જો તમે રાત્રે સૂતા પહેલા કરશો આ ચોપાઇનો પાઠ, તો અનેક કામો થઇ જશે ચપટીમાં પૂરા અને મળશે સફળતા
આ ચોપાઈના પાઠ રાતના સમયે સુતા પહેલા કરો, આપની બધી સમસ્યાઓ થઈ જશે દુર અને દુશ્મન પણ આપની સામે નમી જશે.
આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ તકલીફો રહે જ છે. ઉપરાંત ઘણી વ્યક્તિઓના જીવન તો એટલી હદ સુધી ખરાબ થઈ જાય છે કે, એક સંકટ તેમના જીવન માંથી દુર થતું નથી ત્યાં જ બીજી કોઈ મુશ્કેલી તેમની સામે હાથ લંબાવીને ઉભી જ હોય છે હાલમાં મોટાભાગની વ્યક્તિઓને આર્થિક સંકટનો વધારે સામનો કરવો પડે છે. તેમજ આવી વ્યક્તિઓ પોતાની મુશ્કેલીઓને દુર કરવા માટે ઘણા ઉપાયો અજમાવે છે જેમાં વ્યક્તિને મોટાભાગે નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. આજે અમે આપને એક એવા ઉપાય વિષે જણાવીશું જેને કરવાથી આપના જીવનની તમામ સમસ્યાઓ દુર થઈ જશે.

કોઇપણ વ્યક્તિના જીવનમાં ગમે તેટલું ઘોર અંધારું કેમ ના હોય કે પછી સંકટોના પહાડ પણ કેમ ના તૂટી પડ્યા હોય, સાચા મનથી જયારે ભગવાન શ્રીરામનું નામ લેવામાં આવે છે તો આપની પર આવેલ સંકટોના વાદળ પોતાની જાતે જ દુર થઈ જાય છે. આમ તો વાલ્મિકી રામાયણની દરેક ચોપાઈ પોતાનામાં જ ખાસ મહત્વ ધરાવે છે પરંતુ આજે અમે આપને વાલ્મિકી રામાયણની એક એવી શક્તિશાળી ચોપાઈ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના પાઠ કરવાથી ક્ષણભરમાં આપના તમામ સંકટો સમાપ્ત થઈ જાય છે.
વાલ્મિકી રામાયણની આ ચોપાઈના પાઠ કરતા પહેલા આ બાબતોનું આપે ખાસ ધ્યાન રાખવું જોઈએ.:

જયારે આપ વાલ્મિકી રામાયણની આ ચોપાઈના જાપ કરવા જઈ રહ્યા હોવ ત્યારે આ વાતનું ધ્યાન રાખવું કે, જ્યાં આપ જાપ કરવા બેસવાના છો તે સ્થાન પૂરી રીતે સ્વચ્છ કરી લેવું જોઈએ. આપે પોતાના મનને સકારાત્મક ભાવની સાથે શુદ્ધ રાખો. આપે જાપ કરતા સમયે પોતાના મનમાં કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ઈર્ષ્યા, દ્વેષ અને કપટ જેવી ભાવનાઓને ઉત્પન્ન થવા દેવી જોઈએ નહી કેમ કે, જો આપનું અંતર્મન જ શુદ્ધ નહી હોય તો વાલ્મિકી રામાયણની આ ચોપાઈના જાપ કરવાથી લાભ કેવી રીતે પ્રાપ્ત કરશો.
‘જો પ્રભુ દીનદયાલા કહાવા| આરતિ હરન બેદ જસ ગાબા||
જપહી નામુ જન આરત ભારી| મિટહી કુસંકટ હોહિ સુખારી||
દીનદયાલા બિરદ સંભારી| હરહુ નાથ મમ સંકટ ભારી||’

ઉપરોક્ત જણાવવામાં આવેલ વાલ્મિકી રામાયણની એક એવી શક્તિશાળી ચોપાઈ છે જેનો જાપ આપે રોજ રાતના સમયે સુતા પહેલા કરશો તો આપની અંદર ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને સકારાત્મક ઉર્જાનો થાય છે. આની સાથે જ આપની આસપાસની નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રસાર થવા લાગે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "જો તમે રાત્રે સૂતા પહેલા કરશો આ ચોપાઇનો પાઠ, તો અનેક કામો થઇ જશે ચપટીમાં પૂરા અને મળશે સફળતા"
ટિપ્પણી પોસ્ટ કરો