વિશ્વની સૌથી મોટી બેંક લૂંટ વિશે સાંભળ્યું છે?, લૂંટનારે એક ચિઠ્ઠી આપીને સીધા આટલા હજાર કરોડનું બૂચ મારી દીધું
ચોરી લૂટફાંટ અને ગેંગરેપની ઘટનાઓ આપણે રોજ કોઈને કોઈ ખુણેથી સાંભળવા મળી રહી છે. આ કળિયુગમાં સભ્ય સમાજમાં આવી કલકિંત ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. ત્યારે આપણે એવી ઘણી ફિલ્મો પણ જોઈ છે કે જેમાં આખી આખી બેન્ક લૂંટી લેતા હોય અને કોરોડોનું કૌભાંડ કરતાં હોય છે. રિયલમાં પણ આવી અનેક બેંક લૂંટ વિશે તમે સાંભળ્યું જ હશે કે જેમાં કરોડો રૂપિયાની લૂંટ થઈ છે. ત્યારે આજે અમે તમને જે બેંક લૂંટ કહેવા જઈ રહ્યા છીએ તે બેંક લૂંટના ઇતિહાસમાં સૌથી અનોખો કિસ્સો છે. કારણ કે આ લૂંટમાં રાષ્ટ્રપતિના પુત્રનો સીધો સમાવેશ હતો.
આ ઘટનાને 17 વર્ષ થયા છે

તો આવો વિગતે વાત કરીએ કે આખરે આ બેંક લૂંટ કઈ રીતે વિશ્વના લોકોએ યાદ રાખી છે. તો આ લૂંટમાં કુલ એક અબજ ડોલર લગભગ 7562 કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. આ ઘટના ઇરાકની છે, જ્યાં સેન્ટ્રલ બેંકમાંથી આટલી મોટી રકમ લૂંટી લેવામાં આવી હતી. આ ઘટનાને 17 વર્ષ થયા છે. તે વાત માર્ચ 2003 ની છે. ઈરાકના રાષ્ટ્રપતિ તે સમયે સદ્દામ હુસેન હતા અને તેમની યુએસ સાથેની દુશ્મનાવટ જાણીતી છે.
સદ્દામ હુસેનનો પુત્ર કુસે બગદાદની ઇરાકી સેન્ટ્રલ બેંક પહોંચ્યો
ઘટના ત્યારે બની કે જ્યારે અમેરિકાએ ઇરાક પરના હુમલા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી એવું કહેવાય છે. તેના થોડા કલાકો પહેલા સદ્દામ હુસેનનો પુત્ર કુસે બગદાદની ઇરાકી સેન્ટ્રલ બેંક પહોંચ્યો હતો અને બેંકના વડાને એક કાપલી આપી હતી, જેમાં જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર રાષ્ટ્રપતિએ બેંકના તમામ નાણાંને અન્ય સલામત સ્થળે ખસેડવાનો આદેશ આપ્યો છે. હવે તે સમયે ઇરાકમાં સદ્દામ હુસેન વિસ્મયમાં હતો, કેમ કે તે એક સરમુખત્યાર માનવામાં આવતો હતો. તેથી બેંકના વડા કશું બોલ્યા નહીં અને પૈસા વહન કરવાની મંજૂરી આપી. પછી સદ્દામ હુસેનના પુત્ર કુસેએ ઇરાકી બેંકમાંથી એટલા પૈસા લૂંટી લીધા અને ટ્રક ભરીને ભાગી ગયો.
બેંકમાં પૈસા હતા, પરંતુ ટ્રકમાં જગ્યા નહોતી

ઉલ્લેખનીય છે કે આ લૂંટની રકમ ટ્રકમાં ભરવા માટે પણ પાંચ કલાક જેટલો સમય લાગ્યો હતો. એવું પણ કહેવામાં આવે છે કે બેંકમાં વધુ પૈસા હતા, પરંતુ ટ્રકમાં તેમને રાખવા માટે જગ્યા નહોતી, તેથી બધા જ ન લૂંટાયા. આ લૂંટની ચર્ચા દુનિયાભરમાં ફેલાઈ હતી, આ ઘટના પછી તરત જ અમેરિકન સૈન્યએ ઇરાક પર બોમ્બમારો શરૂ કર્યો હતો. આ સમય દરમિયાન તેણે ઇરાકી સેન્ટ્રલ બેંકને પણ કબજે કરી હતી, પરંતુ તેમને ખબર પડી કે તમામ પૈસા સદ્દામ હુસેનના પુત્ર કુસાઈ પાસે લઈ ગયા છે.
કરોડો રૂપિયા એક રહસ્યનો ભાગ જ રહી ગયા

ઘટના ઘટી એ બાદ ઘણી તપાસ થઈ. સદ્દામ હુસેનના મહેલમાં પણ તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી મોટી સંખ્યામાં નોટો મળી આવી હતી. જો કે તે નોંટો લૂંટના પૈસાના ભાગ ન હતી. સદ્દામ હુસેનનો બીજો દીકરો ઉદય પહેલેથી જ તે પૈસા સંભાળી ચૂક્યો હતો, કેમ કે તે મોટા પ્રમાણમાં રોકડ રાખવાનો શોખીન હતો.

એવું કહેવામાં આવે છે કે ઇરાકમાં અન્ય ઘણી જગ્યાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં અનેક સો કરોડ રૂપિયા મળી આવ્યા હતા, પરંતુ બેંક લૂંટનો મોટો ભાગ કદી મળ્યો ન હતો. એવો અંદાજ છે કે સદ્દામ હુસેને તે ભંડોળ સીરિયા મોકલ્યા હશે. ત્યારે હજુ પણ તેનો કોઈ પત્તો લાગ્યો નથી અને આ કરોડો રૂપિયા એક રહસ્યનો ભાગ જ રહી ગયા.
0 Response to "વિશ્વની સૌથી મોટી બેંક લૂંટ વિશે સાંભળ્યું છે?, લૂંટનારે એક ચિઠ્ઠી આપીને સીધા આટલા હજાર કરોડનું બૂચ મારી દીધું"
ટિપ્પણી પોસ્ટ કરો