આ મહિલાના પગ જોઈને કહેશો પગ છે કે નિસરણી, જાણો વિશ્વના સૌથી 5 અજીબો ગરીબ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ વિશે
વિશ્વ રેકોર્ડ બનાવવો એ કોઈ સહેલું કામ નથી. તેના માટે કુશળતા હોવી ખૂબ જ જરૂરી છે અને તેની સાથે સફળ થવા માટે મહેનત પણ તેટલી જ તરૂર પડે છે. આમ તો લોકો કઈક સારૂ કરીને રેકોર્ડ બનાવવા માગે છે, જેનાથી વિશ્વભરમાં પોતાનું નામ રોશન થાય, પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે અજીબોગરીબ કામથી વિશ્વભરમાં પ્રખ્યાત બન્યા છે.
હર વર્ષ 19 નવેમ્બરના રોજ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ દિવસ મનાવવામાં આવે છે. આ અવસરે આવો જાણીએ વિશ્વના પાંચ સૌથી વધુ અજીબ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ વિશે. જે તમને હેરાન કરી દેશે. તેમાંથી કેટલાક રેકોર્ડ્સ તો ભારતીયના નામે છે.
વિશ્વની સૌથી વધુ વજન ધરાવતી ડૂંગળી
સામાન્ય રીતે જ્યારે તમે ડૂંગળી ખરીદવા જાવશો ત્યારે એક કિલોગ્રામમાં 6-7 જેટલી ઓછી ડૂંગળી આવે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વની સૌથી મોટી ડૂંગળીનું વજન 8 કિલોગ્રામ છે. આ ડૂંગળીને ઇંગ્લેંડમાં રહેનાર પીટર ગ્લેજબ્રુકે ઉગાડી છે. આ કારણે તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયું છે.
વિશ્વમાં સૌથી લાંબા વાળ
ગુજરાતના મોડાસામાં રહેનાર 17 વર્ષીય નિલાંશી પટેલને વિશ્વની સૌથી લાંબા વાળવાળી છોકરીના નામે ઓળખવામાં આવે છે. તેમના વાળની લંબાઈ છ ફીટથી પણ વધારે છે. આ વાળના કારણે જ તેનું નામ ગિનીજ વર્લ્ડ રેકોર્ડમાં છે.
વિશ્વની સૌથી લાંબી મૂંછો
ઘણી વખત લોકો કહે છે, ‘મૂંછો તો મર્દની શાન હોય છે નહીં અથવા મૂંછે નથી તો કઈ નથી, પરંતુ તમે કોઈ એવા વ્યક્તિ વિશે જાણો છો, જેની મૂંછની લંબાઈ છે 14 ફીટ છે. જી હા, રાજસ્થાનના રામ સિંહ ચૌહાણનું નામ ગિનીજ વર્લ્ડ રેકોર્ડમાં આ કરાણે જ છે. તેમણે 39 વર્ષોથી પોતાની મુછો કાપી નથી.
સૌથી લાંબા નખ
આ મહિલાનું નામ ક્રિસ વોલ્ટન છે. તેના નામે વિશ્વના સૌથી લાંબા નખ રાખવાનો વિશ્વ રેકોર્ડ છે. તેના ડાબા હાથના નખની લંબાઈ 10 ફીટ બે ઇંચ છે જ્યારે જમણા હાથના નખની લંબાઈ 9 ફૂટ સાત ઇંચ છે.
વિશ્વની સૌથી લાંબા પગ ધરાવનાર છોકરી
આ રશિયાની એકેટેરિના લિસિના છે. તેના નામે વિશ્વની સૌથી લાંબા પગ ધરાવનાર છોકરીઓનો વર્લ્ડ રેકોર્ડ છે. તેમના ડાબા પગની લંબાઈ 132.8 સેમી. અને જમણા પગની લંબાઈ 132.2 સેમી. છે. આટલુ જ નહિ તે વિશ્વની સૌથી લાંબી મોડેલનો પુરષ્કાર પણ જીતી ચુકી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ મહિલાના પગ જોઈને કહેશો પગ છે કે નિસરણી, જાણો વિશ્વના સૌથી 5 અજીબો ગરીબ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ વિશે"
ટિપ્પણી પોસ્ટ કરો