુલિન બંને પર આધારિત હતા. એમાં ફક્ત ૮% દર્દી જ ઈન્સ્યુલિન પર આધારિત હતા. એક્સપર્ટસનું માનવું છે કે, મોટાભાગના લોકો સારું ભોજન લેવામાં સક્ષમ હતા અને લોકડાઉન થતા પહેલા પણ ઘરના બનેલ ભોજનનું સેવન કરતા હતા.
કોરોના વાયરસ સંક્રમણનો ખતરો કેવી વ્યક્તિઓને વધારે હોય છે?
એક હેલ્થ સંગઠનના જણાવ્યા મુજબ, નિયમિત રીતે બ્લડ સુગરના લેવલને ચેક કરતા રહેવાનું ખુબ જ મહત્વપૂર્ણ છે, કેમકે ઘરડા કે પછી પહેલેથી જ કોઈ બીમારી હોવાથી જેવી કે, ડાયાબીટીસ, હ્રદય રોગ અને અસ્થમા, કોરોના વાયરસની સાથે ગંભીર રીતે બીમાર થવાની સંભાવનાઓ વધારે વધી જાય છે.
બ્લડ સુગર ટેસ્ટ કોણે, ક્યારે કરવો જોઈએ?
એક્સપર્ટના જણાવ્યા મુજબ નિયમિત રીતે બ્લડ સુગર ચેક કરતા રહેવું જરૂરી છે કેમ કે, બ્લડ સુગરના લેવલમાં વૃદ્ધિ ત્યારે થાય છે જયારે ડાયાબીટીસથી પીડિત કોઈ દર્દી તણાવ હોર્મોનના રીલીઝ થવાના કારણે કોઈ વાયરલ સંક્રમણના શિકાર થઈ જાય છે. જે લોકો ઈન્સ્યુલિન થેરપી પર હોય છે, એવા લોકોએ દિવસમાં ઓછામાં ઓછું બે વાર સુગર લેવલની તપાસ કરવી જોઈએ, એના સિવાય દવાઓ પર આધારિત રહેતા દર્દીઓને જેમનું સુગર લેવલ પર સારું કંટ્રોલ છે તેમણે અઠવાડિયામાં બે વાર સુગર ચેક કરવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "Diabetes: 90 ટકા લોકો નથી જાણતા બ્લડ સુગર માપવાની સાચી રીત, આ સાથે જાણો અઠવાડિયામાં કેટલી વાર ચેક કરવું જોઇએ બ્લડ સુગર…."
ટિપ્પણી પોસ્ટ કરો