કોરોના વેક્સિનને લઈને WHOના ડાયરેક્ટરે કહ્યું, આ સમયે આવી જશે પહેલી રસી, જાણી લો જલદી આ અગત્યના સમાચાર તમે પણ
કોરોના વાયરસ વેક્સિન અંગે વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદનોમ ધેબિયસે મહત્વની ઘોષણા કરી છે. જિનેવામાં તેમણે કહ્યું કે, આ વર્ષના અંત સુધી કોરોના વાયરસની એક પ્રમાણિક વેક્સિન તૈયાર થઈ શકે છે. તેમણે વેક્સિન મળ્યા બાદ તેનું સમાન વિતરણ નક્કી કરવા માટે બધા નેતાઓ વચ્ચે એકતા અને રાજકીય પ્રતિબદ્ધતાનું આવહાન કર્યું છે.
વર્ષના અંત સુધીમાં આવી જશે કોરોના વેક્સીન: WHO
ટેડ્રોસે WHOના કાર્યકારી બોર્ડની બેઠકમાં કહ્યું કે, આપણને વેક્સિનની જરૂર પડશે અને આશા છે કે આ વર્ષના અંત સુધી આપણી પાસે વેક્સિન હોઈ શકે છે. અમને તેની આશા છે. આ બેઠકમાં WHO કોરોના વાયરસ રોગચાળાની વૈશ્વિક પ્રતિક્રિયાની તપાસ કરી રહ્યું છે.
વૈશ્વિક સ્તરે દર 10 માંથી 1 વ્યક્તિ કોરોના સંક્રમિત
કોરોના વાયરસને લઈને સોમવારે થયેલી WHOના 34 સભ્યોની કાર્યકારી બોર્ડની બેઠકમાં ડો માઇકલ રેયાને કહ્યુ કે, શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સંખ્યામાં પરિવર્તન થઈ શકે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેનો મતલબ તે નથી કે દુનિયાની મોટી વસ્તી ખતરામાં છે. તેમણે કહ્યું કે, વિશ્વભરમાં દર 10માંથી 1 વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઈ શકે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ પણ કહ્યું છે કે, ભારતમાં કોરોનાની સાત-આઠ વેક્સીન પર કામ થઇ રહ્યું છે. જેમાંથી ત્રણ ક્લીનિકલ ટ્રાયલના ચરણમાં પહોંચી ગઇ છે અને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં આપણને કોરોનાની ઓછામાં ઓછી એક વેક્સીન મળી જશે. કોરોનાની પહેલી વેક્સીન કોવેક્સિન છે, જેને ભારત બાયોટેકે સાથે મળીને વિકસિત કરી છે. બીજી વેક્સીનનું નામ ઝાઈકોવ-ડી છે. જેને જાયડસ કેડિલાએ વિકસિત કરી છે. ત્રીજી કોરોના વેક્સીનનું નામ કોવિશીલ્ડ છે. જેને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત એને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પુણેએ એસ્ટ્રાજેનેકાની સાથે વિકસિત કરી છે. જેનું ટ્રાયલ હાલમાં પુણેમાં ચાલી રહી છે. કોરોનાની એક વેક્સીનનું ટ્રાયલ ત્રીજા ચરણમાં પહોંચી ગયું છે.
COVID-19 વેક્સિનના આંકડાની સમીક્ષા શરૂ
યૂરોપિયન મેડિસન એજન્સી (EMA)એ ગુરૂવારે કહ્યું કે, તેણે ચોક્કસ સમયમાં એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંભવિત COVID-19 વેક્સિનના આંકડાની સમીક્ષા શરૂ કરી દીધી છે, આ પ્રકારના પગલાનો ઉદ્દેશ્ય વેક્સિનના ક્ષેત્રમાં કોઈપણ મંજૂરીની પ્રક્રિયામાં ઝડપ લાવવાનો છે. આ વાતથી બ્રિટિશ વેક્સિનની સંભાવના વધી જાય છે, જેને COVID-19 વિરુદ્ધ એક સફળ વેક્સિનની દોડમાં આગળ માનવામાં આવી રહી છે. આ યૂરોપમાં નવા કોરોના વાયરસ બીમારીની સારવાર માટે મંજૂરી મેળવનાર પ્રથમ વેક્સિન બની છે.
યુએસએ સાથે કંપનીએ કરી છે 2 અબજ ડોલરની ડીલ
અગ્રણી દવા ઉત્પાદક કંપની ફાઇઝરને આશા છે કે આ વર્ષ ઓક્ટોબરની શરૂઆતમાં તેને રેગુલેટરીથી અપ્રૂવલ મળી જશે અને વર્ષના અંત સુધી તે કોવિડ-19 વેક્સિન બજારમાં ઉતારી દેશે. ફાઇઝર પોતાના જર્મન ભાગીદાર બાયોએનટેકના સહયોગથી વેક્સિન વિકસિત કરી રહી છે. તેણે 10 કરોડ ડોઝ આપવા આટે અમેરિકી સરકારની સાથે લગભગ 2 અબજ ડોલરનો સોદો પણ કર્યો છે.
કોવૈક્સ પરિયોજનાથી દરેક સુધી પહોંચાડવામાં આવશે વેક્સીન
વિશ્વ આરોગ્ય સંગઠનના કોવૈક્સ પરિયોજનાથી વિશ્વના 168 દેશ જોડાયા છે. પરંતુ અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન આ ગઠબંધનમાં સામેલ થયા નથી. તેનો ઇરાદો વેક્સિન ડેવલોપમેન્ટ, પ્રોડક્શન અને દરેક સુધી પહોંચ બનાવવાનો છે. આ કોલોબોરેશનનું નેતૃત્વ Gavi દ્વારા કરવામાં આવી રહ્યું છે. Gavi એપિડેમિક પ્રિપેયર્ડનેસ ઇનોવેશન (CEPI) અને WHO નું ગઠબંધન છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કોરોના વેક્સિનને લઈને WHOના ડાયરેક્ટરે કહ્યું, આ સમયે આવી જશે પહેલી રસી, જાણી લો જલદી આ અગત્યના સમાચાર તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો