મુકેેશ અંબાણીનુ જમવાનું મેનુ હોય છે સાવ સાદું, થાળીમાં પીરસાય છે માત્ર આટલી જ વાનગીઓ
દેશના સૌથી અમીર વ્યક્તિ એવા મુકેશ અંબાણી… ભોજનમાં પસંદ કરે છે સાદું ભોજન, ભોજનમાં દાળ- ભાત અને શાક- રોટલી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી થોડાક સમય પહેલા જ દુનિયાના ટોપ પાંચ અમીર વ્યક્તિઓમાં સામેલ થયા છે. ત્યારે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પૂરી રીતે ગુજરાતી છે એટલા માટે અંબાણી પરિવારના દરેક સભ્યને ખાવાનો શોખ ધરાવે છે. એટલું જ નહી, એક ઇન્ટરવ્યુ દરમિયાન નીતા અંબાણીએ એવું પણ જણાવ્યું છે કે, તેમની દીકરી ઈશા અંબાણી તેમના કરતા પણ સારું ભોજન બનાવે છે. જો કે, નીતા અંબાણી રિલાયન્સ ગૃપમાં ઘણા સમયથી સક્રિય ભાગ ભજવી રહી હોવા છતાં પણ જયારે પણ સમય મળે છે ત્યારે પોતાના પરિવારના સભ્યો માટે પોતાના હાથે ભોજન બનાવે છે. આજે અમે આપને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના મનપસંદ ભોજન વિષે જણાવીશું.
એકવાર ફરીથી દેશના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. સતત કેટલાક વર્ષોથી તેમને પૈસાની બાબતમાં કોઈ વ્યક્તિ તેમને પછાડી શક્યું નથી. આપને એવું લાગતું હશે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી રોયલ લાઈફ જીવવાનું પસંદ કરતા હશે. તેઓ હંમેશા AC માં રહેવાનું પસંદ કરતા હશે. એટલું જ નહી, તેમના બધા કામ પણ તેમના વર્કર્સ કરતા હશે પરંતુ આવું છે નહી.
ચાલો જાણીએ છીએ કે, એવી કઈ વસ્તુઓ છે જે મુકેશ અંબાણી તેમને સૌથી ખાસ બનાવે છે. મુકેશ અંબાણી શાકાહારી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીને ભારતીય ભોજન સેવન કરવું ખુબ જ પસંદ છે. એમાં પણ ખાસ કરીને દાળ- ભાત અને શાક- રોટલી ખાવાનું પસંદ કરે છે. મુકેશ અંબાણી ખાવાનો ઘણો શોખ ધરાવે છે. તેમજ મુકેશ અંબાણીને પોતાની પત્ની નીતા અંબાણીના હાથે બનાવેલ ભોજન કરવાનું સૌથી વધારે પસંદ કરે છે. એટલા માટે મુકેશ અંબાણી અને અંબાણી પરિવાર મોટાભાગે ઘરે ભોજન કરવાનું જ પસંદ કરે છે.
જો કે, મુકેશ અંબાણીના મનપસંદ ભોજનમાં મુંબઈમાં આવેલ મૈસુર કાફેના મસાલા ઢોસા અને આ રેસ્ટોરંટનું સાઉથ ઇન્ડીયન ભોજન ખાવાનું ખુબ જ પસંદ કરે છે. અંબાણી પરિવાર ફક્ત ભોજનનો જ શોખીન નથી પરંતુ પોતાના ઘરે આવતા મહેમાનોની આગતા- સ્વાગતા કરવામાં પણ કોઈ કસર બાકી રાખતા નથી.
એટલું જ નહી, મુકેશ અંબાણીએ પોતાની દીકરી ઈશા અંબાણીના લગ્ન પ્રસંગ નિમિત્તે ખાસ ગરીબો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે ખાસ ભોજન સમારંભની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત આ ભોજન સમારંભમાં ભોજન કરવા આવેલ વ્યક્તિઓને મુકેશ અંબાણી, નીતા અંબાણી સહિત અંબાણી પરિવારના સભ્યોએ પોતે જ ભોજન પીરસ્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "મુકેેશ અંબાણીનુ જમવાનું મેનુ હોય છે સાવ સાદું, થાળીમાં પીરસાય છે માત્ર આટલી જ વાનગીઓ"
ટિપ્પણી પોસ્ટ કરો