ક્યાંક ક્યૂટ તો ક્યાંક ગ્લેમરસ લૂકમાં જોવા મળી શાહરુખની લાડલી સુહાના, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!
બોલીવૂડના કિંગ એટલે કે શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પોતાના અંદાજને લઈ હંમેશા ચર્ચામાં રહે છે. તેની તસ્વીરો હોય કે વિડિયો હોય, સોશિયલ મિડિયા પર તે તરત જ વાયરલ થઈ જાય છે. ફિલ્મી દુનિયાથી દૂર હોવા છતાં પણ સુહાના ખાન પોતાના અંદાજને લઈને હંમેશા ચર્ચામાં રહે છે, તાજેતરમાં તેણે કોલકાતા નાઇટ રાઇડર્સને સપોર્ટ કરતા પોતાની કેટલીક તસ્વીરો શેર કરી છે, જેમાં તેણી ક્યૂટ અને ગ્લેમરસ લૂકમાં જોવા મળી હતી. સુહાના ખાનની આ તસ્વીરો સોશિયલ મિડિયા પર પણ ખૂબ વયારલ થઈ રહી છે, સાથે સાથે તેના લૂકના પણ લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.
સુહાના ખાન પોતાની એક તસ્વીરમાં વ્હાઇટ ટીશર્ટમાં જોવા મળી છે, જેના પર કોલકાતા નાઇટ રાઇડર્સની બેચ પણ લખ્યું છે. ફોટોમાં સુહાના ખાનનો ગ્લેમરસ લૂક ખૂબ જ જબરજસ્ત લાગી રહ્યો છે. તેની સાથે તેણીએ બીજી એક તસ્વીર પણ શેર કરી છે, જેમાં તે પોતાના પિતા શાહરુખ ખાન સાથે જોઈ શકાય છે. સુહાનાની બીજી તસ્વીર તેના બાળપણની છે, જ્યાં તેણી પોતાના પિતા શાહરુખ ખાન સાથે જોઈ શકાય છે. તસ્વીરમાં સુહાના ખાનનો લૂક ખૂબ પસંદ થઈ રહ્યો છે. તેને શેર કરતાં તેણીએ લખ્યું છે, ‘ધ સ્ટ્રેસ… 2008થી જ….’’
તમને જણાવી દઈએ કે આ પહેલાં સુહાના ખાનની કેટલીક તસ્વીરો અને વિડિયો પણ વાયરલ થયા હતા, જેમાં તેણી કોલકાતા નાઇટરાઇડર્સનુ સમર્થન કરતી જોવા મળી રહી છે. શાહરુખ ખાનની દીકરી પોતાની ગ્લેમરસ સ્ટાઇલ અને ડ્રેસિંગ સેંસને લઈને ખૂબ જાણતી છે. સુહાના ખાન અમેરિકામાં અભ્યાસ કરી રહી હતી, પણ કોરોના વાયરસના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનના કારણે તેણી મુંબઈમાં પોતાના પરિવાર સાથે છે. સુહાના ખાનની બોલીવૂડ કેરિયરને લઈને શાહરુખ ખાને પોતે કહ્યું હતું કે તેણી પોતાનો અભ્યાસ પુરો કરશે ત્યાર બાદ તેણી ફિલ્મી દુનિયામાં પ્રવેશી શકે છે.
અમિતાભની પૌત્રીએ પણ કર્યા વખાણ
આ પહેલાં સુહાનાએ એક સુદંર ગ્લેમરસ તસ્વીર શેર કરી હતી જે તેણીના ફેન્સને ખૂબ પસંદ આવી હતી. સુહાનાની આ તસ્વીરને સાડા ત્રણ લાખ કરતાં પણ વધારે લાઇક્સ મળી ચુકી છે.
શાહરુખની દીકરી સુહાના ખાને આ તસ્વીરમાં પ્રિંટેડ સી-ગ્રીન ડ્રેસમાં જોવા મળી છે, તસ્વીરમાં તેના લૂકની સાથે સાથે તેનો પોઝ પણ સુંદર છે. તેની આ તસ્વીરને તેના ફ્રેન્ડ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે. આ તસ્વીરને શેર કરતા તેણીએ લખ્યું છે, ‘હું આને પોસ્ટ કરવા જઈ રહી છું. એ પહેલાં કે હું તેને જોતાં જોતાં નફરત કરવાનું શરૂં કરી દઉં.’ તેની આ તસ્વીર પર અમિતાભ બચ્ચનની દીકરીની દીકરી નવ્યા નંદાએ પણક મેન્ટ કરીને લખ્યું છે, ‘સાચે જ સુંદર…’
શાહરુખની દીકરી અવારનવાર પોતાની તસ્વીરો તેમજ સ્ટાઇલથી લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષતી હોય છે. જો કે ઘણીવાર તેણીને ટ્રોલ પણ કરવામાં આવે છે. પણ તેણી ટ્રોલર્સને હેન્ડલ કરતાં શીખી ગઈ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "ક્યાંક ક્યૂટ તો ક્યાંક ગ્લેમરસ લૂકમાં જોવા મળી શાહરુખની લાડલી સુહાના, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!"
ટિપ્પણી પોસ્ટ કરો