શું તમને આવે છે આવાં સપના? તો સમય પહેલા થઇ જજો સાવધાન, નહિં તો થશે કંઇક એવું કે…

જીવનમાં બનતી ઘટનાઓની ઘટના ક્યારેક સપનામાં પણ હોય છે.દરેક સ્વપ્નનો વિશેષ અર્થ હોય છે,જે વ્યક્તિને થોડો સંકેત આપે
છે.મોટાભાગના લોકો આ સપનાને વહેલી સવાર થતાં જ ભૂલી જાય છે અને કેટલાક તેમના સંકેતોને સમજવામાં સમર્થ હોય છે.તમને
ઘણીવાર એવો ભાષ થતો હોય છે કે આવું મારી સાથે પેહલા બન્યું છે ત્યારબાદ તમને તરત જ વિચાર આવે કે થોડા સમય પેહલા જ તમે
આ સપનું જોયું હતું.દરેક સપનું કોઈ સંકેત સાથે જોડાયેલું જ હોય છે.

image source

જેમ કે પાણી સાથે કંઈક ધોવું અથવા સપનામાં અગ્નિ આવવી દરેક સપનું શુભ-અશુભ સાથે જોડાયેલું હોય છે.આજે અમે તમને થોડા સપનાઓ વિશે જણાવીશું આ સપના તમને સમય પેહલા જ સંકેતો આપી દે છે કે ભવિષ્યમાં શું થવાનું છે.તેથી આ સપનાને અવગણવા નહીં.

image source

– જો તમે સપનામાં તમારા હાથ અને પગ ધોવો છો તો આ નુકસાનનું સૂચક છે.આ સ્વપ્ન તમને નુકસાનની ચેતવણી આપે છે.

-જ્યારે કોઈ વ્યક્તિ સ્વપ્નમાં પોતાનું માથું ધોતા જુએ છે,ત્યારે તેનો અર્થ એ છે કે આગામી સમયમાં તેની સાથે બધુ સારું થઈ રહ્યું છે.સ્વપ્નમાં તમારું માથું ધોતા જોવું એ શુભ માનવામાં આવે છે.

image source

-સ્વપ્નમાં વાસણો વગેરે ધોવું એ શુભ માનવામાં આવે છે.આનો અર્થ એ છે કે તમને થોડા સમયમાં જ સ્વાદિષ્ટ ખોરાક મળશે.

image source

– સ્વપ્નમાં કપડા ધોવાનો અર્થ એ છે કે તમારે આવનારા સમયમાં મુસાફરી કરવી પડશે.

-જો કોઈ વ્યક્તિ એક જ રાતમાં શુભ અને અશુભ બંને સ્વપ્નો જુએ છે,તો પછીનું જ સ્વપ્ન પરિણામ ફળદાયક માનવામાં આવે છે.માણસે પછીના સ્વપ્નના આધારે માર્ગદર્શન આપવું જોઈએ.

– ભગવાન વિષ્ણુએ મનુ મહારાજને કહ્યું હતું કે સ્વપ્નમાં હાથીઓ,ઘોડાઓ,બળદો વગેરે પહાડો ઉપર જોવાનું શુભ માનવામાં આવે છે.

image source

-સ્વપ્નમાં એવું જોવું કે તમે સૂર્ય,ચંદ્ર અથવા તારા સુધી પોહચી ગયા છો તો તમારું આ સ્વપ્ન ખુબ શુભ માનવામાં આવે છે આ સ્વપ્નનો અર્થ એવો થાય છે કે તમે થોડા સમયમાં જ તમારી કારકિર્દીમાં આગળ વધશો.

– જો તમે ક્યારેય તમારા સપનામાં કડવી દવા પીતા તમને પોતાને જોશો,તો તેનો અર્થ એ કે તમારો આવનારો સમય મુશ્કેલીઓથી
ભરેલો હશે.

– સ્વપ્નમાં કીડીઓનું આગમન અને જો તમે કીડીઓને મારી રહ્યા છો,તો તેનો અર્થ એ કે તમને ધંધામાં નુકસાન થઈ શકે છે.

image source

– સ્વપ્નમાં જો એવું આવે કે તમે સમુદ્રમાં હોડી સાથે ફસાયેલા છો તો તેનો અર્થ એ છે કે થોડા સમય પછી તમે કોઈ સમસ્યામાં ફસાય
શકો છો.

– સ્વપ્નમાં રડતા બાળકને જોવું અશુભ માનવામાં આવે છે.તે નિશાની છે કે તમને નિષ્ફળતા અને નિરાશાનો સામનો કરવો પડશે.

– સ્વપ્નમાં સાવરણી જોવી પણ અશુભ માનવામાં આવે છે.આ આપણી આર્થિક તંગીનો સંકેત છે કે આવનારા સમયમાં આપણને આર્થિક સંકટ આવી શકે છે.

-જો સ્વપ્નમાં એવું આવે કે તમે કોઈના મૃત્યુ પર રડો છો તો તે સ્વપ્નનો અર્થ એ છે કે તે વ્યક્તિની ઉમર વધશે.

– જો તમે તમારા સપનામાં રસથી ભરેલા કોઈ ફળ જોશો અથવા તે ફળ ખાવ છો તો આ બંને સ્વપ્ન ખાશો શુભ છે.

image source

– જો તમને એવું સ્વપ્ન આવે કે તમે તમારા બાળકનો સારી રીતે ઉછેર કરો છો તો આવું સ્વપ્ન તમારા પરિવાર માટે ખુબ ખુશી લાવે છે.

– સ્વપ્નમાં રમકડા તરફ ધ્યાન આપવું એ સંકેત આપે છે કે તમને જલ્દીથી માતા અથવા પીતા બનશો.

– જો તમે સ્વપ્નમાં તમારો પોતાનો હસતો ચહેરો જોશો,તો તેનો અર્થ એ છે કે થોડા સમયમાં જ તમારું જીવન ખુશીઓથી ભરપૂર થશે.

0 Response to "શું તમને આવે છે આવાં સપના? તો સમય પહેલા થઇ જજો સાવધાન, નહિં તો થશે કંઇક એવું કે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel