શું ખરેખર ડિમ્પલ કપાડીયા નરગીસ અને રાજ કપૂરના પ્રેમની નિશાની છે? કે પછી આ ફક્ત એક અફવા છે…

જ્યારે ફિલ્મ બોબી રિલીઝ થઈ હતી ત્યારે એ અફવાએ ખૂબ જ જોર પકડ્યું હતું કે બોબી ફિલ્મમાં જે નવી છોકરી છે એ રાજ કપૂર અને નરગિસની લવ ચાઈલ્ડ એટલે કે એમના પ્રેમની નિશાની છે. આવું કહેવા પાછળનું મુખ્ય કારણ છે કે ડિમ્પલ કપાડીયાનું બોબી ફિલ્મમાં લુક નરગિસની આવરા ફિલ્મના લુક સાથે ઘણા અંશે મળતો આવતો હતો અને બીજું કારણ એ હતું કે ફિલ્મમાં ડિમ્પલ કપાડીયાનો એક સીન નરગીસ અને રાજ કપૂરની રિયલ લાઈફમાં થયેલી મુલાકાતનું હૂબહૂ ચિત્રણ હતું.

image source

એ સમય દરમિયાન આ ખબરે એટલું જોર પકડ્યું હતું કે સંજય દત્તને એમના મિત્રો મહેણાં ટોણા પણ મારતા હતા. એવું પણ કહેવામાં આવે છે કે ઋષિ કપૂર અને ડિમ્પલ કપાડીયા એકબીજા પ્રત્યે આકર્ષિત થયા હતા પણ બંને વચ્ચે ભાઈ બહેનનો સંબંધ હોવાના કારણે જ એમના આ સંબંધને રાજ કપૂરે આગળ ન વધવા દીધો.

image source

તો શું ખરેખર ડિમ્પલ કપાડીયા નરગીસ અને રાજ કપૂરના પ્રેમની નિશાની છે કે પછી આ ફક્ત એક અફવા છે?

image source

નરગિસે જાતે જ આ હકીકત પરથી પડદો હટાવ્યો છે અને એક ઇન્ટરવ્યૂમાં નરગીસે કહ્યું હતું કે આ અફવા ક્યારે અને ક્યાંથી આવી એ તો ખબર નથી પણ આ એક ખૂબ જ મુર્ખામી ભરેલી વાત છે. જો ડિમ્પલ કપાડીયા મારી દીકરી હોત તો હું એને ચોક્કસ અપનાવી લેતી. પણ ફક્ત એ કારણસર કે અમારા બંનેનો લુક એકબીજા સાથે મળતો આવે છે એ આધાર પર ડિમ્પલ કપડીયાને મારી દીકરી ગણાવવી ખરેખર મુર્ખામી ભર્યું જ છે. ડિમ્પલ કપાડીયા સમજદાર છોકરી છે અને મારા બાળકો પણ આ વાતને મહત્વ નથી આપતા. મને તો આવું બધું સાંભળીને હસવું આવે છે.

image source

તો નરગીસે જાતે જ આ વાતને નકારી દીધી છે કે ડિમ્પલ કપાડીયા એમની અને રાજ કપૂરની દીકરી નથી અને સમય પસાર થયો એમ આ અફવા પણ ખતમ થઈ ગઈ. પણ આજે પણ ઘણા એવા લોકો છે જેમને હજી સુધી એવું જ લાગવા છે કે ડિમ્પલ કપાડીયા નરગીસ અને રાજ કપૂરના પ્રેમની નિશાની છે.

image source

તમને જણાવી દઈએ કે ડિમ્પલ કપાડીયા એક ગુજરાતી પરિવારમાં 8 જૂન 1957માં જન્મી હતી. એમના પિતા ચુનિભાઈ કપાડીયા બહુ મોટા વેપારી હતા અને એમને ત્યાં ઘણી વાર ફિલ્મી પાર્ટીઓ થયા કરતી હતી.ડિમ્પલ કપાડીયા પોતાના ચારેય ભાઈ બહેનોમાં સૌથી મોટી છે અને એમની નાની બહેન સિમ્પલ કપાડીયા પણ ફિલ્મોમાં આવી ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "શું ખરેખર ડિમ્પલ કપાડીયા નરગીસ અને રાજ કપૂરના પ્રેમની નિશાની છે? કે પછી આ ફક્ત એક અફવા છે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel