ગુજરાતીઓ ચેતજો નહીંતર જીવ ગુમાવશો, અમદાવાદના આ વિસ્તારમાં આખાને આખા પરિવાર નીકળ્યા કોરોના પોઝિટીવ, આ છે કારણ
ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના નોંધાતા કેસની સંખ્યામાં આજે વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1515 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,95,917એ પહોંચી છે. ત્યારે હવે શહેરમાં અનેક વિસ્તારમાં કોરોના સંક્રમણમાં આખો પરિવાર સપડાયો હોય, તેવા કિસ્સા નોંધાઇ રહ્યા છે. તેને કારણે પરિવારમાં એક બીજાની દેખરેખ રાખી શકે તેવી સ્થિતિ નથી રહી.
જો મળતી માહિતી પ્રમાણે વિગતે વાત કરીએ તો ગુરુકુળની એક સોસાયટીમાં તો આવા પાંચ પરિવાર એટલે કે 20 થી 25 લોકો કોરોના સંક્રમિત છે. પાલડીમાં પણ આવા કેટલાંક પરિવારો છે, જ્યાં બધા સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલમાં શહેરમાં કોરોના સંક્રમણ વધુ ઘાતક બની રહ્યું છે. જેમાં અનેક વિસ્તારોમાં આખો પરિવાર કોરોના સંક્રમિત થાય તેવી ઘટનાઓ વધી રહી છે. ગુરુકુળ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં તો પાંચ એવા પરિવાર છે, જેના તમામ સભ્યો કોરોના સંક્રમિત છે. કેટલાક સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે કેટલાકને ઘરે સારવાર આપવામાં આવી રહી છે.
તો વળી આ તરફ પાલડીમાં પણ કેટલીક સોસાયટીમાં મોટી સંખ્યા પરિવારોના સભ્યો કોરોના સંક્રમિત થયા છે. સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક આવેલી કેટલીક સોસાયટીમાં તેમજ થલતેજની કેટલીક સોસાયટીઓમાં આવી સ્થિતિ જોવા મળી રહી છે. આ સિવાય પણ શહેરમાં અનેક એવા પરિવાર છે, જેમણે એક પરિવારમાંથી 3 વ્યક્તિ કોરોના સંક્રમણમાં ગુમાવી હોય. ખાસ કરીને વાત કરીએ જૂન મહિનાની તો ત્યારે કોરોના ચરમસીમાએ હતો ત્યારે આ સ્થિતિ વધુ જોવા મળતી હતી.
જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા હોય અને પરિવારના બાકીના સભ્યો સારવાર બાદ સાજા થયા હોય તેવા કિસ્સા જોવા મળ્યા હતા. અગાઉ મધ્ય ઝોનના દાણીલીમડામાં એક જ દિવસમાં એક સોસાયટીમાં 30થી વધુ કેસ નોંધાયા હતા. જેમાં મોટાભાગના સભ્ય એક જ પરિવારના હતા.
ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3846એ પહોંચ્યો છે. જ્યારે 1271 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.26 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 70,388 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 354, સુરત કોર્પોરેશન 211, વડોદરા કોર્પોરેશન 125, રાજકોટ કોર્પોરેશન 89, બનાસકાંઠા 55, ગાંધીનગર કોર્પોરેશન 53, મહેસાણા 53, પાટણ 51, સુરત 51, રાજકોટ 48, વડોદરા 39, ગાંધીનગર 36, કચ્છ 30, અમરેલી 24, પંચમહાલ 23, જામનગર કોર્પોરેશન 21, જામનગર 20, ખેડા 20, અમદાવાદ 19, મહીસાગર 19, સાબરકાંઠા 17, સુરેન્દ્રનગર 15, ભાવનગર કોર્પોરેશન 14, દાહોદ 14, મોરબી 14, અરવલ્લી 12, જુનાગઢ કોર્પોરેશન 12, નર્મદા 12, ગીર સોમનાથ 10, આણંદ 8, જુનાગઢ 8, ભરૂચ 6, છોટા ઉદેપુર 6, તાપી 6, ભાવનગર 5, બોટાદ 4, દેવભૂમિ દ્વારકા 4, નવસારી 3, વલસાડ 3, પોરબંદર 1 કેસ સામે આવ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગુજરાતીઓ ચેતજો નહીંતર જીવ ગુમાવશો, અમદાવાદના આ વિસ્તારમાં આખાને આખા પરિવાર નીકળ્યા કોરોના પોઝિટીવ, આ છે કારણ"
ટિપ્પણી પોસ્ટ કરો