બાળકોને ફિંડીંગ કરાવતી વખતે માતાએ પીવું જોઇએ આટલું પાણી, જાણો તમે પણ
શરીરને પાણીની ખૂબ જરૂર હોય છે અને જો શરીરમાં પાણીની ઉણપ હોય તો ઘણા રોગો શરીરને ઘેરી લે છે.
સ્તનપાન કરાવતી સ્ત્રીઓના સ્તનમાં એક દિવસમાં 750 મિલી દૂધ બને છે.સ્તનોમાં પૂરતા પ્રમાણમાં દૂધના ઉત્પાદન માટે શરીર હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે તમારે તમારા શરીરમાં પાણીની ઉણપ ન થવા દેવી જોઈએ.તો ચાલો અમે તમને જણાવીએ કે સ્તનપાન કરાવતી મહિલાઓએ તેમના શરીરને હાઈડ્રેડ રાખવા માટે કેટલું પાણી પીવું જોઇએ.

સ્તનપાન કરાવતી દરેક મહિલાઓના શરીરમાં અલગ-અલગ રીતની પાણીની જરૂરિયાતો હોય છે અને તેમની પાણી પીવાની સરેરાશ ક્ષમતા પણ અલગ હોય છે.તે તેમના શરીર પર આધારીત છે.પરંતુ હા જો તમને ખબર હોય કે સ્ત્રીઓએ સરેરાશ કેટલું પાણી પીવું જોઈએ,તો પછી તમે સરળતાથી તમારા શરીરની પાણીની જરૂરિયાત પૂરી કરી શકો છો.
ડિહાઇડ્રેશનને કેવી રીતે જાણવું

શરીરમાં પાણીની કમી જોવા માટે યુરિનનો રંગ તપાસો.જો તમારું શરીર હાઇડ્રેટેડ છે તો પછી યુરિનનો રંગ આછો પીળો હશે.તે જ સમયે જ્યારે શરીરમાં પાણીનો અભાવ હોય ત્યારે યુરિનનો રંગ ઘાટો પીળો હોય છે.
ઓછું પાણી પીવાના ગેરફાયદા

જો તમે સ્તનપાન કરાવતા સમયે પૂરતું પાણી નથી પીતા તો તેના પરિણામો ખુબ જ ખરાબ આવે છે.
માનવ શરીરમાં 70% પાણી હાજર હોય છે.તો તમે જરા કલ્પના કરો કે જો આપણે પૂરતા પ્રમાણમાં પાણી ન પીએ તો તેની આડઅસરો શું હોઈ શકે છે.

પાણી ન પીવાથી ડિહાઇડ્રેશન થાય છે,જે સ્તનપાન કરાવતી મહિલાઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાથી તમારી ત્વચામાં શુષ્કતા,હોઠમાં તિરાડો,ચક્કર આવવા,સ્નાયુમાં ખેંચાણ,શ્વાસ લેવામાં તકલીફ,એકાગ્રતા ગુમાવવી,ઝડપથી થાકની લાગણી,ભૂખ અને તરસ જેવી સમસ્યાઓ થાય છે.
જો શરીરમાં પાણીનો વધુ અભાવ હોય તો ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.આ સ્થિતિ સ્તનપાન કરાવતી મહિલાઓ અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.તેથી તમારા શરીરમાં પાણીની જરૂરિયાત પુરી કરવી જરૂરી છે.

કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
જાણો સ્તનપાન કરાવતી મહિલાઓએ કઈ બાબતોનું ધ્યાન રાખી પોતાને હાઈડ્રેડ રાખવી જરૂરી છે.
જ્યારે પણ તમને તરસ લાગે તરત જ બધા કામ છોડો અને પાણી પીવો અને પાણીની બોટલ તમારી સાથે રાખો.

તમે કોઈપણ રીતે પ્રવાહીનું સેવન કરી શકો છો,જેમ કે તમે પાણીમાં લિંબુનું શરબત,નારંગીનો રસ,કાકડી અને તુલસી પણ ઉમેરી શકો છો.આ તમારા શરીરમાં પોષક તત્વો પુરા પડશે અને તમે હાઇડ્રેટેડ પણ રાખશે.

નારંગી,તરબૂચ,કાકડી,સ્ટ્રોબેરી જેવા તાજા ફળો અને શાકભાજી ખાઓ.આ દરેક ચીજોનું સેવન તમારા શરીરમાં પાણીનો અભાવ પૂર્ણ કરે છે.
જો તમારા શરીરમાં પાણીનો અભાવ હશે તો તે તમારા અને તમારા બાળક બંને માટે નુકસાનકારક સાબિત થશે અને તમારે ઘણી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "બાળકોને ફિંડીંગ કરાવતી વખતે માતાએ પીવું જોઇએ આટલું પાણી, જાણો તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો