એક વાર અચુક જજો વિશ્વની આ ખૂબસુરત જગ્યાઓ પર, જે જતાની સાથે જ તમે થઇ જશો રિલેક્સ: PICS

વિશ્વમાં એવી અનેક ખુબસુરત જગ્યાઓ છે જે જોનારાનું મન મોહી લે છે. આ જગ્યાઓને પ્રત્યક્ષ જોવા અને ત્યાં યાદગાર સમય વિતાવવા દૂરદૂરથી લોકો આવતા હોય છે. આવી જગ્યાઓએ જઈને તમને કુદરતની અણમોલ રચનાનો પરિચય તો મળે જ છે પરંતુ સાથે જ તમને જે તે જગ્યાના ઇતિહાસ વિશે જાણવાનો પણ મોકો મળે છે. વળી, કેટલીક જગ્યાઓ તો એવી છે જ્યાંનો કુદરતી અને અલૌકિક નજારો જોઈ તમે ઘડીભર તો વિશ્વાસ ન કરી શકો કે જે નજરે દેખાય એ ખરેખર છે જ કે પછી ફિલ્મનું કોઈ દ્રશ્ય છે.

ખરેખર, આવી જગ્યાઓએ જીવનમાં કમસે કમ એક વખત તો જવું જ જોઈએ. આવી જ અમુક અલૌકિક જગ્યાઓ જે વિશ્વના અલગ અલગ સ્થળોએ આવેલી છે તે પૈકી થોડીક જગ્યાઓની અહીં વાત કરીએ.

રેઇનબો માઉન્ટેન, ચીન

image source

ચીન દેશમાં આમ તો ફરવાલાયક અનેક સ્થળો છે પરંતુ આવા સ્થળો પૈકી વિશેષ સ્થળ તરીકે એક નામ અહીંના રેઇનબો માઉન્ટેનનું પણ છે. આ જગ્યા ઝાંગ્યે ડાંક્સિયા જિયોલોજીકલ પાર્કનો એક ભાગ છે. અહીં આવેલા રંગબેરંગી પહાડો જોઈને એમ જ લાગે જાણે આપણે કોઈ પેંટિંગ જોઈ રહ્યા હોય. કુદરતી રીતે બનેલા આ ખુબસુરત પહાડોને જોવા માટે અહીં વિશ્વભરમાંથી લોકો આવે છે.

નોસવાઈન્સટાઇન કૈસલ, જર્મની

image soucre

આ જર્મનીમાં આવેલો નોસવાઈન્સટાઇન કૈસલ એટલે કે મહેલ છે. તેનું નિર્માણ 19 મી સદીમાં શરૂ થયું હતું પરંતુ તે નિર્માણ કાર્ય ક્યારેય પૂરું ન થઈ શક્યું. બવેરિયાના રાજા લુડવીજ દ્વિતીયએ વર્ષ 1864 માં આ ખુબસુરત મહેલને બનાવવાનો આદેશ કર્યો હતો અને તેના માટે તેણે ઘણું દેણું પણ લીધું હતું. જો કે બાદમાં તેનું મૃત્યુ થઈ ગયું અને આ મહેલનું નિર્માણ કાર્ય પણ થંભી ગયું. તેમ છતાં આજે પણ આ મહેલ જોવામાં મનનીય લાગે છે.

બૈગાન શહેર, મ્યાનમાર

image source

આઆ મ્યાનમાર દેશમાં આવેલું એક પ્રાચીન શહેર બૈગાન છે જે નવમી સદીથી 13 મી સદી સુધી પગોન સામ્રાજ્યની રાજધાની હતું. અહીં ચાર હજારથી પણ વધુ બૌદ્ધ મંદિરો, પગોડા અને મઠ આવેલા છે. જે પૈકી 3800 થી વધુ મંદિર અને પગોડા આજની સ્થિતિએ પણ છે. આ જગ્યા વિશ્વભરના પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. એ સિવાય આ સ્થળને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેઝ સાઈટમાં પણ સ્થાન અપાયું છે.

હૈંગ સોન ડુંગ ગુફા, વિયેતનામ

image source

આ ગુફા વિયેતનામ દેશમાં આવેલી છે અને તેને વિશ્વની સૌથી મોટી ગુફા પણ માનવામાં આવે છે. આ ગુફાનું નામ હૈંગ સોન ડુંગ છે અને તે નવ કિલોમીટર લાંબી, 200 મીટર પહોળી અને 150 મીટર ઊંચી છે. લાખો વર્ષ જૂની આ ગુફાની અંદર વૃક્ષો અને છોડવાઓ સિવાય, જંગલ, વાદળ અને નદી પણ છે. આ ગુફાની શોધ વર્ષ 1991 માં થઈ હતી. જોવામાં આ ગુફા એટલી ભયાનક લાગે છે કે મોટાભાગના લોકો ગુફાની અંદર પ્રવેશ કરવાની હિંમત નથી કરી શકતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "એક વાર અચુક જજો વિશ્વની આ ખૂબસુરત જગ્યાઓ પર, જે જતાની સાથે જ તમે થઇ જશો રિલેક્સ: PICS"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel