આ દ્રષ્ટિહીન હાથીએ ઉજવી આઝાદીની 10મી વર્ષગાંઠ, વાંચી શકો તો જ વાંચજો આ હાથીની દર્દનાક કહાની

હાથી એક સંવેદના સમજી શકે તેવું પ્રાણી છે. ભલે આપણે ત્યાં ગુજરાતમાં હાથીઓની વસ્તી ઓછી છે અને એટલા માટે તે ક્યાંક રસ્તામાં જોવા નથી મળતા. ક્યારેક કોઈ જાજરમાન લગ્ન, કે વરઘોડામાં વળી શણગાર કરાયેલા હાથી જોવા મળે ત્યારે બાળકો તો શું આપણે મોટેરાઓ પણ હાથીને કુતુહલ પૂર્વક નિહાળતા જ રહી જઈએ છીએ. ભારતના ફિલ્મ ઉદ્યોગમાં પણ હાથીને ન્યાય અપાયો છે અને હાથી પર એક ફિલ્મ પણ બની હતી. જો કે એ ફિલ્મ રિલીઝ થયાને વર્ષો વીતી ગયા એ વાત જુદી છે. ખેર, આપણે અહીં હાથીની વાત કરતા હતા.

image source

તાજેતરમાં જ ભોલા નામના એક વિશેષ હાથીએ પોતાના આઝાદ જીવનના 10 વર્ષ પુરા કર્યા છે અને વિશેષ એટલા માટે કે આ ભોલા હાથી જોઈ નથી શકતો એટલે કે તે દ્રષ્ટિહીન છે. આમ તો આ હાથીની ઉંમર 55 વર્ષ છે તેણે જીવનના અનેક વર્ષો બેડીઓમાં જકડાયેલી હાલતમાં પસાર કર્યા છે અને અને વાઈલ્ડ લાઈફ એસઓએસ સાથે આઝાદ જીવનના 10 વર્ષ પુરા થયા છે.

image source

વર્ષ 2010 માં નોએડામાં એક હાઇવે પર ટ્રક સાથેના અકસ્માતમાં ઘાયલ થયેલા ઉપરોક્ત ભોલા હાથીની સારવાર અને દેખરેખ માટે તેને વાઈલ્ડ લાઈફ એસઓએસના હાથી સંરક્ષણ તથા દેખરેખ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. રોડ પરના અકસ્માત પહેલા પણ ભોલા હાથીએ પોતાના માલિક દ્વારા અનેક વર્ષો સુધી યાતનાઓ વેઠી હતી.

image source

યાતનાના સમયમાં મોટેભાગે તેને તેની પૂંછડી વડે ઝાડ સાથે બાંધી દેવામાં આવતો અને તેનાથી તેની પૂંછડીમાં પણ ઇજા થઇ હતી. પાંચ ટન વજન ધરાવતા આ નર હાથીને તેના માલિકો દ્વારા સમયાંતરે લોખંડની છળ દ્વારા મારવામાં આવતો અને આવી ક્રુરતાને કારણે જ તેની એક આંખ આંધળી થઈ ગઈ હતી જ્યારે બીજી આંખમાં મોતિયો થઈ ગયો હતો. એટલું જ નહીં પણ આવી પરિસ્થિતિમાં જ તેને રેઢો છોડી દેવામાં આવ્યો.

image source

ગત બુધવારે જ આ નર હાથીએ એનજીઓની દેખરેખ હેઠળ પોતાના જીવનનું દશમું વર્ષ પૂરું કર્યું. જ્યારે તેને અહીં લાવવામાં આવ્યો હતો ત્યારની સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે અને હવે તે મોજનું જીવન વિતાવે છે. અહીં તે કીચડ અને પુલમાં નહાવાની સાથે પોતાના વિશાળ વાડામાં ટહેલતા ટહેલતા સ્વાદિષ્ટ ભોજન આરોગે છે.

image source

હાલમાં ભોલા હાથીની નિયમિત રીતે મેડીકેટેડ ફૂટ મસાજ અને વિશેષ ટ્રીટમેન્ટ થઈ રહી છે. ભોલાની અહીં 10 મી વર્ષગાંઠને મનાવવા માટે વાઈલ્ડ લાઈફ એસઓએસની ટીમે વિભિન્ન પ્રકારની દાળ અને લોટ દ્વારા વિશેષ કેક બનાવી તેને કેળા, તરબૂચ, પપૈયા અને કાકડી દ્વારા સજાવી હતી અને ભોલાએ પણ આ કેક આનંદથી ખાધો હતો..એ સિવાય ભોલાએ પાણીના પુલમાં ડૂબકી લગાવી સ્નાન પણ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "આ દ્રષ્ટિહીન હાથીએ ઉજવી આઝાદીની 10મી વર્ષગાંઠ, વાંચી શકો તો જ વાંચજો આ હાથીની દર્દનાક કહાની"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel