તાબડતોડ અંગ્રેજી બોલતી આ અભિનેત્રીઓનો અભ્યાસ રહી ગયો હતો અધુરો, કોઈ છઠ્ઠુ પાસ તો કોઈ 12મુ ફેલ.
બૉલીવુડ અભિનેત્રીઓ પડદા પર તો પોતાની પ્રતિભા સાબિત કરે જ છે સાથે જ પોતાની સુંદરતાથી પણ લોકોનું મન મોહી લે છે. બોલીવુડની ઘણી બધી અભિનેત્રીઓ એમના ગ્લેમર અને ફેશનના કારણે પણ ઘણી ચર્ચામાં રહે છે. રસપ્રદ છે કે પડદા પર હિન્દી ફિલ્મોમાં હિન્દી બોલનારી આ અભિનેત્રીઓ અસલ જિંદગીમાં અંગ્રેજીમાં વાત કરવું વધુ પસંદ કરે છે. જો કે જ્યારે તમે આ અભિનેત્રીઓના અભ્યાસ વિશે જાણશો તો ચોંકી જશો. બોલીવુડમાં અમુક અભિનેત્રીઓ એવી છે જે પોતાનો અભ્યાસ પૂરો નથી કરી શકી. તો ચાલો આજે તમને જણાવી દઈએ એ અભિનેત્રીઓ વિશે જે અભ્યાસની બાબતમાં રહી ગઈ પાછળ.
આલિયા ભટ્ટ

બોલીવુડની રાઝી ગર્લ આલિયા ભટ્ટ હાલ ઇન્ડસ્ટ્રીની ટોપ હિરોઇનમાંથી એક છે. આલિયાએ સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી અને આજે એ સફળ અભિનેત્રીઓમાંથી એક છે. આલિયા અભિનયની બાબતમાં ભલે સૌથી આગળ હોય, પણ એમનો અભ્યાસ વધુ ન થઈ શક્યો. આલિયા ફક્ત 12 પાસ છે.
સોનમ કપૂર.

અનિલ કપૂરની લાડલી અને બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂરને અંગ્રેજીમાં જ ઇન્ટરવ્યૂ આપતી જોવામાં આવી છે. જો કે એમનો અભ્યાસ પણ અધુરો રહી ગયો હતો. સોનમે ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું હતું પણ ફિલ્મોમાં કામ કરવા માટે એમને અભ્યાસ વચ્ચે જ છોડી દીધો હતો. સોનમ ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે.
કરિશ્મા કપૂર.

90ના દાયકામાં કરિશ્મા કપૂરે બોલીવુડમાં પોતાનો જાદુ બતાવ્યો હતો.જો કે એમનું સપનું અભિનેત્રી બનવાનું હતું એટલે એમને ખુબ જ નાની ઉંમરમાં જ બોલીવુડમાં પગ મૂકી દીધો હતો. એમને ફક્ત 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે એ પછી એમને ફિલ્મોમાં આવવા માટે મન બનાવી લીધું હતું. કરિશ્માએ બોલીવુડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.
દીપિકા પાદુકોણ.

દીપિકાને આજે બોલીવુડમાં કોઇ પરિચયની જરૂર નથી. પોતાના દમદાર અભિનયથી એમને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. જો કે એ પોતાનો અભ્યાસ પૂરો ન કરી શકી. દીપિકાએ એક ટોક શોમાં ખુલાસો કર્યો હતો કે એ 12 પાસ છે અને એમની માતા ચાહતી હતી કે એ ગ્રેજ્યુએશન પૂરું કરી લે. જો કે એવું ન થઈ શક્યું. તો દીપિકાનું કહેવું છે કે એક દિવસ એ પોતાની માતાનું સપનું જરૂર પૂરું કરશે.
પ્રિયંકા ચોપરા..

પ્રિયંકા ચોપરા આજે ફક્ત બોલીવુડની જ નહીં પણ હોલીવુડની પણ સ્ટાર બની ગઈ છે. પ્રિયંકા આજે એક ગ્લોબલ કલાકાર છે પણ એમને ફક્ત 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. મિસ ઇન્ડિયા અને મોડલિંગ કરિયર શરૂ કર્યા પછી પ્રિયંકાનો અભ્યાસ વચ્ચે જ છૂટી ગયો હતો. એ ક્રિમિનલ સાઇકોલોજીસ્ટ બનવા માંગતી હતી પણ કિસ્મતને કંઈક બીજું જ મંજુર હતું. એવામાં મિસ વર્લ્ડનો તાજ સજ્યા પછી પ્રિયંકાને ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળવા લાગી અને પ્રિયંકાનો અભ્યાસ અધુરો રહી ગયો.
0 Response to "તાબડતોડ અંગ્રેજી બોલતી આ અભિનેત્રીઓનો અભ્યાસ રહી ગયો હતો અધુરો, કોઈ છઠ્ઠુ પાસ તો કોઈ 12મુ ફેલ."
ટિપ્પણી પોસ્ટ કરો